Abtak Media Google News

ચુડાસમા રાજકોટમાં એજ્યુકેશન એકસ્પોને ખુલ્લો મુકતા રાજ્યના શિક્ષણમંત્રી.

કાલાવડ રોડ સ્તિ નોબલ હાઉસ ખાતે ટીવી નાઇન ચેનલના ઉપક્રમે યોજાયેલા એજયુકેશન એકસ્પોનો મંત્રી ચુડાસમાએ રીબીન કાપી શુભારંભ કરાવ્યો હતો. અને શિક્ષણ જગતના દિગ્ગજોને શિક્ષણની ચિંતા કરી આવા એકસ્પો કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગુણવત્તાયુકત શિક્ષણ પર ભાર મુકતાં ચુડાસમાએ શિક્ષણ માટે સમગ્ર સમાજમાં ફેલાયેલી જાગૃતિને બિરદાવી હતી.

Advertisement

અને વધુ ને વધુ વાંચન કરવા તથા હરિફાઇયુકત વિશ્વમાં પ્રગતિના ઉચ્ચ સોપાનો સર કરવા આક પરિશ્રમ કરવા શૈક્ષણિક સંસઓને શીખ આપી હતી. વ્યક્તિત્વ ઘડતરમાં શિક્ષણની મુખ્ય ભૂમિકા વિષે તેમણે ઉંડાણભરી સમજ આપી હતી, અને વ્યક્તિત્વ ઘડતરની ધીમી છતાં મક્કમ પ્રક્રિયાને જીવનના એક અનિવાર્ય અંગ સમાન ગણાવી હતી.

રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વિર્દ્યાી, વાલી, શિક્ષકો, સરકાર વગેરેી બનતી શિક્ષણ કડી સુચારૂ રીતે ચલાવવાની જવાબદારી સમગ્ર સમાજની છે.

એજયુકેશન એકસ્પોને દિપપ્રાગટય કરી મંત્રી ચુડાસમાએ ખુલ્લો મુકયો હતો. મંત્રીએ ગણપત યુનિવર્સિટી,  કામધેનુ યુનિવર્સિટી, સેપ્ટ યુનિવર્સિટી, ડો. આંબેડકર યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, એશીયા પેસિફિક ગૃપ ઓફ એજયુકેશન, સિલ્વર ઓક ગૃપ, ખ્યાતિ સ્કુલ્સ, જ્ઞાન ક્ધસલ્ટન્સી વગેરે શેક્ષણિક સંસઓના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી, અને તેમની કાર્યશૈલીી પરિચિત યા હતા.

મંત્રી ચુડાસમા સો સંસદસભ્ય મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય,  ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભા.જ.પ.અધ્યક્ષ કામલેશભાઇ મિરાણી,  જિલ્લા પંચાયતની સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષ પુષ્કરભાઇ પટેલ, અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, શિક્ષણ જગતના અગ્રણીઓ, છાત્રો, વાલીઓ, વગેરે મોટી સંખ્યામાં  ઉપસ્તિ રહયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.