Abtak Media Google News

જાગનાથ શ્ર્વેતાંમ્બર મૂર્તિપુજક જૈનસંઘના ઉપક્રમે

વાંકાનેર અને મોરબી તેમજ ભુજ તરફ પ્રયાણ કરશે

અબતક, રાજકોટ

જાગનાથ સંઘમાં પાંચ પાંચ ચાતુર્માસનો લાભ તથા પૂ. બા.મ.સા. ની તબિયતની સમાધિને લક્ષ્યમાં રાખીને જાગનાથ સંઘની આગ્રહ ભરી વિનંતીઓ એ સ્વીકારી હતી.ચાતુર્માસથી સમગ્ર જાગનાથ સંઘ તથા રાજકોટના શ્રાવકી-શ્રાવકોઓ પ્રભુ-ભકિતના રંગથી રંગાયા અનેક વિધ તપશ્ર્ચર્યાઓ અનુષ્ઠાનો આરાધના ભવન ઉપાશ્રયથી ધર્મનાથજી જિનાલયની પ્રતિષ્ઠાઓના લાભ પૂ. વિજયશો વિજયસુરિ મ.સા. પાવન નિશ્રાથી પ્રાપ્ત  થયો હતો.

પૂ. વિજયયશો વિજયસુરિ મ.સા. પાવન નિશ્રા દરમ્યાન દરરોજના પ્રવચનોના માઘ્યમથી અનેક શ્રાવક-શ્રાવિકાઓના હ્રદય પરીવર્તન થતા સંયમના પંથે પણ ચાલ્યા તેમના સ્વાનિઘ્યમાં સાત-સાત દિક્ષાઓ થઇ જાગનાથ સંઘ એક સંયમની પાઠશાળા બની ગઇ.તેમની આજ્ઞાથી જાગનાથ સંઘમાં અલગ અલગ કાર્યવાહક કમિટીઓની રચના થઇ જે આજે સઁપૂર્ણપણે કાર્યરતે છે.તા. ર0-ર રવિવાર સવારે 6 કાલકે પૂજયશ્રીનું ભવ્યતિભવ્ય વળામણાનો કાર્યક્રમ થયેલ જેમાં 700 થી 800 શ્રાવક-શ્રાવીકાઓ પધારેલ.

Img 20220223 Wa0031

વળામણાના મુખ્ય લાભાર્થી પરિવાર પૂ. ગૌતમયશ મ.સા. ના સંસારી પરિવાર જલ્પાબેન નીલેશભાઇ શાહ પરિવારે લાભ લીધેલ જેની સંઘ ભૂરી ભૂરી અનુમોદના કરે છે.તેમના વળામણાનો કાર્યક્રમ માધપર ચોકડી શ્રી દ્વારિકા હાઇટસ ખાતે રાખેલ છે.ગુરુભકત તુષારભાઇ પારેખ, અશ્ર્વિનભાઇ શાહ, જયંતિભાઇ દેસાઇ, બિપીનભાઇ દોશીની જાગનાથ સંઘ ભૂરી ભૂટી અનુમોદના કરે છે બહેન કૃતિબેનની ગુરુભકિતની સંઘ અનુમોદન કરે છે.

વળામણા પ્રસંગે જાગનાથ સંઘના તમામ યુવાનો ગુરુભકિતમાં જોડાયા હતા. તમામ શ્રાવિકા બહેનોને સુંદર ગુરુ ભકિત કરી હતી. તેમજ સમગ્ર રાજકોટના શ્રી સંઘોના ટ્રસ્ટીઓ શ્રાવક શ્રાવિકાઓ પધાર્યા હતા.પૂ. વિજયયશો વિજયસુરી મ.સા. વળામણું રવિવારે સવારે 6 કલાકે જાગનાથ સંઘથી શરુ થઇ મુખ્ય લાભાર્થી પરિવાર જલ્પાબેન નિલેશભાઇ શાહના નિવાસ સ્થાને પધારેલ. માંગલિક ફરમાવી ત્યાંથી દ્વારિકા હાઇટસ ખાતે પધારેલ.પ્રથમ પધારેલ શ્રાવક શ્રાવીકાઓએ નવકારથી કરેલ ત્યારબાદ તેમને પ્રવચન બાદ જાગનાથ સંઘ તરફથી લાભાર્થી પરિવારોનું બહુમાન કર્યા હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાગનાથ સંઘના પ્રમુખ દિનેશભાઇ પારેખે કરેલ જાગનાથ સંઘના તમામ ટ્રસ્ટી ગણ હાજર રહેલ સં3 તેમની ભૂરી ભૂરી અનુમોદના કરે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.