Abtak Media Google News

“પોલીસ બેડો જે ટ્રાન્સપોર્ટરનું નામ ન લેતું તેને જયદેવનું નામ પડતા આખી રાત બા‚મમાં કાઢવી પડી ?

ફોજદાર જયદેવના બાતમીદારો (ખબરી) ગામે ગામ હતા. ખબરી જે બાતમી આપતા તેની જયદેવ બે ત્રણ પ્રકારની ખરાઈ ખાત્રી કરી લેતો એક તો બાતમીદાર અંગત વાંધા ના કારણે બાતમી આપે છે કે કેમ? ભલે બાતમીદાર વ્યકિતગત વૈમનસ્ય ને કારણે બાતમી આપતો હોય પરંતુ તે બાતમીની તાબાના માણસોથી અને અન્ય બીજી રીતે ખરાઈ કરાવી લેતો કે બાતમીની હકિકતમાં વજુદ અને સત્ય કેટલુ છે? પરંતુ બાતમીદારને હંમેશા પ્રોત્સાહન આપતો પણ નિરાશ કયારેય કરતો નહિ.

ગૌતમગઢ ગામની એક બાતમી આવી કે ગામના જ એક દરબાર ચતુરસિંહ રાજકોટ બાજુ આવતા કે જતા ટ્રક સાથે ગૌતમગઢ ઘેર રાત્રી રોકાણ કરતો. આ ચતુરસિંહ દા‚પીએ એટલે તે ‘પાઈની કિંમતનો’ પણ રહેતો નહિ. રાત્રે ગૌતમગઢ આવે એટલે દારૂ‚ તો લગાવવાનો જ ફુલ થઈ જાય એટલે બેફામ બીભત્સ શબ્દો બોલતો બોલતો હથીયારો લઈ આખા ગામમાં બઘડાટી બોલાવે ખાસ કરીને પોતાના વાંધા વાળા કે મેળમાં ન હોય તેવા રહેણાંક વિસ્તારમાં ખાસ વધારે રોકાઈને હથીયારો પછાડી બીભત્સ બોલી વાતાવરણ ભયજનક બનાવી દેતો. ગૌતમગઢ ગામ એક આ ડ્રાયવરને બાદ કરતા એકંદર સુંવાળુ શાંત અને બીન ઉપદ્રવી એટલે ચતુરસિંહનો કોઈ સામનો કરતા નહિ કે તેને કોઈ વારતા પણ નહિ. આથી ધીમેધીમે ચતુરસિંહનો ત્રાસ વધતો ચાલ્યો અને ચતુરસિંહ ટ્રક લઈને ગામમાં આવે એટલે ગામ અખાના બાળકો, વૃધ્ધો, બૈરાઓ ઘરમાં જઈ બારી બારણા બંધ કરી દેતા કે આની સાથે કોણ લપ કરે ગામમાં સ્વયંભૂ કફર્યું. (સંચારબંધી)

ચતુરસિંહનો ત્રાસ અતિશય વધી જતા એક ત્યાંના દરબારે ડરતા ડરતા જયદેવને આ ચતુરસિંહની બાતમી આપી જયદેવે નાયકા ડેમ ઉપર આંટો મારવાના બહાને ગૌતમગઢ જઈ ખાત્રી કરી બાતમી પૂરી સત્ય હતી પણ તેને હથીયાર અને દારૂ‚ પીધેલ હાલતમાં પકડવો મુશ્કેલ હતો કેમકે ગૌતમગઢનું જુનુ નામ નાયકા હતુ આઝાદી પછી નાયકાના પાદરમાંથી પસાર થતી ભોગાવો નદી ઉપર ડેમનું બાંધકામ થતા નાયકા ગામ ડુબમાં જતા નવુ ગામ ઉંચાણ વાળા ભાગ ઉપર વસાવવાનું નકકી થયેલુ અને નવા ગામના બાંધકામના દાતા મુળ નાયકા ગામના પણ મુંબઈ સ્થાયી થયેલા કોઈ ધનિક શ્રેષ્ઠી હતા આ શ્રેષ્ઠીએ નવા ગામનું નામ પોતાના પુત્ર ગૌતમના નામ ઉપરી ગૌતમગઢ રાખેલું.

