Abtak Media Google News

રાજયભરના 6400 ટ્રાફીક બ્રિગેડને છુટા કરવાના રાજયના પોલીસ વડા વિકાસ સહાયના આદેશના ધેરા પ્રત્યાધાત પડયા હતા. રાજકોટ, અમદાવાદ અને સુરતમાં આંદોલન શરુ થયા હતા. મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ડી.જી.પી. સાથે બેઠક યોજી ટી.આર.બી. જવાનોને છુટા કરવાનો નિર્ણય મોકુફ રખાયો છે.

Advertisement

રાજયના 6400 ટી.આર.પી.ને છુટા કરવાના નિર્ણયથી રાજકોટ, અમદાવાદ અને સુરતમાં આંદોલન શરુ થયું તુ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંધવીએ ડી.જી. સાથે બેઠક યોજી નિર્ણય પડતો મુકાયો

ટ્રાફિક નિયમન કરતા ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડ ( ટીઆરપી ) ના અંદાજે 6400 જવાનોને છૂટા  કરવાનો નિર્ણય એકાએક મુલતવી રાખવામાં આવ્યો છે.  જો કે જેમણે શિસ્તભંગ કર્યો છે તેમને પાછા લેવામાં આવશે નહીં , બાકીના જવાનો ફરજ બજાવી શકશે . સરકારના આંતરિક વર્તુળોએ જણાવ્યું છે કે ઉચ્ચકક્ષાએ થયેલી વિચારણા પછી ગૃહ વિભાગનો નિર્ણયને બદલવામાં આવ્યો છે . રાજ્યના શહેરોમાં ચાર રસ્તા પર ટ્રાફિક નિયમનનું કાર્યકરતા 9000 પૈકી 6400 જવાનોને છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો . આ જવાનોને માર્ચ 2024 સુધીમાં ધીમે ધીમે છૂટા કરવાના થતા હતા જેની સામે આ જવાનોએ આંદોલનશરૂ કર્યું હતું , જેના સરકારમાં પ્રત્યાઘાત પડ્યા હતા .

ટ્રાફિકની ફરજ બજાવતા જે જવાનોને 10 વર્ષ થયાં છે તેવા 1100 ને ચાલુ મહિનાના અંતમાં છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો . એટલું જ નહીં પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તેવા 3000 જવાનોને ડિસેમ્બર મહિનાના અંતમાં છૂટા કરવાના થતા હતા , જ્યારે ત્રણ વર્ષ થયાં છે તેવા 2300 જવાનોને માર્ચ 2024 ના અંતમાં ફરજમુક્ત કરવાના થતા હતા પરંતુ પોલીસ વડાના આદેશને મુલતવી રાખવામાં આવ્યો છે . ગૃહ વિભાગ દ્વારા લેવાયેલા આ પગલાંનો ચોમેરથી વિરોધ થઇ રહ્યો હતો . સુરત, અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં ટીઆરપી જવાનોએ આંદોલન શરૂ કર્યું હતું . કલેક્ટર ઓફિસ પાસે તેમણે ધરણાં અને પ્રદર્શન પણ કર્યા હતા . ઘણી જગ્યાએ જવાન તેમના પરિવારના સભ્યો સાથે રસ્તા પર આવી ગયા હતા .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.