Abtak Media Google News
  • બે નવા ન્યુ કિલયર પાવર પ્લાન્ટ, વડોદરા-મુંબઇ એકસપ્રેસ, ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક, રેલવેના પાંચ પ્રોજેકટ, ડિસા એરફોર્સ રન-વે સહિતના પ્રોજેકટનું લોકાર્પણ-ખાતમુહુર્ત

Gujarat News

લોકસભાની ચુંટણીના આડે માત્ર બે મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન  રેન્દ્રભાઇ મોદીએ આજે માદરે વતન ગુજરાતની મુલાકાત લીધી હતી. તેઓએ 57 હજાર કરોડના વિકાસ કામોની ભેટ સોગાદ ગુજરાતની જનતાને આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાતીઓ માટે હજારો કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી છે.  વડાપ્રધાને 10 ફેબ્રુઆરીના રોજ વર્ચ્યુઅલી લગભગ 1 લાખથી વધુ આવાસોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગોના રૂ. 44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યુ હતું. મહેસાણામાં 13 હજાર કરોડના કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કર્યુ હતું.

રૂ.394 કરોડના ખર્ચે બનેલા એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ

બનાસકાંઠા જિલ્લાના થરાદ હાઇવે પર નાની ગામ ખાતે નિર્માણ પામી રહેલા એરફોર્સ સ્ટેશન ડીસા માટે અંદાજિત રૂ.394 કરોડના ખર્ચે રનવે તૈયાર કરવામાં આવ્યો છે,  જેનું લોકાર્પણ આજે વડાપ્રધાને કર્યુ હતું. આ એરબેઝ એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી 130 કિમીના અંતરે સ્થિત છે, જે દેશના ડિફેન્સ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે.

ડીસા એરફિલ્ડની સ્થાપનાથી ભારતને પશ્ચિમ સરહદ પર જમીન અને સમુદ્ર પર એક સાથે કામગીરી કરવા માટે ભૌગોલિક રીતે સુરક્ષિત લોન્ચ પેડ મળશે. અમદાવાદ અને વડોદરાના મહત્વના આર્થિક કેન્દ્રોને એર ડિફેન્સ પ્રોવાઇડ કરવામાં ડીસા એરફિલ્ડ મહત્વપૂર્ણ બની રહેશે. ૠછઈંઇંઅ (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટાટ એસેસમેન્ટ)ના ધોરણોને અનુસરીને, પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી અને ગ્રીન ફિલ્ડના ખ્યાલોનો ઉપયોગ કરીને આ એરફોર્સ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ એરફોર્સ સ્ટેશનના નિર્માણથી કચ્છ અને દક્ષિણ રાજસ્થાન વિસ્તારોમાં આર્થિક સમૃદ્ધિ આવશે કારણ કે તે સ્થાનિકો માટે સારી રોજગારીની તકો ઊભી કરશે ઞઉઅગ છઈજ થી રિજિયોનલ એર કનેક્ટિવિટી આપશે.

Prime Minister Gifting Development Works Worth 57 Thousand Crores To Gujarat
Prime Minister gifting development works worth 57 thousand crores to Gujarat

આ એરફિલ્ડ ભારતને, મહત્વપૂર્ણ કંડલા બંદર તેમજ જામનગર ઓઈલ રિફાઈનરીથી પૂર્વમાં એર હેડ પ્રદાન કરીને તેની આર્થિક અને ઊર્જા આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં સક્ષમ બનાવશે અને આ વિસ્તારમાં ઇંઅઉછ મિશન માટે લોન્ચ પેડ તરીકે પણ કામ કરશે. જળ સંસાધન વિભાગ હેઠળ રૂ.1200 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત થવા જઇ રહ્યું છે, જેમાં માધવગઢથી રાયગઢ પાઇપલાઇન અને થરાદથી સીપુ ડેમ પાઇપલાઇનનું લોકાર્પણ તેમજ બાલારામ-મલાણા પાઇપલાઇન અને સતલાસણા અને ખેરાલુ તાલુકાના તળાવો ભરવા માટેની પાઇપલાઇનના ખાતમુહુર્તનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રૂ.248 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.

