Abtak Media Google News

બાળકોને દરેક વસ્તુ આપવા માટે એક યોગ્ય ઉંમર હોય છે, જો તેઓને તે વસ્તુ ઉંમર પહેલા મળી જાય તો તેની ખરાબ અસર થાય છે

અબતક,રાજકોટ

ઇલેક્ટ્રિક ગેજેટ્સએ માનવીને સુખ, સુવિધા અને સવલતો પૂરી પાડવા માટે અને કાર્યને સહેલું બનાવવા માટે હોય છે. પણ માણસ જયારે તેના જ આધારિત બની રહે તો એ એક નિષેધક બાબત બની રહે છે. ઘણા બાળકોને જોતા હોઈએ કે જ્યા સુધી તેના માતા પિતા ભોજન વખતે અમુક પ્રકારના ગીતો કે વિડીયો શરુ ન કરે ત્યાં સુધી બાળકો જમતા નથી. ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ના કારણે માનવીનું જીવન પહેલાની સરખામણીમાં ઘણું સરળ થયું છે. પરંતુ તેની શક્તિઓ માં બધી જ રીતે નોંધપાત્ર ઘટાડો પણ થયો છે. તેમાંની એક સૌથી મહત્વની શક્તિ યાદશક્તિ કે સ્મૃતિશક્તિ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જેવા કે’ ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર ના કારણે ઘણા ફાયદાઓ થાય છે. એ વાત સાચી પરંતુ તેના વધુ પડતા ઉપયોગના કારણે મગજ પર ઘણી જ ખરાબ અસરો જોવા મળે છે.

95.6 ટકા લોકોના મતે ઈલેકટ્રીક ગેજેટ્સના વધુ પડતા ઉપયોગથી વ્યકિતનો સ્વભાવ ચિડિયો બનતો જાય છે

સરળ ગણાતા સરવાળા અને બાદબાકી માટે વિદ્યાર્થીઓ મશીનોનો ઉપયોગ કરતા થયા છે. કઈપણ લખવું હોય તો પેન થી કાગળ પર લખવાની જગ્યાએ મોબાઈલમાં ટાઇપ કરી લખતા થયા છે તો આ સંદર્ભે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની *જાડેજા હાર્દિકાબા અને પંડ્યા શ્રદ્ધા એ ડો. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં* ગેજેટ્સની સ્મૃતિ શક્તિ પર અસરો વિશે અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં કુલ 1135 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. જે નીચે મુજબ જોવા મળ્યા.

ઇલેક્ટ્રિક ગેજેટ્સ ની સ્મૃતિ,બાળમાનસ અને વિદ્યાર્થીઓ પર પડતી અસરો

આધુનિક યુગમાં ઇલેક્ટ્રિક ગેજેટ્સની માનવીના જીવન પર કેવી અસર થાય છે? જેમાં *69.6%* એ નિષેધક,

*18.4%* એ વિધાયક અને *12%* એ જણાવ્યું કોઈ અસર જોવા મળતી નથી

*બાળકો અને કિશોરોથી લઈ ને પુખ્તવયનાં લોકો સુધી આ ટેકનોલોજી એ દરેક વયજુથના વ્યક્તિને આકર્ષ્યા છે. તેની અસર બાળકો સ્મૃતિશક્તિ પર થાય છે.

*બાળકોની લાંબા ગાળાની સ્મૃતિ શક્તિ પર અસર થઈ શકે. લાંબા સમય સુધી બાળકો ઘણી બાબતો યાદ રાખી શકતા નથી.

*કૌટુંમ્બિક પરંપરાઓ વિશે શીખવામાં નિષ્ફ્ળ જાય છે. તેઓ આઉટડોર પ્રવૃતિઓ પસંદ કરવાનું બંધ કરે છે. તેઓ ને રોકવાના પ્રયાસો કરો તો તેનામાં હઠીલાપણું અને ચીડિયાપણું જોવા મળે છે.

*આ ડિજિટલ ગેજેટ્સ સમ્રગ બાળપણની જીવનશૈલી બદલી રહ્યા છે. રમકડાં, ટીવી, રમતના મેદાનો અને વાર્તોઓને પણ બદલી રહ્યા છે.

*ઘણા ઇલેક્ટ્રિક ગેજેટ્સની સ્વાસ્થ્યને લગતા જોખમો જેમ કે પીઠનો દુખાવો, ગરદન તથા ખંભામાં તાણ, કાંડામાં દુખાવો, આંખની તાણ, માથાનો દુખાવો, શારીરિક થાક, ખરાબ સ્લીપ પેટેર્ન વગેરે પણ જોવા મળે છે. આવા સાધનો ના કારણે એકલાપણાં રહેવાનું વધારે પસંદ કરે છે તેથી તેના વિકાસમાં અવરોધ રૂપ બને છે અને તેની સમૃતિ પર પણ અસર થતી જોવા મળે છે .

*જે બાળકો ગેજેટસનો વધુ પડતો ઉપયોગ કરે છે, તેમની સામ-સામે ક્રિયાપ્રતિક્રિયાની માત્રામાં ઘટાડો થવાને કારણે, તેઓની સામાજિક આંતરક્રિયા અને સામાજિક સબંધો બાંધવામાં સક્રિયપણે ફાળો આપતા નથી.

*ઇલેક્ટ્રિક ગેજેટ્સનું વ્યસન એટલું વધી ગયુ છે કે તે તેનાથી વધુ દૂર રહી શકતા નથી તે તેના જીવનમાં મહત્વલક્ષી વસ્તુ બનાવી બેસે છે તથા તે વસ્તુ હાજર ન હોય તો તેનાથી તેને બેચેની, હતાશા, એકલાપણુ જોવા મળે છે.

