Abtak Media Google News

સૌરાષ્ટ્ર ઝોનના 15 મહાનગરઅને જિલ્લાઓના પ્રમુખ-મહામંત્રી- પ્રભારીઓ અને પ્રશિક્ષણ વર્ગના વક્તાઓ  ઉપસ્થિત રહયા

ભારતીય જનતા પાર્ટી  રાષ્ટી્ય પ્રશિક્ષણ વર્ગની યોજનાનુસાર રાજયભરમાં જિલ્લા અને મહાનગરોમાં મંડલ કક્ષાના પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે જિલ્લા- મહાનગર ધ્વારા પસંદ થયેલા વક્તાઓના પ્રશિક્ષણ માટે ઝોન સ: કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હોય તે અતંર્ગત  સૌરાષ્ટ્ર ઝોનની કાર્યશાળા  રાજકોટ મહાનગર ખાતે શહેરની રાણીંગાવાડી, મીલપરા મેઈન રોડ ખાતે  પ્રદેશ  ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવભાઈ ભટૃ, પ્રશિક્ષણ વર્ગના ઈન્ચાર્જ પ્રદિપભાઈ  ખીમાણી સહીતના પ્રદેશ અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ હતી.

Advertisement

આ વક્તા કાર્યશાળામાં  સૌરાષ્ટ્રના વિવિધ મહાનગરો-જિલ્લાના મંડલ પ્રશિક્ષણ વર્ગના વક્તાઓને આપણી કાર્યપધ્ધતી- સંગઠન સંરચનામાં આપણી ભુમિકા, આજના ભારતની વૈચાિરક મુખ્યધારા- આપણી વિચારધારા, ભાજપાનો ઇતિહાસ અને વિકાસ, મીડીયાનો વ્યવહાર અને ઉપયોગ,સોશીયલ મીડીયાનો ઉપયોગ, કેન્દ્ર-રાજય સરકારની યોજનાઓ- અંત્યોદય આપણો પ્રયત્ન, શક્તિકેન્દ્ર અને બુથમાં કરવાના કાર્યક્રમો, ર014 પછીનું બદલાતું ભારત- આત્મનિર્ભર ભારત જેવા અનેકવિધ વિષયો પર પ્રદેશ  ભાજપ મહામંત્રી ભાર્ગવભાઈ ભટૃ, પ્રશિક્ષાણ વર્ગના ઈન્ચાર્જ પ્રદિપભાઈ  ખીમાણી, ગૌતમભાઈ ગેડીયા, મનનભાઈ દાણી, પ્રવિણભાઈ માળી, મહેશભાઈ ક્સવાલા, ચંદ્રશેખરભાઈ દવે, માધવભાઈ દવે સહીતના પ્રદેશ આગેવાનોએ માર્ગદર્શન પુરૂ પાડેલ.

આ તકે પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરએ જણાવ્યું ંહતુ કે ભારતીય જનસંઘના નામથી માત્ર દશ લોકો ધ્વારા શરૂ થયેલ પાર્ટી આજે ભારતીય જનતા પાર્ટી સ્વરૂપે કરોડો સભ્યોની સંખ્યા ધરાવતુ વિશાળ વટવૃક્ષ બની ગયેલ છે જેના કારણે સમગ્ર વિશ્વમાં સૌથી મોટા રાજકીય પક્ષ હોવાનું ગૌરવ આપણે લઈ શકીએ છીએ ત્યારે મહાનગરના પ્રશિક્ષણ વર્ગ સંપન્ન થયા બાદ દરેક જિલ્લા- મહાનગરોમાં મંડલ પ્રશિક્ષણ વર્ગનું આયોજન થવા જઈ રહયુ છે  ત્યારે કેન્દ્ર અને દેશના અનેક રાજયમાં પણ ભારતીય જનતા પાર્ટી સતાના માધ્યમથી સેવાની સુહાસ ફેલાવી રહી છે ત્યારે કાર્યર્ક્તાઓની કાર્યક્ષ્ામતામાં વધારો થાય  અને ભાવિ નેતૃત્વ વધુ સારી રીતે  જવાબદારીઓનું વહન કરી શકે તે માટે તેમને સુસજજ અને તૈયાર થાય તે વિચારને કેન્દ્રમાં રાખી જનસંઘના કાળથી કાર્યર્ક્તા પ્રશિક્ષણ તથા બુથ સશક્તિકરણને મહત્વ આપવામા આવતુ હોય છે, પ્રશિક્ષણ વર્ગ પણ આપણી કાર્યપધ્ધતીનું એક મહત્વનું અંગ છે. પ્રશિક્ષણ વર્ગએ આપણી પાર્ટીની પરંપરા રહી છે. પ્રશિક્ષ્ાણથી કાર્યર્ક્તા પાર્ટીને સમજે છે. પ્રશિક્ષણ વર્ગમાં સાથે રહેવાથી ઘડતર, સંઘભાવના અને

પિરવારભાવના નું નિર્માણ થાય છે.આપણે ત્યાં કાર્યર્ક્તા વ્ય્ક્તિગત ગુણદોષ સાથે જોડાયા છે પણ કામ કરતા-કરતા ગુણનું નિર્માણ થાય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનું રાજનીતીમા આગવાપણુ જ એ છે કે ભાજપની રાષ્ટ્રવાદની વિચારધારા, સંગઠનની એક્તા અને તાકાત  તેમજ સરકારનું પરીણામલક્ષી સુશાસન ધ્વારા રચાતો ત્રીવેણીંસંગમ  જનમાનસને વિકાસગંગાની સાચી અનુભુતિ કરાવે છે. ત્યારે આપણે સૌ લોકશક્તિના અદભુત સમન્વય અને વિકાસના ઉન્નત માર્ગે ચાલવા કટીબધ્ધ થઈએ.

