Abtak Media Google News

Table of Contents

એરેના એનિમેશન કાલાવડ રોડ શાખાના વિદ્યાર્થીઓની અનેરી સિદ્ધિ !!!

પ્રોડક્ટ પેકશોટ, મેગેઝિન કવર ડિઝાઇન, શોર્ટ ફિલ્મ અને ડિજિટલ વિડિયો ઇલ્યુઝન કેટેગરીમાં રાજકોટના વિધાર્થીઓએ રાજ્યના અન્ય વિદ્યાર્થીઓને ‘બેકફૂટ’ ઉપર ધકેલી દીધા !!!

એરેના એનિમેશન કાલાવડ રોડ બ્રાન્ચની સફળતા પાછળનું મુખ્ય કારણ વિદ્યાર્થીઓની અથાગ મહેનત : શિક્ષકો

કાલાવડ રોડ બ્રાન્ચના સફળનેતૃત્વ પાછળ વિધિબેન કોટકનું અનેરું યોગદાન

શિક્ષણ ક્ષેત્રે ઘણા બધા બદલાવો આવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ રોજગારીની સાથો સાથ પોતાની કલા અને કૌશલ્યને ઉજાગર કરવા માટે અનેકવિધ પ્રોફેશનલ કોર્સ અપનાવી રહ્યા છે અને પોતાની કારકિર્દીને આગળ ધપાવી રહ્યા છે. વિદ્યાર્થીઓની કારકિર્દીને પૂછાયા આપવા માટે એરેના એનિમેશન અત્યંત વિશ્વસનીય સંસ્થા છે સમગ્ર ભારતમાં અનેકવિધ બ્રાન્ચો સંસ્થા દ્વારા ઉભી કરવામાં આવેલી છે જ્યાં વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રે પોતાની કારકિર્દીનું ગઠન કરી રહ્યા છે. વડોદરા ખાતે સમગ્ર ભારતના એરીના એનિમેશન સંસ્થા દ્વારા ક્રિએટિવ માઇન્ડસ નામની એક ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ ખાતે આવેલી કાલાવડ રોડ બ્રાન્ચના પાંચ વિદ્યાર્થીઓએ ચાર કેટેગરીમાં ભારતના અન્ય વિદ્યાર્થીઓને બેકફૂટ ઉપર ધકેલી દીધા છે અને સંસ્થાનું અનેરૂ નામ રોશન કર્યું છે.

એરેના એનિમેશન એ ભારતની સૌથી વિશ્વસનીય એનિમેશન સંસ્થા છે., રાજકોટમાં એરેના એનિમેશન કાલાવડ રોડ બ્રાંચ ગુજરાતના શ્રેષ્ઠ કેન્દ્રોમાંનું એક છે. અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અનુભવી ફેકલ્ટીઓ સાથે, કાલાવડ રોડ સેન્ટર ઝડપથી ગુજરાતમાં મનપસંદ એનિમેશન સંસ્થા બની ગયું છે, આ સંસ્થાએ 200 થી વધુ વ્યવસાયિકોને તાલીમ આપી છે અને 150 થી વધુ એરેના સર્ટિફાઇડ ડિઝાઈનર, વિડીઓ એડિટરસને રોજગારી આપી રહી છે. ક્રિએટિવ માઇન્ડ સ્પર્ધાએ સમગ્ર ભારતમાં એરેના એનિમેશનના વિદ્યાર્થીઓ માટે એક વિશિષ્ટ મંચ પૂરું પાડ્યું છે. એટલુંજ નહીં સમકક્ષો સાથે સ્પર્ધા કરાવી, મેળવેલા જ્ઞાનને ચકાસવુ, પોતાની કુશળતાનો યોગ્ય ઉપયોગ કરવો, ઉદ્યોગ નિષ્ણાતોની જ્યુરી મેમ્બર દ્વારા માર્ગદર્શન મેળવવા અને આંતરદૃષ્ટિ મેળવવાની તક આપે છે.

સમગ્ર ગુજરાતમાં એરેના એનિમેશનના વિદ્યાર્થીઓ વચ્ચે  ક્રિએટિવ માઇન્ડ સ્પર્ધા યોજાઈ હતી, અને  પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઑડિટોરિમ, અમદાવાદ ખાતે ભવ્ય એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 કેટેગરીમાંથી એરેના એનિમેશન કાલાવડ રોડ શાખાના વિદ્યાર્થીઓએ 5 એવોર્ડ જીત્યા હતા. જેમાં  હર્ષિલ માંડલિયા, રૂતિક આડેસરા અને ધ્રુવિલ રાણપરાએ પ્રોડક્ટ પેકશોટ કેટેગરીમાં દ્વિતીય ઇનામ જીત્યું હતું, મનન હેરમાએ મેગેઝિન કવર ડિઝાઇન કેટેગરીમાં દ્વિતીય ઇનામ જીત્યું હતું, અતુલ સોલંકી અને વેંકટેશ મદ્રાસીએ શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ત્રીજું ઇનામ મેળવ્યું હતું, રોહન મારુ, અંકિત જોગિયા અને નૈતિક ખેરાડિયાએ પ્રોડક્ટ પેકશોટ કેટેગરીમાં ત્રીજું ઇનામ જીત્યું અને ધીરજ મહેશ્વરીએ ડિજિટલ વિડિયો ઇલ્યુઝન કેટેગરીમાં ત્રીજું ઇનામ જીત્યું હતું.