*મોબાઇલ નંબર મોબાઇલમાં જ સેવ કરે છે, અને તેવી ઘણી જ વસ્તુઓ મોબાઇલમાં જ સેવ કરે છે અને તેથી તેની વસ્તુઓ યાદ રાખવાની ક્ષમતા મા નોંધપાત્ર ઘટાડો થયો છે.

*એકાગ્રતા શક્તિ અર્થાત કોઈ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને એકજ બાબત કે વિષયમાં સમગ્ર લક્ષી અભ્યાસ કરવાની ક્ષમતા મા પણ સખત ઘટાડો જોવા મળે છે. જેની માટેનું એક કારણ ફોનમાં એક સાથે વધુ કામ એક જ સમય પર એ પણ થોડા સમયની અંદર જ કરવા માટેની ઈચ્છા અને આવશ્યકતા ગણી શકાય.

*બધા જ જવાબો ઈન્ટરનેટના માધ્યમથી શોધી લેવાના એ આજની પેઢીનો કોઇપણ સવાલ માટે નો જવાબ છે. જેના કારણે કહી શકાય કે તે જાતે મગજ ને કસવાની કોઈ પણ પ્રકારની મહેનત લેતા નથી જેથી કોઈ વિષયની તેમની વિશ્લેષણ ક્ષમતા પર અસર થઇ છે.

* સૌથી અગત્યની કોઈ વિષય પરની નિર્ણયશક્તિ ન માત્ર નિર્ણયો લેવામાં ખૂબ વધારે સમય લાગે છે. પરંતુ ઘણી બાબતોમાં સાવ નિર્ણયો લઈ જ નથી શકતા અને ઘણી વખત જે નિર્ણય લીધેલ છે તે યોગ્ય છે કે નહીં તેવું વિચારવામાં તેને વારંવાર બદલે રાખે છે. ટૂંકમાં કોઈ એક નિર્ણય પર પહોંચી શકતા નથી.

*ડિજિટલ સ્મૃતિ ભ્રંશ એ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ તે બધું ભૂલી જાય છે જે તે મોબાઈલમાં સેવ કરે છે અને તેને એવી અપેક્ષા જાગે છે કે જરૂર પડ્યે મોબાઈલમાંથી શોધી લેશું. તે ખાસ કરીને મગજના તે ભાગને અસર કરે છે જે ભાગ આકૃતિને યાદ રાખવાનું કામ કરે છે. જેના કારણે બાળકોની યાદશક્તિ પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

*ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે. જે બાળકો રમતના સમય દરમિયાન ગેજેટ્સમાં વ્યસ્ત હોય છે, તેઓ તેમની ઉંમર પ્રમાણે જરૂરી શારીરિક પ્રવૃત્તિ કરી શકશે નહીં. તેનાથી બાળકમાં સ્થૂળતા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.

*જે બાળકો પોતાનો મોટાભાગનો સમય ગેજેટ્સ પર વિતાવે છે, તેમના વર્તનમાં ગુસ્સો વધુ જોવા મળે છે. તે જ સમયે, લાંબા સમય સુધી સ્ક્રીનને વળગી રહેવાથી બાળકની આંખોને પણ નુકસાન થાય છે.

*95.6%* સ્વીકારે છે કે ઇલેક્ટ્રિક ગેજેટ્સથી માનવીનું જીવન વ્યસ્ત થઇ ગયું છે

*95.6%* સ્વીકારે છે કે ઇલેક્ટ્રિક ગેજેટ્સના વધુ પડતા ઉપયોગથી વ્યક્તિના સ્વભાવ ચીડિયા બનતા જાય છે

*94.8%* એ સ્વીકાર્યું કે માનવીના જીવનમાં માણસનું સ્થાન મશીન લેતું જાય છે

*88.9%* એ સ્વીકાર્યું કે ઇલેક્ટ્રિક ગેજેટ્સના કારણે બાળકો અને યુવાનોની વૈચારિક શક્તિમાં ઘટાડો આવ્યો છે

*96.3%* એ સ્વીકાર્યું કે ઇલેક્ટ્રિક ગેજેટ્સના કારણે વિદ્યાર્થીઓએ પુસ્તકો વાંચવાનું ઓછુ કર્યું છે

*90.4%* એ સ્વીકાર્યું કે ઇલેક્ટ્રિક ગેજેટ્સથી સ્મૃતિ શક્તિમાં ઘટાડો જોવા મળ્યો છે

*97%* એ સ્વીકાર કર્યો કે ઇલેક્ટ્રિક ગેજેટ્સ ધીરે ધીરે વ્યસન બનતું જાય છે?

*95.6%* સ્વીકારે છે કે ઇલેક્ટ્રિક ગેજેટ્સના વપરાશથી બાળકોએ ઘર બહારની રમતો ભૂલતા જાય છે

*84.4%* એ જણાવ્યું કે વધુ પડતા ગેજેટ્સથી માણસ ઈમોશનલની જગ્યાએ પ્રેક્ટીકલ થતો જાય છે

*97%* સ્વીકાર્યું કે ઇલેક્ટ્રિક ગેજેટ્સથી માનવીનું જીવન બેઠાડું થતું જાય છે

*97%* સ્વીકારે છે કે ઇલેક્ટ્રિક ગેજેટ્સથી વ્યક્તિની ગાણિતિક અને યાદ રાખવાની પ્રક્રિયામાં ઘટાડો જોવા મળી રહ્યોછે

*98.5%* સ્વીકાર્યું કે કંઈપણ લેખન માટે શોધવું હોય તો વિદ્યાર્થીઓ પુસ્તક કરતા ઈન્ટરનેટ પર વધુ આધારિત થતા જાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.