ગામનું નામ તો ભગવાન ગૌતમબુધ્ધ શાંતિના પ્રતિક સમુ હતુ પણ આ ગામમાં અંગુલી માલ લૂંટારા ચતુરસિંહનો ત્રાસ અને ભય અતિશય વધી ગયો હતો. ગૌતમ બુધ્ધ તો ભગવાન હતા તેમના તપ અને તેજ વડે અંગુલી માલને દાનવમાંથી માનવ બનાવ્યો પણ જયદેવ ભગવાન નહિ પણ મનુષ્યતો હતો ને પોતાની માનવ મર્યાદા અને કાયદાની મર્યાદાથી સમાજમાં જે સુખ શાંતિ કે સુધારા થાય તે માટે પ્રયત્નો કરતો હતો.

ગૌતમગઢ નવુ વસાવેલુ આધુનિક શૈલીનું પધ્ધતિસરના રસ્તા, બાંધકામ, મકાનો વિગેરે અને રસ્તા ખૂબજ પહોળા ગામના એક પાદરથી બીજા પાદર સીધું જોઈ શકાય ચતુરસિંહ દારૂ‚ પીને હથીયારો સાથે ચાર રસ્તા ચોકમાં જ ઉભો રહી ખેલ નાખતો એક દિવસ સવારમાં જ બાતમીદારે કહ્યું કે અત્યારે જ ચતુરસિંહે ખેલ ચાલુ કર્યો છે. અને એક બે કલાક ચાલશે. પણ તમે જીપ લઈને જશો તો તે દૂરથી જોઈને જ નાસી જશે માટે સાદા કપડામાં મોટર સાયકલ ઉપર જાવ તો મેળ પડે.

જયદેવે પોતાના અંગત સ્ટાફને ભેગો કર્યો રાયટર જયુભાએ જયદેવને કહ્યું ‘સાહેબ આ ચતુરસિંહને હું ઓળખું છું સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનમાં હતો ત્યારથી જ મારા મારીના ત્યાંના ગુન્હાનો વોન્ટેડ (નાસતો ફરતો) આરોપી છે. આ આરોપી સુરેન્દ્રનગરનો માથાભારે અને જેનાથી પોલીસ પણ ડરે છે. તે ટ્રાન્સપોર્ટર કાળુભા કાણીયાનો ડ્રાઈવર છે. આ કાળુભા હાલતા ચાલતા પોલીસ વિ‚ધ્ધ ખોટી ફરિયાદો કરતો ફરે છે.

તેથી તેમના ટ્રક અને ડ્રાઈવરો પેસેન્જરો ભરે કે ઓવરલોડ ભરે તો પણ પોલીસ તેમની વિ‚ધ્ધ કાંઈ કાર્યવાહી કરતા નથી. આનું કોઈ થી નામ ન લેવાય માટે આપણે પણ તૈયારી રાખવી પડે નહિ તો કાળુ કાણીયો બહુ હરામી છે. જયદેવે કહ્યું કાંઈ વાંધો નહિ તૈયાર થાવ હથીયારો લઈ લો.

જયદેવે જકાત નાકે આવી સરા ગામની ખાનગી જીપ નીકળતા ઉભી રખાવી અડધા કલાક માટે ઉપયોગમાં લેવા માટે લઈ લીધી. જયદેવે તથા તેનો અંગત સ્ટાફ ખાનગી જીપમાં બેઠા પોલીસ જીપ ખાલી લીધી મુળી રેલવે સ્ટેશન આવતા પોલીસ જીપને ઉભી રાખી ડ્રાઈવરને કહ્યુ તું દસ મીનીટ પછી ગૌતમગઢ આવજે મુળી રેલવે સ્ટેશનથી ગૌતમગઢ એક કિલો મીટર જ દૂર હતુ.

જયદેવે યુનિફોર્મ પહેરીને ખાનગી જીપમાં પુરી તૈયારી સાથે બેઠો હતો. જીપ ગૌતમગઢ ગામના પાદરમાં આવતા જોયું તો દૂર ચોક વચ્ચે ચતુરસિંહ એક હાથમાં તલવાર હવામાં ઉપર નીચે કરતો હતો અને બીજા હાથમાં ગુલાબી રંગનું મ્યાન રહી ગયું હતુ જયદેવે કહ્યું લગ્નમાં વરરાજાએ જાલવાની તલવાર લાગે છે. આજે આપણે ચતુરસિંહનું સરકારી ફુલેકુ ફેરવી દઈએ જીપમાં તમામ હંસી પડયા ચતુરસિંહ કાંઈક મોઢેથી બોલતા હતા અને તલવાર અધ્ધર જ હતી.

