Abtak Media Google News

પ્રધાનમંત્રીએ ‘આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કે ઓર’ના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહમાં કર્યું સંબોધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કે ઓર’ના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. તેમણે બ્રહ્મા કુમારીની સાત પહેલને પણ લીલી ઝંડી આપી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજસ્થાનના રાજ્યપાલ  કલરાજ મિશ્રા, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ જી. કિશન રેડ્ડી, ભૂપેન્દ્ર યાદવ, અર્જુન રામ મેઘવાલ, પરશોત્તમ રૂપાલા અને કૈલાશ ચૌધરી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

સભાને સંબોધતા પ્રધાનમંત્રી કહ્યું કે, બ્રહ્મા કુમારી સંસ્થા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ, સુવર્ણ ભારત માટેની લાગણી, ભાવના અને પ્રેરણાનું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે એક તરફ વ્યક્તિગત આકાંક્ષાઓ અને સફળતાઓ અને બીજી તરફ રાષ્ટ્રીય આકાંક્ષાઓ અને સફળતા વચ્ચે કોઈ ફરક નથી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણી પ્રગતિ રાષ્ટ્રની પ્રગતિમાં સમાયેલી છે.

રાષ્ટ્ર આપણાથી અસ્તિત્વ ધરાવે છે, અને આપણે રાષ્ટ્ર દ્વારા અસ્તિત્વમાં છીએ. નવા ભારતના નિર્માણમાં આ અનુભૂતિ આપણા ભારતીયોની સૌથી મોટી તાકાત બની રહી છે. આજે દેશ જે કંઈ કરી રહ્યો છે તેમાં ‘સબકા પ્રયાસ’નો સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું. તેમણે ઉમેર્યું હતું કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ દેશનું માર્ગદર્શક સૂત્ર બની રહ્યું છે.

નવીન અને પ્રગતિશીલ નવી વિચારસરણી અને નવા ભારતના નવા અભિગમ પર ટિપ્પણી કરતાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે આપણે એવી વ્યવસ્થા બનાવી રહ્યા છીએ જેમાં ભેદભાવ માટે કોઈ સ્થાન નથી, આપણે એવા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ, જે સમાનતાના અને સામાજિક ન્યાય પાયા પર મજબૂત રીતે ઊભું હોય.

પ્રધાનમંત્રીએ ભારતીય પૂજાની પરંપરા અને મહિલાઓના મહત્વ પર ટિપ્પણી કરી. તેમણે કહ્યું, જ્યારે વિશ્વ ઊંડા અંધકારમાં સ્ત્રીઓ વિશે જૂની વિચારસરણીમાં ફસાઈ ગયું હતું, ત્યારે ભારત સ્ત્રીઓને માતૃ શક્તિ અને દેવી તરીકે પૂજતું હતું. અમારી પાસે ગાર્ગી, મૈત્રેયી, અનુસૂયા, અરુંધતી અને મદાલસા જેવી મહિલા વિદ્વાનો સમાજને જ્ઞાન આપતી હતી. તેમણે ભારતીય ઈતિહાસના વિવિધ યુગોમાં નોંધપાત્ર મહિલાઓના યોગદાનની નોંધ લીધી. મુશ્કેલીગ્રસ્ત મધ્યયુગીન સમયમાં પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે, આ દેશમાં પન્ના દાઈ અને મીરાબાઈ જેવી મહાન મહિલાઓ હતી. અને સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પણ અનેક મહિલાઓએ બલિદાન આપ્યા છે.

કિત્તુરની રાણી ચેન્નમ્મા, માતંગિની હાઝરા, રાણી લક્ષ્મીબાઈ, વીરાંગના ઝલકારી બાઈથી લઈને સામાજિક ક્ષેત્રમાં અહલ્યાબાઈ હોલકર અને સાવિત્રીબાઈ ફુલેએ ભારતની ઓળખ જાળવી રાખી હતી. પ્રધાનમંત્રીએ સશસ્ત્ર દળોમાં મહિલાઓનો પ્રવેશ, વધુ પ્રસૂતિ રજાઓ, વધુ મતદાનના સ્વરૂપમાં સારી રાજકીય ભાગીદારી અને મંત્રી પરિષદમાં પ્રતિનિધિત્વ જેવા વિકાસને મહિલાઓમાં નવા આત્મવિશ્વાસની નિશાની તરીકે સૂચિબદ્ધ કર્યા હતા. તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે આ ચળવળ સમાજની આગેવાની હેઠળ છે અને દેશમાં લિંગ ગુણોત્તરમાં સુધારો થયો છે.

પ્રધાનમંત્રીએ દરેકને આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા, આપણા મૂલ્યોને જીવંત રાખવા અને આપણી આધ્યાત્મિકતા અને આપણી વિવિધતાને જાળવી રાખવા અને પ્રોત્સાહન આપવા વિનંતી કરી. તે જ સમયે, તેમણે ટેક્નોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને આરોગ્યની સિસ્ટમોને સતત આધુનિક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.