Abtak Media Google News

આજે કોઈ પણ રણચંડીની વાત કરવામાં આવે તો રાણીલક્ષ્મી બાઈની યાદ આવે છે. આઝાદી પહેલાની વાત કરીએ તો મહિલાઓને પુરુષો બરાબર માન-સન્માન આપવામાં આવતું નહિ તેવા સમયમાં પુરુષને સમતોલ યુદ્ધ લડીને ઈતિહાસમાં પોતાનું નામ આજે પણ જીવંત રાખનાર મણીકર્ણિકાની જન્મજયંતી છે.

બાળપણની જ બધાની ચહીતી મણીકર્ણિકાનો જન્મ 19 નવેમ્બર 1828ના રોજ વારાણસીના મરાઠી કરાડે બ્રહ્માંડ પરિવારમાં થયો હતો. બાળપણમાં મણિકર્ણિકા તાંબે તરીકે ઓળખાતી. જયારે તાંબે
માત્ર ચાર વર્ષના હતા ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. ત્યારબાદ પિતાએ તેનો ઉછેર કર્યો હતો.

ભારતમાં 1857ના યુદ્ધને દેશની આઝાદીનું પ્રથમ યુદ્ધ માનવામાં આવે છે. ભારતની આ પ્રથમ સ્વતંત્રતા ચળવળએ ભારતને ઘણા દેશભક્ત નાયકો આપ્યા. આ બહાદુર યોદ્ધાઓમાંથી એક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતી. ઐતિહાસિક દસ્તાવેજો દર્શાવે છે કે રાણીની બહાદુરી જ નહીં, તેની સુંદરતા પણ ચોંકાવનારી હતી.

આપના દેશની મહાન વિરાંગણા મણિકર્ણીકા પોતાના સમયના કુશલ અને યોગ્ય સ્ત્રી હતા. તેઓમાં નાનપણથી જ નેતાગીરી કરવાના બધા જ ગુણો હતા .તેઓ રમકડાં અને ઢીંગલીથી રમવાની ઉંમરમાં તલવાર અને ઘોડાથી રમતા હતા.

પતિના મૃત્યુ પછી પોતાના રાજ્યનું બધો જ કારભાર પોતાના માથે લઈને રાજ્યને વ્યવસ્થિત ચલાવવું અને ગૃહસ્થજીવનમાં પૂરતું ધ્યાન આપવું અને પોતાના બાળકના ઉછેરની પણ પૂરતી તકેદારી રાખવી આ બધીજ જવાબદારી તેમને ખૂબ જ સારી રીતે પૂર્ણ કરી હતી.તેમનામાં હિંમત ,આવડત અને નેતાગીરીના સર્વશ્રેષ્ઠ ગુણો હતા.

 

આજની મહિલાઓમાં છે મણિકર્ણીકાના ગુણ

21મી સદીના યુગની મહિલાઓમાં પણ આ બધા જ ગુણો જોવા મળે છે. આજે મહિલાઓ ક્યાં ક્ષેત્રમાં આગળ નથી . મહિલાઓ આજે પોતાની આવડત બધી જ જગ્યાએ બતાવી રહી છે.આજની મહિલાઓમાં પણ મણિકર્ણીકા જેવા ગુણો છે. આજની મહિલાઓ ધારે તો શુ નથી કરી શકતી.તેઓ ગૃહસ્થજીવન પણ સંભાળે છે અને ઓફિસમાં પણ પોતાની યોગ્ય જવાબદારી નિભાવે છે. દેશની મહિલા વડાપ્રધાનથી લાઇ ને અવકાશમાં પણ સફર કરી શકે એટલી યોગ્ય બની ગઈ છે. મણિકર્ણીકાનો જે નેતાગીરીનો જે ગુણ હતો તે આજની મહિલાઓમાં પણ જોવા મળે છે તેઓ બધા જ ક્ષેત્રોમાં નેતાગીરી કરવાની તાકાત ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.