જીપ ને જોઈ મોઢુ બંધ થઈ ગયું અને તલવારતો અધ્ધર જ રહી ગઈ પણ સરાની જીપનો ડ્રાઈવર ગભરાઈ ગયો જીપને સાવ નજીક લઈ જવાને બદલે થોડી દૂર ઉભી રાખી દીધી જયદેવે રીવોલ્વર હાથમાં લઈ લીધી અને નીચે ઉતર્યો તથા સ્ટાફ પણ ફટાફટ પોત પોતાના હથીયારો સાથે નીચે ઉતર્યો આ જોઈને ચતુરસિંહનો નશો ઉતરી ગયો અને તલવાર જે હવામાં અધ્ધર હતી તે નીચે આવી ગઈ. જયદેવ જયુભા, પ્રતાપસિંહ અને ભુપતસિંહ તેને ચારે બાજુથી ઘેરી લીધો આથી ચતુરસિંહે ચતુરાઈ પૂર્વક તલવાર અને મ્યાન જ જમીન ઉપર ફેંકી હાથ ઉંચા કરીને બોલ્યો ‘સાહેબ ભડાકો કરતા નહિ તમારી ગાય છું.’ પોલીસ જવાનો આક્રમક મૂડમાં હતા પણ જયદેવે કહ્યું નહિ હવે તેણે શરણાગતી સ્વીકારી લીધી છે જયુભાએ જમીન ઉપર પડેલ તલવાર અને મ્યાન ઉપાડી લીધા અને પ્રતાપસિંહ તથા ભુપતસિંહે ચતુરસિંહને પકડી લીધો હતો.

જયુભાએ તલવાર જોતા જોતા ચતુરસિંહને કહ્યું કે આ તલવારને અણબોટણ કરાવ્યું નથી લાગતુ કોરી ધાકોર છે. દરબારોએ આવી તલવાર રાખવી તે અપશુકન કહેવાય. તેમ કહી ચતુરસિંહનો હાથ પકડયો અને કહ્યું લાવો ટચલી આંગળી તમારા લોહીથી જ તલવારને અણબોટણ કરાવી દઈએ ચતુરસિંહ ઢીલો થઈ ગયા તેથી જયુભા બોલ્યા અરે ચતુરસિંહ તમે પરમાર થઈ ને શું ઢીલા પડી ગયા.

આ ફોજદાર સાહેબ પરમારોની વાત લઈ જશે! આથી ચતુરસિંહને શુરાતન ચડયુંં અને જાતે જ તલવારની ધાર સાથે પોતાનો અંગુઠો ઘસીને અંગુઠામાંથી લોહી કાઢીને તલવારને ચાંદલો કર્યો. ભુપતસિંહ ઝાલાએ કહ્યું સાહેબ જોયો પરમારોનો વટ ? જયદેવે કહ્યુ સવાલ જ નથી ને ! રૂણપારકર (પાકિસ્તાન)માં છેક છેલ્લે સુધી લડીને સૌથી છેલ્લે પરમારો સૌરાષ્ટ્રમાં આવ્યા છે તો આટલુ ઝનુન તો હોય જ ને? ત્યાં જ પોલીસની જીપ આવી જતા સરાની જીપનો ડ્રાઈવર ઉમંગમાં આવી ગયો જયદેવે તેને હાથથી ઈશારો કરતા જ તેણે જીપ ગેરમાં નાખી દીધી.

ચતુરસિંહને મુળી લાવી સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનમાં જયદેવે ટેલીફોનથી પુછયું કે ચતુરસિંહ તેમના ગુન્હામાં વોન્ટેડ છે કે કેમ? આથી સીટી પીઆઈ પટેલે કહ્યું કે શું પકડી પાડયો ? ભારે કામ થઈ ગયું ખૂબ રજુઆતો અને અરજીઓ થાય છે કે કોઈ પકડતુ નથી પરંતુ ચતુરસિંહ જ કહ્યું કે મને કોઈએ કયારેય પકડયો નથી. હું સીટી પોલીસ સ્ટેશન પાસે ટાવર ચોકમાંજ આવતા જતા ટ્રક ઉભો રાખી હંમેશા ચા પાણી પીઉ છું મને કોઈ બોલાવતું નથી

