Abtak Media Google News

અમદાવાદની મહિલા મકાન ભાડે રાખી છ માસથી રૂપલલના પાસે દેહના સોદા કરાવતી હોવાનો ઘટ્ટસ્ફોટ: રોડક અને મોબાઇલ મળી રૂા.૨૬,૫૦૦નો મુદામાલ કબ્જે

શહેરના કાલાવડ રોડ પર આવેલા રામધામ સોસાયટીમાં કૂંટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી અમદાવાદની મહિલા સહિત પાંચની ધરપકડ કરી રૂા.૨૬,૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુજબ અમદાવાદના સરસપુર ભગવતીનગરની તસનીમ અહેમદ પેન્ટર અને તેના ભાઇ કુતુબ અહેમદ પેન્ટરે કાલાવડ રોડ પર આવેલી સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ પાસે આવેલી રામધામ સોસાયટીમાં મકાન ભાડે રાખી કૂંટણખાનું ચલાવતી હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસ મથકના પી.આઇ. વી.એસ.વણઝારા, પી.એસ.આઇ. એન.ડી.ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, કોન્સ્ટેબલ ઉમેશભાઇ, હિરેનભાઇ, અરજણભાઇ, ભગીરથસિંહ, વિરેન્દ્રસિંહ, નગીનભાઇ ડાંગર અને મહિલા કોન્સ્ટેબલ દિપલબેન સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.

પોલીસના દરોડા દરમિયાન અમદાવાદના તસનીમ અહેમદ પેઇન્ટર અને તેનો ભાઇ કુતુબ પેઇન્ટરે બે રૂપલલનાઓને ભાડાના મકાનમાં આશરો આપી દેહના સોદા કરાવતા હોવાનું બહાર આવ્યું હતું. રામધામ સોસાયટીમાં ચાલતા કૂંટણખાનામાં રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પાસે રહેતા રંગીન મિજાજી રોનક યુસુફ ચંદાણી, ઇન્દિરી સર્કલ પાસે રહેતા ચાંદેલા યોગેશ પાલા અને યુનિર્વસિટી રોડ પરના રોયલ એપાર્ટમેન્ટના હાર્દિક અશ્ર્વિન કનેરીયા નામના શખ્સોની ધરપકડ કરી છે.

તસનીમ અને તેના ભાઇ કુતુબ પેઇન્ટર છ માસ પહેલાં રામધામ સોસાયટીમાં દલાલ મારફતે મકાન ભાડે રાખ્યા બાદ પશ્ર્ચિમ બંગાળ અને મુંબઇથી રૂપલલનાઓને બોલાવી કૂટણખાનું ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. બંને ભાઇ બહેન રંગીન મિજાજી ગ્રાહક પાસેથી રૂા.૨ થી ૩ હજાર ખંખેરી રૂપજીવીનીઓને ઓછી રકમ આપતા હોવાનું અને કૂટણખાનાની રકમમાંથી પોતાના જીવન નિરવાહ ચલાવતા હોવાનો તાલુકા પોલીસે પાંચેય સામે ગુનો નોંધ્યો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.