Abtak Media Google News

પવિત્ર યાત્રાધામ દ્વારકા માં છેલ્લા કેટલાક સમયથી યાત્રાળુઓ નો ધસારો દિન પ્રતિ દિન વધારો જોવા મલી રહ્યો છે.દેશ વિદેશ થી લાખોની સંખ્યામાં ભક્તો અહી દર્શનાર્થે આવે છે. પવિત્ર યાત્રાધામ દ્વારકા ને મોદી સરકારે હેરિટેજ તથા સ્માર્ટ સીટીનો દરજ્જો આપેલ છે. અને દ્વારકા માં છેલ્લા કેટલાક સમયથી વિકાસ કાર્યો થઈ રહ્યા છે.

Img 20180417 Wa0040આ વિકાસકાર્યો પૈકી રહ્યદય યોજના અંતર્ગત જગત મંદિર પાસે આવેલ પુર્વ દરવાજાથી લઇને સુદામા સેતુ સુધીના માર્ગનું નવનિર્માણ હાથ ધરવામાં આવ્યું છે.આ માર્ગ પર ખુબજ ભીડ રહે છે. મુખ્યત્વે લોકો અહીથી જ મંદિર માં દર્શન કરવા જતા હોય છે. વીઆઇપી વાહનો તથા સલામતી સંદર્ભે પણ આ માર્ગ અગત્યનો હોય તેનુ વિસ્તૃતીકરણ હાથ ધરવામાં આવ્યું છે. માર્ગના બન્ને બાજુનું દબાણ હટાવવાની કાર્યવાહી દ્વારકા નગર પાલિકા દ્વારા શરૂ કરાયેલ છે.

Img 20180417 Wa0044પરંતુ માર્ગની એક તરફ લાઇટનો લાઇવ કેબલ હોવાથી મેન પાવરથી ખોદવુ પડશે તેવુ જણાવવામાં આવ્યુ હતુ.
દ્વારકા નગર પાલિકા ચીફ ઓફિસર સી.બી.ડુડીયાએ જણાવ્યુ હતું કે આ રહ્યદય યોજના અંતર્ગત માર્ગ પર ખુબ જ ઠાળ હોય, લોકો ને ચાલવામાં મુશ્કેલી પડે છે. તેથી તેને વ્યવસ્થિત કરી મોડહેડ કરવામાં આવશે. એચટી લાઇન, અંડરગ્રાઉન્ડ કેબલ, પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન તેમજ રોડ લાઇટના પોઇન્ટ એમ તમામ કામ સમાવી લેવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.