પ્રતાપસિંહે કહ્યું તારેથી કોઈ ફાટી પડતુ નથી પણ સીટી પોલીસ તારા ચૌદશીયા શેઠ કાળુભા કાણીયા ખોટી ફરિયાદો કરે છે. તેથી ડરે છે. હવે કાણીયાને કહે જે કે મુળી ફોજદાર વિ‚ધ્ધ કાંઈક કરે તો ખબર પડે કે પોલીસ શું ચિજ છે. એકાદ કલાકમાં સુરેન્દ્રનગર સીટી પોલીસ જીપ લઈને ચતુરસિંહને લેવા આવી ગઈ પણ જયદેવે ચતુરસિંહ વિ‚રૂધ્ધ બે ગુન્હા એક દારૂ‚ પીધેલનો અને બીજો હથીયાર બંધી જાહેરનામા ભંગનો બી.પી.એ. ૧૩૫ મુજબ દાખલ કરાવ્યા હતા. તેથી કહેવરાવ્યું કે આરોપીને મુળી કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટથી મેળવી લેવો.

મુળીનું ચાણપર ગામ તાલુકાનું સીમાડા ઉપર આવેલ છેલ્લુ ગામ જે વઢવાણ તાલુકાના રામપરા આઉટ પોસ્ટની નજીક આવેલું હતુ. ચાણપર ગામ શાંતિપ્રિયને સંસ્કારી તથા ધાર્મિક ગામ હતુ. પણ એક જાનુભા જોરાવરનગરથી દેશી દા‚ બનાવવાની પધ્ધતિ શીખી લાવેલ. અને પાછા પોતે દા‚રૂના બંધાણી થઈ ગયેલા તેથી જાતે જ જુના ગોળનો આથો નાખી દારૂ‚ બનાવતા ગામના ભણેલા અને સંસ્કારી દરબારોને થયું કે આ દારૂ‚ની કુટેવ જાનુભાઈનો તો નાશ કરશે પણ ગામના છોકરાઓને પણ બગાડશે આથી ગામમાં શાંતિ ને બદલે કલેશ અને કંકાસનું વાતાવરણ થશે. આથી તેમણે મુળી જયદેવનો સંપર્ક કરી આ વાત કરી આ જગ્યા એ રેઈડ કરવા કહ્યું તથા વધારામાં કહ્યું કે ફરીથી જાનુભાઈ આ ધંધો ન કરે તે માટે થોડો ડારો ડફારો પણ કરજો. જયદેવે ચાણપરમાં જાનુભાઈને તેમની વાડીમાંથી જ ચાલુ દેશી દારૂ‚ની ભઠ્ઠી સાથે પકડી પ્રોહીબીશન એકટ કલમ ૬૬ બી ૬૫ એઈ ૮૫ (૧,૩) ૮૧ વિગેરે મુજબ ગુન્હો દાખલ. કરાવ્યો. જયદેવને એમ કે દારૂ‚ડીયા એમ થોડા ડારા ડફારાથી ડરી જાય ? આથી જાનુભાઈને કોર્ટમાં રજૂ કરતા પહેલા ચેમ્બરમાં બોલાવી આંખો કાઢી કડક શબ્દોમાં કહ્યું કે આ કેસ સીવાય પણ બીજુ શું શું થઈ શકે ! જો હવે

દારૂ‚ના કેસમાં પકડાય તો આ તમને કહ્યું તે બધુ તમારી ઉપર અજમાવવાનું છે. અને વળી તમારા ગામમાં જ બે આબ‚ જશો સમજયા? જાનુભા કોર્ટમાંથી જામીન ઉપર છૂટીને ચાણપર ગયા ભઠ્ઠીતો ન નાખી પણ દા‚રૂ પીધા સિવાય ચાલે નહિ તેથી બાજુના ગામડા રામપરા ફૂલગ્રામથી દા‚રૂ લાવીને પી લે. પણ આ દરરોજની માથાકૂટ બાજુના ગામડેથી દા‚રૂ લાવવાની તેમને મોંઘી પડવા લાગી. આથી થોડા દિવસ પછી પાછી પોતાની જ વાડીમાં ભઠ્ઠી નાખી દારૂ‚ ગાળવા લાગ્યા દા‚રૂ પીને વાડીએ જ સુઈ રહેતા બધુ સમેસુતરે ચાલતુ હતુ પરંતુ જાનુભા થયેલ કેસની મુદતે જવાનું ભૂલી ગયા હશે તેથી જામીન લાયક વોરંટ નીકળ્યું જમાદારે ચાણપર જઈ જાનુભાઈને વોરંટ બજાવ્યું જામીન લઈ જામીન પર છોડયા અને મુદતની તારીખ આપી અને જમાદારે પણ જાનુભાઈને ફોજદાર જયદેવની ધમકી આપી કે તારીખે હાજર નહિ રહો તો ફોજદાર બહુ આકરો છે. આબ‚ બે આબ‚ કરી નાખશે અને ગામમાં મોઢુ દેખાડવા જેવા નહિ રહો. એમ કહી જમદાર નીકળી ગયા.

