Abtak Media Google News

ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા રેલ્વે પ્રબંધકને હેરિટેઝ રેલ્વે મથક ગોંડલના સમારકામની ગંભીર ક્ષતિઓ જણાવાઈ હતી

ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ રેલ્વે પ્રબંધકને હેરિટેઝ રેલ્વે મથકના સમારકામની ગંભીર ક્ષતિઓની કરી રાવ

રેલ્વે સ્ટેશનમા મૂકવામાં આવેલા શીલાલેખ સમાન આરસની તકતીઓ ભાંગીને ભુક્કો   આરસની   બેનમૂન તકતીઓ રઝળતી અવસ્થામાં

જેમાં ભાવનગર ડિવિઝન હેઠળના ગોંડલ રેલ્વે સ્ટેશનમાં હાલમાં બાંધકામ ચાલુ છે. ભારત સરકારની નીતિ મુજબ પ્રાચીન રેલ્વે સ્ટેશનની મૂળભૂત ડિઝાઇન યથાવત રાખી તેનું નવનિર્માણની પરિયોજના હેઠળ ગોંડલના જૂના રેલ્વે સ્ટેશનને યથાવત રાખી સમગ્ર રેલ્વે સ્ટેશનનું બાંધકામ હાલમાં ગતિમાં છે બ્રિટિશ ભારતના સમયકાળમાં સને 1881માં ભાવનગર ગોંડલ રેલ્વેની સ્થાપના કરવામાં આવી હતી 1911માં પોરબંદર સાથે જોડાણ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર રેલ્વે અને છેલ્લે આ રેલ્વે વેસ્ટર્ન રેલ્વે સાથે જોડાયેલ છે. મીટરગેઝ બ્રોડગેઝ અને હવે ઇલેક્ટ્રીક રેલ્વે માટે તૈયાર થઈ ગયેલ ગોંડલ રેલ્વે સ્ટેશન ભારતનું એક અનોખુ અને પૌરાણિક રેલ્વે સ્ટેશન છે. ગોંડલનું આ ઐતિહાસિક રેલ્વે સ્ટેશન એક સદી પહેલા મહારાજા ભગવતસિંહજીના રાજ્ય વહીવટ દરમ્યાન નિર્માણ પામેલું છે.Img 20231123 Wa0071

ઈજનેરી કૌશલ્યની દ્રષ્ટિએ આ બિલ્ડીંગ બેનમૂન અને અનુપમ છે. પૂરતા હવા ઉજાશ સાથેનું આ બિલ્ડીંગ બેહદ ખૂબસૂરત મનમોહક અને સુંદર રેલ્વે સ્ટેશન છે. પ્રવાસી જનતાને માનસિક શાંતિ પ્રાપ્ત થાય તેવું આ ઉર્જાવાન અને રાણીયામણૂ રેલ્વે સ્ટેશન છે. આઝાદી પૂર્વે લગભગ એક સદી પહેલા ગોંડલમાં રેલ્વેના પાટા બિછાવી ગોંડલને પરિવહન ક્ષેત્રે સમગ્ર ભારત સાથે જોડવામાં આવ્યું હતું. આજની અધતન રેલવેના પાયામાં સર ભગવતસિંહજીનું અમૂલ્ય યોગદાન છે. ટૂંકમાં આ રેલ્વે મથક ભારતીય રેલવેની એક મહત્વપૂર્ણ હેરિટેઝ ધરોહર છે. ભારતીય રેલવેના ગૌરવપૂર્ણ ઇતિહાસની સાક્ષીરૂપ આ બિલ્ડીંગ આજે પણ અડીખમ ઉભું છે.

આ હેરિટેઝ બિલ્ડીંગનો મૂળભૂત ઢાંચો યથાવત રાખી તેનું વધારાનું બાંધકામ અને સમારકામ ચાલુ રહ્યું છે. સમારકામમાં થઈ રહેલી બેદરકારી અને ક્ષતિઓના કારણે મૂળ ડિઝાઇનને ભારે નુકશાન થઈ રહ્યું છે. રેલ્વે સ્ટેશનમા મૂકવામાં આવેલા શીલાલેખ સમાન આરસની ટકતીઓ ભાંગીને ભુક્કો થઈ રહી છે. આરસની આ બેનમૂન ટકતીઓ રઝળતી અવસ્થામાં કચરો થઈ રહી છે. આ ગંભીર ક્ષતિઓ છે. રાજ્યના સુવર્ણ મહોત્સવ વખતની યાદગાર પ્રજાલક્ષી કામગીરીની માહિતી દર્શાવતી આ ટકતીઓમા સુંદર મુદ્રાલેખ અંકિત થયેલા છે. આદર્શ રાજ્ય વ્યવસ્થા માટે લખાયેલા વાક્યો શબ્દો અને તેનું અર્થઘટન એક બોધકથા જેવા નમૂનારૂપ આ લેખ છે. ભારતના કોઈ પણ રેલ્વે સ્ટેશનમાં ક્યાય જોવા ન મળે તેવા આ લેખ અજોડ છે. આ સાચવણી અને જાળવણી માટે બાંધકામ ઇજારદાર તરફથી કોઈકાળજી લેવામાં આવી રહી નથી આવા અજાયબી સમા બિલ્ડીંગનું સમારકામ ઈજનેરી કૌશલ્ય ધરાવતા લાયક આર્કિટેકને સુપ્રત કરવાના બદલે આ વિસ્તારના લોકલ કડિયાકામ કરતાં કારીગર જેવા માણસો આ કામ પેટા કરારથી કરી રહ્યા છે.