આ ઉપરાંત, કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રૂ.2100 કરોડથી વધુના બે પ્રોજેક્ટનું ખાતમુહુર્ત, હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ગઇંઅઈં)ના રૂ.1685 કરોડના ખર્ચે 2 પ્રોજેક્ટ્સનું ખાતમુહુર્ત તેમજ ઊર્જા મંત્રાલયના રૂ.612 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.

ઉપર જણાવેલ વિકાસકાર્યો ઉપરાંત, અંદાજિત રૂ.507 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગના 9 કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, અંદાજિત રૂ.108 કરોડના ખર્ચે ઈંખઉ-પ્રવાસન વિભાગના 3 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત તેમજ રૂ.36 કરોડના ખર્ચે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ સમરસ ગ્રામ પંચાયતનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

માર્ગ અને મકાન વિભાગના રૂ.1700 કરોડથી વધુના વિકાસકાર્યોનું પ્રજાર્પણ

વડાપ્રધાનના હસ્તે માર્ગ અને મકાન વિભાગ હેઠળ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ છ।, નેશનલ હાઇવે (ગઇં) અને કેપિટલ પ્રોજેક્ટ ગાંધીનગરના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું, જેમાં રૂ.310 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને અંદાજિત રૂ.1400 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત  કરાયું હતું. આમ, માર્ગ અને મકાન વિભાગના કુલ અંદાજિત રૂ.1700 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

રેલવે વિભાગના રૂ.2300 કરોડથી વધુના 5 પ્રોજેકટ ખુલ્લા મૂકશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા ખાતે રૂ.2300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યુ હતું. આ પ્રોજેક્ટ્સમાં રાધનપુર-સમખિયાળી (134.30 કિમી) સેક્શન, મહેસાણા-જગુદણ (10.84 કિમી) સેક્શન, મહેસાણા-જગુદણ (10.89 કિમી) ન્યુ બ્રોડગેજ લાઇન, મહેસાણા-ભાંડુ મોટી દાઉ (8.89 કિમી) સેક્શન વગેરે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. રાધનપુર-સમખિયાળી સેક્શન પાલનપુર-સમખિયાળી (247.73 કિમી) ડબલિંગનો ભાગ છે, જે કચ્છના રણ, જોધપુર, બિકાનેર, આબુ રોડ વગેરે જેવા પ્રવાસન સ્થળો વચ્ચે જોડાણને વેગ આપશે. આ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી ગુજરાતના મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને અમદાવાદના લોકોને લાભ થશે.

Prime Minister Gifting Development Works Worth 57 Thousand Crores To Gujarat
Prime Minister gifting development works worth 57 thousand crores to Gujarat

ભારતનેટ ફેઝ-2 હેઠળ રૂ.2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ

વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અંતર્ગત વડાપ્રધાન ભારતનેટ ફેઝ-2 હેઠળ રૂ.2042 કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત, 22 જિલ્લાઓમાં ફેલાયેલા 35,264 કિલોમીટર ફાઇબર નેટવર્ક સાથે 8030 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે, જેમને 100 એમબીપીએસ સુધી હાઈસ્પીડ ઈન્ટરનેટની સુવિધા પ્રદાન કરવામાં આવી રહી છે. નેટવર્કમાં ખૂબ ઓછા અપગ્રેડેશન કરીને ઇન્ટરનેટની ગતિ ગ્રામપંચાયત દીઠ 1 જીબીપીએસ સુધી વધારી શકાય છે. આ ઉપરાંત, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ

હેઠળ ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીના મુખ્ય એકેડેમિક બિલ્ડીંગનું લોકાર્પણ, તેમજ હ્યુમન અને બાયોલોજિકલ સાયન્સ ગેલેરી અને ગિફ્ટ સીટી ખાતે ગુજરાત બાયોટેક્નોલોજીકલ રિસર્ચ સેન્ટર (ૠઇછઞ) ના નવા બિલ્ડીંગનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ રૂ.2500 કરોડથી વધુના ખર્ચે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યુ હતું.