જનુભાઈ દા‚ડીયો ખરો પણ આબ‚ની ખૂબ ચિંતા રાખતો મુદતની તારીખ નજીક આવતી ગઈ તેમ તેમ તેમની ચિંતા વધતી ચાલી અને ચિંતા ને કારણે દારૂ‚ વધારે પીતા ગયા કોઈ બીજો કેસ તેમની ઉપર થયો નહતો. ફકત કોર્ટમાં મુદતે હાજર જ રહેવાનું હતુ પરંતુ નશામાં ભાન ભૂલી ગયેલા કોર્ટની તારીખના આગલા દિવસે સાંજે દા‚ની ભઠ્ઠી ચાલુ કરી દા‚ ગાળવાનું ચાલુ કર્યું. પહેલી ધારનો ગરમા ગરમ દારૂ‚ જનુભા કોરેકોરો પાણી નાખ્યા વગર જીંકી ગયા અને તેમને નશાની જોરદાર ફટકી લાગી ગઈ. તેઓ બકબક કરવા લાગ્યા કે હવે આ ફોજદાર આબ‚ પાડી દેશે આમ વિચારી વધારે ઝનૂન થી બીજો દા‚નો પેગ લગાવ્યો આમ પેગ ઉપર પેગ મોડી રાત્રી સુધી મારતા રહ્યા અને ભઠ્ઠી ઉપર દા‚ ઉતારતા ગયા અને પીતા ગયા.

સવારના નવ વાગ્યા સુધી જાનુભાઈ ઘેર નહિ આવતા તેમના ભાઈ તેમને શોધતા વાડી આવ્યા તો ભઠ્ઠીની બાજુમાં જ જનુભાઈની લાશ પડેલ હતી. જનુભાઈ બેભાન થઈ ગયા ત્યાં સુધી દારૂ‚ પીધેલો અને અતિશય દારૂ‚ના કારણે મરણ ગયેલા જનુભાની લાશ ને મુળી હોસ્પિટલમાં લાવ્યા. એડી જાહેર થઈ જયદેવને સમગ્ર સમાચાર મળ્યા. જયદેવને અંગત રીતે ખૂબજ દુ:ખ લાગ્યું અને મનમાં વિચાર્યું કે પોતે આ બનાવના બહાના રૂ‚પ તો બન્યો કોર્ટનું જામીન લાયક વોરંટ બજાવનાર જમાદાર બન્યા પરંતુ આ બનાવ અંગેનું દુ:ખ તેને આજે પણ છે.

ગૌતમગઢના ચતુરસિંહ તો બે દિવસમાં મુળી અને સુરેન્દ્રનગરની કોર્ટમાં જામીન આપી છૂટી ગયા. તેમને છોડાવવાની તમામ કાર્યવાહી ટ્રાન્સ્પોર્ટર કાળુભા કાણીયાએ કરી પરંતુ કાળુભા ને દુ:ખ એ વાતનું હતુ કે મુળી ફોજદાર જયદેવ વિરૂ‚ધ્ધ કોઈ ખોટી ફરિયાદ કરી શકયો નહિ કેમકે ફોજદાર જયદેવનું સાક્ષી આખુ ગૌતમગઢ ગામ હતુ.

