Abtak Media Google News

લોકસભાની ચૂંટણી દરમિયાન વાયરલ થતા પિકચરોની ખરાઈ કરવા વોટ્સએપ નવા વર્ઝનમાં આ સુવિધા લાવશે

આગામી માસે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં સોશ્યલ મીડિયામાં ફેલાતી અફવાઓ અને ખોટા સમાચારોને ફેલાતા અટકાવવા ચૂંટણી પંચે નિર્ધાર કર્યો છે. ચૂંટણી પંચે આ ચૂંટણી પ્રચારમાં સોશ્યલ મીડિયા ખોટા સમાચારોની ફેકટરી ન બની જાય તે માટે જોવા તમામ સોશ્યલ મીડીયા કંપનીઓને તાકિદ કરી છે.જેને લઈને ઈન્સ્ટન્ટ મેસેજીંગ કંપની વોટ્સએપે આવી અફવાઓને રોકવા નવી ટેકનીકની સંભાવના ચકાસી રહ્યું છે. આ અંગે વાબીટાઈન્ફોના જણાવ્યા મુજબ વોટસએપનવા ફીચર્સ લાવી રહ્યું છે. જેમાં ચેટ્સમાં મોકલેલા કે આવેલા પિકસર્ચની ખરાઈ વેબસાઈટ પરથી કરી શકાશે

બીજા શબ્દોમાં કહીએ તો વોટ્સએપનો ઉપયોગ કરનારાઓ જાણી શકશે કે તેને ચેટ દરમ્યાન આવેલુ પીકચર, કે ફોટો સાચો છે કે ખોટો. વોટસએપના નવા અપડેટમાં વર્ઝનમાં ‘સર્ચ ઈમેજ’ નામનું અલગ ટેબ વિન્ડોમાં દેખાશે જેના દ્વારા વોટસએપના વપરાશકર્તાઓ આ પિકચર કે ફોટાના મૂળસ્ત્રોત જાણી શકશે વાબીટાઈન્ફોના મત મુજબ એપ્લીકેશન પ્રોગ્રામ ઈન્ટરફેસ કે જેને એપીઆઈ કહેવામાં આવે છે તેને ગુગલ પહેલેથી જ વપરાશકર્તાઓને આપી છે. આ એપીઆઈ દ્વારા કોઈપણ પિકચર કે ફોટાના સમાન કે લગતા પિકચર ફોટા વેબસાઈટ પર શોધી શકાય છે.

ભારતીય ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર દરમ્યાન ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓ દ્વારા ખોટા સમાચારો કે અફવા ફેલાવવા સોશ્યલ મીડિયાનો બેફામ પણે થનારા ઉપયોગને રોકવા નવા નિયમો બનાવ્યા છે. જેથી વોટસએપ દ્વારા આ ફીચર્સ લાવવામાં આવી રહ્યું છે. જોકે ચૂંટણી પંચના આ નિયમો ગુગલ, યુટયુબ, ફેસબુક અને ટવીટર વધારે અસરકર્તા છે તેમ છતા વોટ્સએપ આ ફીચર્સ લાવી રહ્યું છે.

ભારતમાં વોટ્સ એપથી તાજેતરમાં સમસ્યાઓ ઉભી થવા પામી છે. વોટ્સએપ દ્વારા ફેલાતા ખોટા સમાચારો અને અફવાઓનાં કારણે છેલ્લા થોડા સમયમાં અઘટીત બનાવો તથા લોકોનું ટોળા હિંસક બની જતા અનેક કમનસીબ બનાવો બન્યા હતા. જેથી સોશ્યલ મીડિયામાં થતા આવા વાઈરલ વાયરસ બની જઈને અનેક નિદોર્ષોના જીવ લીધા હતા. જેથી, આ મુદે ભારત સરકારે વોટ્સએપના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી જે બાદ વોટ્સએપે ભારતમાં તેના ફરિયાદ અધિકારીની પણ નિમણુંક કરી હતી.

વોટસએપ દ્વારા આપવામાં આવનારી આ નવી સુવિધા હાલ પરીક્ષણ મોડમાં છે. આ ફીચર્સ કયારે વપરાશકર્તાઓ માટે કાર્યરત થશે તે હજુ પણ જાણી શકાયું નથી. આ ફીચર્સ એન્ડ્રોઈડ ફોન પર આવશે કે એપલ ફોન પર તે પણ વોટ્સએપે હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.