સુરતમાં રૂ.5040 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ- ખાતમુહુર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત મહાનગરપાલિકા, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ડ્રીમ સિટીના વિકાસકાર્યો મળીને રૂ.5000 કરોડથી વધુના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. તેમાં રૂ.3000 કરોડથી વધુના ખર્ચે 41 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત થશે અને રૂ.2000 કરોડથી વધુના ખર્ચે 18 વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. લોકાર્પણના કાર્યોમાં રૂ.840 કરોડના ખર્ચે 50 ઇલેક્ટ્રિક બસોને શરૂ કરવી, રૂ.597 કરોડના ખર્ચે નિર્મિત તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના વિવિધ કાર્યો અને રૂ.49 કરોડના ખર્ચે ડ્રીમ સિટી લિમિટેડના વિવિધ

કાર્યોનો સમાવેશ થાય છે, જ્યારે ખાતમુહુર્તના કાર્યોમાં રૂ.924 કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજના, રૂ.825 કરોડના ખર્ચે ક્ધવેન્શનલ બેરેજ, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારના વિવિધ ગામોમાં નલ સે જલ યોજના હેઠળ રૂ.480 કરોડના ખર્ચે નિર્માણ થનારી પાણી પુરવઠા યોજના વગેરે જેવા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

10 વિભાગોના રૂ.5400 કરોડથી વધુના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ-ખાતમુહુર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના આ પ્રવાસ દરમિયાન દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓ વડોદરા, નવસારી, ભરૂચ, તાપી, વલસાડ, પંચમહાલ, સુરત, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, અને નર્મદામાં 10 વિવિધ વિભાગોના રૂ. 5400 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યુ હતું.. આ જિલ્લાઓમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, માર્ગ અને મકાન, જળ સંસાધન અને જળ વિતરણ, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર વિભાગ, ગૃહ, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના 55  વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતના વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસની આ લાંબી શ્રેણીમાં રેલવેના રૂ.1100 કરોડથી વધુના વિકાસ કાર્યો પણ સામેલ છે. આ રેલવે પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓને ફાયદો થશે.

રૂ. 22,500 કરોડ  ખર્ચે નિર્મિત બે નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ થશે દેશને સમર્પિત

વડાપ્રધાન દ્વારા જનતાને સમર્પિત થનારા વિકાસકાર્યોમાં તાપીના કાકરાપારમાં સ્થિત બે નવા ન્યુક્લિયર પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન એક મુખ્ય પ્રોજેક્ટ છે. 700 મેગાવોટની ક્ષમતા ધરાવતા આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ સ્વચ્છ અને સસ્ટેનેબલ ઊર્જાનો ઉપયોગ કરીને રાજ્યને શુદ્ધ ઝીરો કાર્બન ઉત્સર્જન પ્રાપ્તિની દિશામાં આગળ વધારશે. ગુજરાતમાં ભારતના પ્રથમ સ્વદેશી પરમાણુ ઊર્જા સંયંત્ર (ન્યુક્લિયર એનર્જી પ્લાન્ટ), કાકરાપાર એટોમિક પાવર પ્લાન્ટ માં યુનિટ-3નું ઉદ્ઘાટન

ભારતના પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ આ પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર  આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ સ્વદેશી નવીનીકરણ અને અત્યાધુનિક સુરક્ષા ઉપાયોનું ઉદાહરણ છે.

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના એક હિસ્સાને ખુલ્લો મુકાયો

સમગ્ર રાજ્યમાં એક મજબૂત રોડ નેટવર્કનું નિર્માણ કરવું એ ગુજરાત સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાંનું એક છે. આ દિશામાં, રાજ્યના વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના ત્રણ ભાગોનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ગયું છે. એમાં પહેલો ભાગ, 31 કિમી લાંબો મનુબરથી સાંપાનો છે, જેને રૂ.2400 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ જ રીતે, બીજો ભાગ લગભગ 32 કિમી લાંબો સાંપાથી પાદરાનો છે, જેને રૂ.3200 કરોડથી વધુના ખર્ચે અને ત્રીજો ભાગ 23 કિમી લાંબો પાદરાથી વડોદરાનો છે, જેને રૂ. 4300 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ રીતે રૂ.10 હજાર કરોડથી વધુના ગઇંઅઈંના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ વડાપ્રધાનશ્રી જનતાને સમર્પિત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.