પરંતુ બે મહિનામાં જ આ કાળુભા કાણીયાના બીજા એક ટ્રક ડ્રાઈવરે શેખપર પાસે ટ્રક ઉંધો નાખ્યો તેમાં મુળી પછી આવતા જસાપરનાં પાટીયેથી સુરેન્દ્રનગરના પેસેન્જર બે ત્રણ બેસાડેલા તે પૈકી એકનું આ ટ્રક પલ્ટી ખાઈ ગયો તેમાં દબાઈ જવાથી મૃત્યુ થયું. જયદેવને એકસીડેન્ટના સમાચાર મળતા તાત્કાલીક તે બનાવવાળી જગ્યાએ આવ્યો ત્યાં ટ્રકનો કલીનર હાજર હતો તેથી તેની કાયદેસરની ફરિયાદ ડ્રાઈવર વિરૂ‚ધ્ધ નામ જોગ બેદરકારી અને નિષ્કાળજીભરી રીતે પૂર ઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ટ્રક ચલાવતા ટ્રક પલ્ટી ખાઈ જતા જસાપરના પાટીયેથી બેસેલ પેસેન્જરો પૈકી એકનું ટ્રકમાં દબાઈ જવાથી મરણ થયેલ હોય ભારતીય ફોજદારીધારા કલમ ૨૭૯ ૩૦૪ અ તથા મોટર વ્હીકલ એકટની વિવિધ કલમો મુજબ નોંધી ગુન્હો દાખલ કરાવ્યો. જયદેવે લાશનું ઈન્કવેસ્ટ પંચનામું કરી ટ્રક ને એમ.વી.એકટ ક. ૧૨૯ મુજબ ડીટેઈન કરી આર.ટી.ઓને યાંત્રીક ચકાસણી કરવા રીપોર્ટ કર્યો. બે પોલીસ જવાનોને બનાવવાળી જગ્યાએ રાખ્યા. રાત્રી થઈ જતા જયદેવ તેની તપાસ કરી મુળી જતો રહ્યો.

આ બનાવ શેખપર ગામના પાદરમાં હાઈવે ઉપર બસ સ્ટેન્ડની નજીક બનેલો જેથી લોકો એકઠા થયેલા પણ જોગાનું જોગ તે દિવસે શેખપરનાં સરપંચ ઈન્દ્રજીતસિંહ ઉર્ફે ઈન્દ્રુભા અને બીજા બાપાલાલ પણ આ જગ્યાની સામે બસ સ્ટેન્ડમાં બેઠા હતા.

આ બાજુ સુરેન્દ્રનગર કાળુભાને તેમના ડ્રાઈવરે જ સમાચાર આપ્યા કે રાજકોટથી સામાન ભરીને આવતા ટ્રક શેખપર પાસે પલ્ટી ખાઈ જતા એક પેસેન્જર દબાઈ મર્યો છે. કાળુભા આમતો સુરેન્દ્રનગરમાં માથુ કહેવાતો અને પોલીસ વિરોધી માનસ અને રાડીયો માણસ તેથી જીલ્લા આખાની પોલીસ તેનાથી ડરતી પણ તેણે ફોજદાર જયદેવનું નામ અને કામ જાણેલું કે મોટા મોટા ચમર બંધીને પણ ‘મીણ કહેવરાવી દે’ છે અને બનાવ પણ મૂળીની હદમાં બનેલો હતો. તેથી પોતે એકલા નહિ આવતા ઢાલ ‚રૂપે પોતાની ટ્રાન્સપોર્ટની ઓફીસે દરરોજ સાંજે બેસવા આવતા નિવૃત હોમ પોલીસ ઈન્સ્પેકટર સાહેબ ને સાથે લીધા. મુળ કાળુભાનો ઈરાદો બનાવના સ્થળે જ ડખો કરી દેકારો અને રાડારાડ કરી પોલીસનું મોરલ ડાઉન કરવાનો હતો જો વધારે પડતુ થઈ જાય તો આ નિવૃત પોલીસ અધિકારીને હિસાબે બચાવ પણ થઈ જાય આમ હચુડચું મનથી નકકી કરી પરાણે હોમ પીઆઈ સાહેબને સાથે લેવા તેમને સમજાવ્યા કે શેખપર આ રહ્યું આઠ કી.મી. તો જવાનું છે હમણા પાછા આવી જઈશુ.

કાળુભા તેમની કાર લઈ હોમ પીઆઈ જો ડે બનાવવાળી જગ્યાએ આવ્યા ત્યાં બે પોલીસ વાળા તથા ટ્રકનો કલીનર હાજર હતા કાર આવેલી જોઈ તથા હોમ પીઆઈ ને પણ જોયા તેથી સરપંચ ઈન્દુભા તથા બાપાલાલ પણ ટ્રક પાસે ગયા. કાળુભાએ કલીનરને પુછપરછ કરી પોલીસે કાગળો કઈ રીતે બનાવ્યા તે જાણ્યું કલીનરે કાળુભાને કહ્યું કે મેં ફોજદાર સાહેબને કહ્યું કે આ મરનારને ટ્રકના મજૂર તરીકે દર્શાવો તો વિમો જેતે વિમા કંપની એ ચૂકવવો પડે પણ પેસેન્જર તરીકે બતાવો તો વિમો ટ્રકના માલીકે ચૂકવવો પડે તેથી મેં ઘણી આજીજી કરી પણ ફોજદાર સાહેબે કહ્યું ખોટું ન લખાય જે હોય તેજ લખાય તેમ કહી તેમણે તે રીતે જ કાગળો કર્યા આ વાત સાંભળી ને કાળુભાના મોતીયા મરી ગયા કે મરનાર વ્યકિતનો આવડો મોટો કલેઈમ હવે પોતાને ટ્રક ના માલીક તરીકે ભરવો પડશે. આથી ધડીકતો તેઓ અવાચક થઈ ગયા, બોબડી બોલતી બંધ થઈ ગઈ. પરંતુ અચાનક જ જાકનો અને હિંમતનો ઘુંટડો ગળીને રાડા રાડ અને દેકારો કરી મૂકયો.