ત્યારે  ઉપસ્થિત પ્રદેશ  ભાજપ મહામંત્રી ભાર્ગવભાઈ ભટૃ, પ્રશિક્ષણ વર્ગના ઈન્ચાર્જ પ્રદિપભાઈ  ખીમાણી, ગૌતમભાઈ ગેડીયા, મનનભાઈ દાણી, પ્રવિણભાઈ માળી, મહેશભાઈ ક્સવાલા, ચંદ્રશેખરભાઈ દવે, માધવભાઈ દવે સહીતના પ્રદેશ આગેવાનોએ મંડલ પ્રશિક્ષણ વર્ગના વક્તાઓને વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપતા જણાવેલ કે ભાજપાનો ઈતિહાસ અને વિકાસ  વિષય ઉપર માર્ગદર્શન આપતા જણાવેલ કે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની ગુરૂજી સાથેની મુલાકાત પછી તા. ર1/10/19પ1ના રોજ નવા રાજકીય પક્ષાસાથે ભારતીય જનસંઘ ની સ્થાપના કરવામાં આવી અને ભારતીય સંસ્કૃતી, મૂલ્યો અને પરંપરાની રક્ષા માટેના નવા પક્ષામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી શ્રી અટલબીહારી બાજપાઈજી, શ્રી સુંદરસિહ ભંડારી, ભાઈ મહાવીર, , શ્રી યજ્ઞદત શર્મા, નાનાજી દેશમુખ અને વર્ષ 19પરમાં પં. દીનદયાલ ઉપાધ્યાયજીને જનસંઘની જવાબદારી સોંપવામાં આવી આમ અનેક ત્યાગી અને તપસ્વીઓના સમર્પણ થકી તા. 6 એપ્રીલ, 1980ના રોજ પંચનિષ્ઠાના આધારે ભારતીય જનતા પાર્ટીનું ગઠન થયું. અને તેના પ્રથમ અધ્યક્ષા અટલબીહારી બાજપાઈજી બન્યા.

ભારતમાતાને પરમ વૈભવના સ્થાને પહોંચાડવાના ધ્યેય સાથે અથાગ પિરશ્રમ થકી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને કાર્યર્ક્તાઓની મહેનતના બળે વર્ષ-ર014 ની સામાનય ચૂંટણીમાં યુગાંતકારી પરીણામ આવ્યું અને દેશમાં ગઠબંધનની રાજનીતિ અને અસ્થિરતાનો અંત આવ્યો અને ભાજપને પૂર્ણ બહુમતી મળી, અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સુશાસનનો ઉદય થયો. ત્યારે ભારતમાં સૌના સુખની, સૌના વિકાસની અને સૌને અવસરની તક મળતા છેવાડાના માણસને કેન્દ્ર અને રાજય ની ભાજપ સરકારની લોકકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ મળતો થયો.

તેમજ મીડીયાનો વ્યવહાર અને ઉપયોગ વિષય અંગે માર્ગદર્શન આપતા જણાવેલ કે જનસંચાર સમાજમાં વાતચીતનું સશક્ત માધ્યમ છે, જે પ્રિન્ટ મીડીયા, ઈલેકટ્રોનીક્સ મીડીયા અને ડીજીટલ માધ્યભ ધ્વારા તેનો વ્યાપક પ્રચાર-પ્રસાર થતો હોય છે. પાર્ટીની વિચારધારાને લોકો સુધી પહોંચાડવા માટે આ એક સુસજજ માધ્યમ છે. તેમજ આજના ભારતની વૈચાિરક મુખ્યધારા – આપણી વિચારધારા વિષય પર માર્ગદર્શન આપતા જણાવેલ કે સુષ્ટિના સર્જનથી સોશ્યલ મીડીયાની ઉત્પતી સુધી લોકજીવન અને લોકચર્ચાના કેન્દ્રસ્થાને એક વિષય સર્વસામાન્ય છે તે છે રાજકારણ. ત્યારે આપણી વિચારધારાના મુળ તત્વો આપણી પંચનિષ્ઠામાં સમાયેલા છે.

આ કાર્યશાળાને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનીલભાઈ પારેખ, કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, ભાજપ અગ્રણી મહેશ રાઠોડ, જીજ્ઞેશ જોષી, તેમજ કાર્યાલય પરીવારના રમેશભાઈ જોટાંગીયા, પ્રવીણભાઈ ડોડીયા, રામભાઈ પટેલ, જયંતભાઈ ઠાકર, રાજન ઠકકર, સમીર પરમાર, વિજય મેર, ભરતભાઈ સોલંકી, ચેતન રાવલ, રાજ ધામેલીયા, નિલેશ ખુંટ, પી. નલારીયન,સોશ્યલ મીડીયાના હાર્દીક બોરડ, શૈલેષ હાપલીયા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.