Abtak Media Google News

 

રેડિયો ડે નિમિત્તે ગોંડલ રાજવીનો જાણવા જેવો કિસ્સો

અબતક, જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ

વર્તમાન સમયમાં પોતાના અસ્તિત્વને બચાવવા માટે હવાતિયા મારી રહેલા રેડિયોનો દબદબો બ્રિટિશ રાજમાં દરેક ગામડે-ગામડે જોવા મળતો હતો. શ્રવણશક્તિની મર્યાદા હોવા છતાં આ કેટલાક વૃદ્ધો ક્યારેય ક્રિકેટ મેચની કોમેન્ટ્રી સાંભળવાનું કે અમીન શયાની અને મોહમ્મદ રફીના ગીતો સાંભળવાનું ક્યારેય નહોતા ભૂલતા. ત્યારે આજના દિવસે ગોંડલના રાજવીએ રેડિયો માટે થઈને અંગ્રેજોને નાકલીટી તણાવી દીધી હતી. અંગ્રેજોના શાસન દરમ્યાન રેડિયો સાંભળવા લાયસન્સ પ્રથા શરૂ કરાઈ ત્યારે ગોંડલ એકમાત્ર સ્ટેટ હતું જ્યાં રેડિયો સાંભળવા માટેના લાયસન્સ પર કોઇપણ પ્રકારનો ટેક્સ વસૂલવામાં આવતો નહોંતો.

આ ઘટના અંગે ગોંડલના રાજવી પરિવારના સેક્રેટરી ભાવેશ રાધનપુરા જણાવે છે કે, ગોંડલના રાજવી સર ભગવતસિંહજીએ અંગ્રેજો સમક્ષ દરખાસ્ત મૂકી હતી કે મારું રાજ્ય સંપૂર્ણ ટેક્સ ફ્રી રાજ છે તો રેડિયો સાંભળવા માટે પણ પ્રજા ટેક્સ ન ચૂકવે અને તેમ છતાં જો આપ આ દરખાસ્ત સાથે સહમત ન હોય તો મારા રાજ પરથી રેડિયોના તરંગો પસાર કરવાનું અટકાવી દો. અંતે રાજવીની આ રજૂઆત સામે અંગ્રેજ સરકાર ઝૂકી હતી અને ગોંડલ સ્ટેટની જનતાને આ ટેક્સમાંથી મુક્તી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.