દરમ્યાન આ જગ્યાએ શેખપરનાં હરપાલસિંહ પરમાર ઉર્ફે તાલાબ શેઠ પણ આવી પહોચ્યા કાળુભાને આ તમામને જોઈને વધુ ઝનુન ચડયું તેથી પોલીસ વાળાને તાડુકી તાડુકીને ફાવે તેમ બોલવા લાગ્યા હોમ પીઆઈ પણ આ દ્રશ્ય જોઈને અચંબો પામી ગયા પણ કાયમના ચા-પાણીના વ્યવહાર તેથી ચૂપ રહ્યા. પણ હરપાલસિંહે કહ્યુંં ‘કાળુભા જો ફોજદાર જયદેવ અહિં હાજર હોય ને આટલુ બોલો તો તમને ભાયડો કહું પણ તે હાજર નથી અને આ તમારા નાટકના સમાચાર જો જયદેવ મળશે તો તે જો નાઈટ ડ્રેસમાં હશે તો તેની ઉપર પણ રીવોલ્વર ચડાવીને તરત આવી જશે અને સાંભળી લ્યો આ પોલીસ વાળાની જ તમારી વિ‚ધ્ધની સરકારી ફરજમાં ‚કાવટની ફરિયાદ લઈ તમને પણ મુળીના લોકઅપની જાત્રા કરાવી દેશે અને લોકઅપમાં ધાલીને નાની યાદ ન કરાવી દે તો હું હરપાલસિંહ મટી જાઉ કહો હોમ પીઆઈ સાહેબ આપનું શું કહેવું છે? હોમ પીઆઈ સાહેબે કહ્યું ‘સો ટકા સાચી વાત છે. આ ફોજદાર કોઈની શેહ શરમ રાખતો નથી. અને તમામ બાબતો કાગળો ઉપર જ લઈ લે છે. મને અહિં ભૂંડો લગાડવા ખોટો લાવ્યા’ હોમ પીઆઈની ઢીલી વાત સાંભળતા જ અને ‘સરકારી ફરજમાં ‚કાવટ’ની ફરિયાદની વાત સાંભળી કાળુભા મનમાં તો ઢીલા પોચા હતા જ પરંતુ હોમ પીઆઈને હિસાબે જોર કરતા હતા તેવામાં હોમ પીઆઈએ જ આવી વાત કરતા કાળુભા કાણીયો ફસકી પડયો અને હરપાલસિંહને આજીજી કરવા લાગ્યો કે ‘બાપુ હવે તમે ફોજદારને જાળવી લેજો સમજાવી લેજો ભુલ થઈ ગઈ’ હરપાલસિંહે કહ્યું આ ફોજદાર હવે કોઈનું ના માને, પહેલા આ કોન્સ્ટેબલની સરકારી ફરજમાં ‚કાવટ’ની ફરિયાદ લખી મુળી રવાના કરશે અને તે સૌ પ્રથમ તમારી ટ્રાન્સ્પોર્ટની ઓફીસે તમારી વાનાખાત્રી માટે આવશે અને ત્યાં તમે નહિ હો તો તમારા ઘેર આવશે પણ રાત્રે આવશે તે ચોકકસ સમજી લો અને સરભરા બરાબર કરશે. કાળુભા આમેય ૫૫ થી ૬૦ વર્ષનાં અને હરપાલસિંહ પણ સુરેન્દ્રનગરમાં પીઢ અને જાણીતા વ્યકિત જુઠુ બોલે નહિ આમ કાળુભા ને પંડમાં વગર ડાકલે ધ્રુજારી અને ઓતાર આવી ગયો.