એરેના એનિમેશન કાલાવડ રોડ શાખાના વિદ્યાર્થીઓએ ક્રિએટિવ માઇન્ડ્સ સ્પર્ધામાં 5 એવોર્ડ જીત્યા જે રાજકોટ – કાલાવડ રોડ શાખા ની  ખૂબ જ મોટી સફળતા છે કે રાજકોટના વિદ્યાર્થીઓ એનિમેશન વીએફએક્સ કારકિર્દીમાં વધુ સંકળાયેલા છે અને એરેના એનિમેશન રાજકોટ ખૂબ જ મજબૂત રીતે શિક્ષિત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને જહેમત ઉઠાવી રહી છે .આ સફળતા ગેમિંગ, એનિમેશન અને વિઝ્યુઅલ ઈફેક્ટ્સમાં રસ ધરાવતા અન્ય વિદ્યાર્થીઓને એરેના એનિમેશન કાલાવડ રોડ શાખા માં જોડાવા માટે પ્રોત્સાહિત કરશે. એટલું જ નહીં વિવિધ કેટેગરીમાં એવોર્ડ જીતનાર વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકો દ્વારા આપવામાં આવતી તાલીમ અને પ્રશિક્ષણને પણ બિરદાવી હતી અને જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની જ્યારે તકલીફ ઉદ્ભવે તો તેમના શિક્ષકો કોઈપણ સમયે તે તકલીફનું નિવારણ લાવવા માટે હર હંમેશ ખડે પગે રહ્યા છે. બીજી તરફ ક્રિપાલભાઈ પટેલ અને સમીર વૈષ્ણવ કે જેઓ વિધાર્થીઓને પ્રશિક્ષણ આપી રહ્યા છે તેઓએ પણ  વિદ્યાર્થીઓની કળાને આવકારી હતી અને જણાવ્યું હતું કે જે કાંઈ એરીના એનિમેશન કાલાવડ રોડ બ્રાન્ચને સફળતા મળી છે તેનો સંપૂર્ણ શ્રેય વિદ્યાર્થીઓની મહેનતને જાય છે.

સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓના નામ

Untitled 1 28

અન્ય વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલી સ્પર્ધાએ આત્મવિશ્વાસનું સિંચન કર્યું છે : વિદ્યાર્થીઓે

ક્રિએટિવ માઇન્ડસ ઇવેન્ટમાં સહભાગી બનેલા વિદ્યાર્થીઓ કે જેવો વિજેતા બન્યા છે તેઓએ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત ભરના એરેના એનિમેશનના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરવામાં આત્મવિશ્વાસનો સિંચન થયું છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે એ સ્પર્ધામાં કઈ જગ્યાએ તકલીફ ઉદ્ભવીત થાય અને કયા સ્થાન ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડે તે દિશામાં ઘણી સાનુકૂળતા જોવા મળી છે. એટલું જ નહીં ટૂંકા સમયમાં જ નવા પ્રોજેક્ટ બનાવવા માટેનો જે ટાસ્ક આપવામાં આવ્યો તેનાથી ઘણી ખરી રીતે કલા અને કૌશલ્યમાં વધારો થયો છે. કોઈ ઉમેર્યું હતું કે જે સફળતા તેઓને હાંસલ થઈ છે તેનાથી પરિવારના સભ્યોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

સંસ્થાની શાખ છે વિદ્યાર્થીઓ, હજુ પણ વધુ એવોર્ડ મળે તે દિશામાં તૈયારી કરાવાશે : ક્રિપાલ પટેલ અને સમીર વૈષ્ણવ

એરેના એનિમેશન કાલાવડ રોડ બ્રાન્ચના ક્રિપાલ પટેલ અને સમીર વૈષ્ણવે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા જે સફળતા હાસલ કરવામાં આવી છે તેનાથી સંસ્થાની શાખમાં વધારો થયો છે એટલું જ નહીં હજુ પણ વધુ એવોર્ડ આગામી વર્ષોમાં મળે તે દિશામાં વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપવામાં આવશે અને તે મુજબની તૈયારીઓ પણ હાથ ધરાશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે જ્યારે સંસ્થા ને ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થીઓને હજુ પણ મહેનત કરાવવાની જરૂર છે સારા પરિણામ માટે તો દિવસ રાત જોયા વગર સંસ્થ થાય વિદ્યાર્થીઓને પ્રશિક્ષણ આપ્યું છે તો સામે વિદ્યાર્થીઓએ પણ સારા પરિણામ મેળવવાની ખેવનાને ઉજાગર કરી હતી. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે જે પ્રશ્નો ઊભા થયા હતા સ્પર્ધા સમયે તે ન થાય આવનારા દિવસોમાં તે માટે પણ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.