વિશ્વયુદ્ધ પછી અસરગ્રસ્ત થયેલા જર્મની સહિત યુરોપિય દેશોએ પોતાના હેરટેઝ બિલ્ડીંગને સમાન ડિઝાઇનમાં પુન:સ્થાપિત કરી લીધા છે. વિદેશમાં હેરિટેઝ બિલ્ડીંગની કાળજીપૂર્વક દેખરેખ રાખવામાં આવે છે. ભારતીય પ્રજા અને ભારત સરકાર આ બાબતમાં જાગૃત નથી તેથી હેરિટેઝ નિર્માણ ઝડપથી નાશ પામી રહ્યા છે. તેથી આ બાબતમાં સબંધિત જવાબદાર તંત્ર તાકીદે ધ્યાન આપે તેવી તે જરૂરી છે.

ગિરિમથક જેવુ ગોંડલનું શાનદાર રેલ્વે સ્ટેશન પણ તેમના ઈજનેરી કૌશલ્યનો સર્વોતમ નમૂનો છે. આ બિલ્ડીંગ તેની મૂળ સ્થિતિમા જળવાય રહે તે માટે સબંધિત જવાબદારોને સૂચના પાઠવવા જરૂરી છે. તથા તોડી પાડવામાં આવેલી નુકશાનગ્રસ્ત ત કતીઓ તેના મૂળ સ્થાને સન્માનપૂર્વક મૂકવામાં આવે તેવી આવે તેવી માંગ છે. અન્યથા લોક આંદોલન થાય તેવી સંભાવના પણ રહેલી છે તેવી અંતમાં ચીમકી આપવામાં આવી છે

ગોંડલના રાજવી ભગવતસિંહજીની આદર્શ રાજશૈલી

ગોંડલ રેલ્વે સ્ટેશનના આર્કિટેક  ભગવતસિંહજીની એક આદર્શ રાજવી હતા ગોંડલની સુઘડ બાંધણી, વિશાળ રસ્તા, સિમેન્ટની ફૂટપાથ, રસ્તાની બને બાજુ વૃક્ષોની હારમાળા, ઓકસફર્ડ યુનિવરસિટી જેવી સંગ્રામસિંહજી હાઈસ્કૂલ જેવી બેનમૂન સુવિધા કોઈ પણ જાતના વેરા વગર લગભગ સદી પહેલા ગોંડલની પ્રજાને શ્રી ભગવતસિંહજીએ આપી હતી. સમગ્ર ભારતવર્ષમાં ક્ધયા કેળવણી મફત અને ફરજિયાત શરૂ કરવાનો કીર્તિમાન ગોંડલ રાજ્યના ખાતે નોંધાયેલો છે. રાજ્યના દરેક ગામમાં શાળાઓના એક સરખા મકાન, લાઈબ્રેરી, ટેલિફોન રેલ્વે, ગામે ગામ પીવાના પાણી માટે કુવાની સુવિધા, દુષ્કાળના સમયમાં કોઈ પશુ કે માનવી ભૂખે ન મરે તેવું આયોજન, ભારે વરસાદમાં પૂર રક્ષક દીવાલો. ભૂગર્ભ વીજળી અને ગટર, ચોવીસ કલાક નળમાં પાણી, સામાન્ય માનવી પણ પોતાના પ્રશ્નો માટે સીધાજ રાજવીને મળી શકે તેવી વ્યવસ્થા હતી.

વધુમાં વધુ ચોથા દિવસે અરજીનો જવાબ પાઠવી દેવામાં આવતો હતો. આઇએએસ અમલદારો પણ આ વહીવટી કૌશલ્યનો અભ્યાસ કરવા ગોંડલની મુલાકાત કરે છે. ટૂંકમાં ગ્રામ સેવકથી સુપ્રીમ કોર્ટ સુધીની સેવાઓ એક બારી પદ્ધતિથી ઉપલબ્ધ હતી! આવી તો અનેક પ્રજાકીય સગવડો પ્રાચીન ગોંડલમાં હતી. મહારાજા હોવા છતાં ભગવતસિંહજીની જીવનશૈલી અત્યંત સાદગીપૂર્ણ હતી. અંગત મોજશોખને તિલાંજલિ આપી સાદું કર્તવ્ય પરાયણ જીવન જીવનાર પ્રજાજનોને કરોમાથી મુક્તિ આપનાર, ખેતી ખેડૂત અને ખેતીના સાધનોને ઉન્નત સ્થિતિએ લાવનાર, સ્ત્રીઓ અને પછાતવર્ગના લોકોને કેળવનાર, સ્વચ્છતા, સૌદર્ય અને ગ્રામ્ય સમૃદ્ધિને અસ્તિત્વમાં આણનાર, સાદગી સરળતા અને સમાનતાની આદર્શમુર્તિ, સંસ્કૃતિ સર્જક, મહારાજાશ્રી ભગવતસિંહજીએ ગોંડલમાં એક નવો યુગ સર્જ્યો હતો.

ગોંડલની પ્રજાના હ્રદય ઉપર  ભગવતસિંહજીએ સેવાવૃતિથી સામ્રાજ્ય જમાવ્યું હતું. પ્રજાના સુખમાં પોતાનું સુખ માનનાર આ રાજવીએ ગોંડલની પ્રજા માટે એ જમાનામાં જે સુવિધાઓનું સર્જન કર્યું હતું તે અજોડ ગણાતી. ભગવતસિંહજીમાં એક સાથે અને અનેક ગુણો અને વ્યવસ્થાશક્તિનો સમાવેશ હોવાથી વહીવટી અધિકારીઓ માટે પાઠશાળા સમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.