કાળુભાએ કાર ચાલુ કરી અને હોમ પીઆઈને લઈ ને એમ માનો ને કે લગભગ ભાગ્યો જ. સુરેન્દ્રનગર સીધા પોતાની ટ્રાન્સપોર્ટ ઓફીસે આવી ને કહ્યું કે પોલીસ આવે તો કહેજો ઘેર નથી બહારગામ ગયા છે. અને એક ટેલીફોન નંબર આપ્યો કે આ ખાનગી રાખજો આના ઉપર જે નવા જૂની હોય તેના સમચાર આપતા રહેજો તે ટેલીફોન જનતા ગેસ્ટ હાઉસના હતા હોમ પીઆઈ ને કાળુભાએ વિનંતી કરીકે આજની રાત્રી મહેરબાની કરીને મારી સાથે રહો જમવા કારવવાનું ગેસ્ટ હાઉસમાં આવી જશે.

મુળી જયદેવને આ નાટકની ખબર પડી એટલે તે તુરત જ જીપ લઈને શેખપર પહોચ્યો બનેલ બનાવની પુરી વિગત જાણી જયદેવે તેના નિયમ મુજબ કાગળ કાઢી ચાર લીટીની સરકારી ફરજમાં ‚કાવટની ફરિયાદ લખવા જતો હતો ત્યા હરપાલસિંહ આવી ગયા અને જયદેવને વિનંતી કરી ‘સાહેબ રહેવા દયો કાળુભા તો ગઢ્ઢા થયા અકકલ ન આવી પણ એક નિવૃત અને સજજન પોલીસ અધિકારીના નામે જતુ કરો મેં તમારા નામે બરાબર દમ માર્યો છે. લગભગ ઝાડા થઈ ગયા હશે તેઓ ટ્રાન્સપોર્ટ ઓફીસે કે ઘેર હશે જ નહિ પણ સુરેન્દ્રનગર તેની ટ્રાન્સપોર્ટની ઓફીસે તેની તપાસ કરતા આવો એટલે તેને પૂરી સજા મળી જશે.

જયદેવને આમેય ટ્રકના ડ્રાઈવરની તપાસ કરવાની હતી તથા ટ્રાન્સપોર્ટનું રેકર્ડ લેવાનું હતુ તેથી સુરેન્દ્રનગર આવ્યો ઓફીસે મહેતાજી હાજર હતા તેને જયદેવે કડકાઈથી પુછપરછ કરતા મહેતાજી એ હાથ જોડીને કહ્યું શેઠ બહારગામ ગયા છે. જયદેવે રાયટર જયુભાને પુછયું આ ગામમાં ગેસ્ટ હાઉસ કેટલા છે? જયુભાએ કહ્યું ‘સાહેબ ઢગલા બંધ છે’ જયુભાએ પણ મહેતાજીને કહ્યું ‘તમારા શેઠને કહેજો આ મુળી પોલીસ છે. જો તમારા શેઠને કોશ જેટલુ કઢાવી ન નાખે તો યાદ કરજો’ અને જયદેવ મુળી રવાના થઈ ગયો.

પાછળથી મહેતાજીએ કાળુભાને જનતા ગેસ્ટ હાઉસમાં ટેલીફોનથી મુળી ફોજદાર અને તેમની ટીમ આવી હતી તે કહ્યું તથા ફોજદાર તેમના કોન્સ્ટેબલને પુછતા હતા કે આ ગામમાં ગેસ્ટ હાઉસ કેટલા છે. આ સાંભળી કાળુભા પરસેવે રેબઝેબ થઈ ગયા અને હોમ પીઆઈ ને કહ્યું ‘સાહેબ આજે તમે મારા ભગવાન મને બચાવી લેજો.’ હોમ પીઆઈએ કહ્યું તેને આવવા તો દે? પણ કાળુભાના જાક રહ્યા નહિ તેને થયું કે કયાંક ઓચિંતો જયદેવ આવી જાય અને હોમ પીઆઈ સમજાવે તે પહેલા જ આબ‚ ના કરી નાખે તો? ભયથી કાળુભા ગેસ્ટ હાઉસમાં ‚રૂમના બાથ‚મને અંદરથી બંધ કરી તેમાંજ આખી રાત રહ્યા.

આ તમામ બાથ‚મમાં રાત કાઢ્યા વિગેરેની વાત કાળુભાના જાણકાર હરપાલસિંહે જ બીજે દિવસે જનતા ગેસ્ટ હાઉસ વાળા પાસેથી જાણી મિત્ર મંડળમાં તમામને અને ખાસ પોલીસને આનંદ કરાવ્યો !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.