Abtak Media Google News

ગવર્નર ઓ.પી.કોહલીએ ૧૧ બીલ પાસ કર્યા, ૩ રાષ્ટ્રપતિ પાસે મોકલ્યા

પોલીસ પાસેથી સનિક રેસ્ટોરન્ટને લાયસન્સ આપવાની સત્તા આંચકી લેતા ધી ગુજરાત પોલીસ બીલ ૨૦૧૮ને ગવર્નર ઓ.પી.ગોહલીએ પાસ કર્યું છે. આ બીલની સાો સા અન્ય ૧૧ બીલને પણ ગવર્નરની મંજૂરી મળી છે. અન્ય ૩ બીલને રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવ્યા છે.

ગુજરાતના ગવર્નર ઓ.પી.કોહલીએ ગુજરાત વિધાનસભાએ ગત બજેટ સેશનમાં પારીત કરેલા ૧૪ વિધેયકનો નિકાલ કરવાનો પ્રારંભ કર્યો હતો. જેમાંથી ૩ બીલને રાષ્ટ્રપતિ પાસે મોકલી દેવામાં આવ્યા છે. જયારે ૧૧ બીલને ઓ.પી.કોહલીએ જ પાસ કર્યા છે.

ગવર્નર ઓ.પી.કોહલીએ રાષ્ટ્રપતિ સમક્ષ ધી ગુજરાત સેડયુલ કાસ્ટ (એસસી), સેડયુલ ટ્રાયબ (એસટી) એન્ડ અધર બેકવર્ડ કલાસીસ (ઓબીસી) રેગ્યૂલેશન ઓફ ઈસ્યુઈન્સ તેમજ વેરીફીકેશન ઓફ કાસ્ટ સર્ટીફીકેટ બીલ ૨૦૧૮ તા ધી રજીસ્ટ્રેશન બીલ ૨૦૧૮ને રાષ્ટ્રપતિ સમક્ષ મોકલ્યા હોવાનું જાણવા મળે છે. ગવર્નર ઓ.પી.કોહલીએ ગુજરાત સ્ટેમ્પ બીલને મંજૂરી આપી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.