- ગુરૂવારે યોજાનાર મનોરથમાં આખો દિવસ જુદા જુદા સુકામેવા દર્શન, કુંડલા ભોગ, અન્નકુટ મનોરથ, મંગળા આરતી, ઠાકરોજીને વિવિધ શણગારો સાથેના દિવ્ય દર્શનનો લ્હાવો
Dwarka News
દ્વારકાધીશ મંદિરના પુજારી જયેશભાઇ ઠાકર અને અચ્યુત ઠાકરના સેવા પુજાના ક્રમાનુસાર તા. 8 ફેબ્રુ. ગુરુવારના એક દિવસમાં ભગવાન દ્વારકાધીશજી ની સેવા ક્રમ દરમ્યાન આખો દિવસ જુદા જુદા સુકામેવા મનોરથ, કુંડલા ભોગ, અન્નકુટ મનોરથ તથા સવારના સાડા છ વાગ્યે મંગળા આરતીના ભગવાન દ્વારકાધીશજીના ઉત્થાપન સાથે જ ભગવાન ને ધુલી પાઉ મનોરથનો અર્પણ કરવામાં આવશે.
મંગળા ભોગના આ દર્શન દરમ્યાન સૌ પ્રથમ વખત જ એક સાથે ચાર ભોગની સેવા ઠાકોરજીના અર્પણ થનાર હોય જેમાં ભગવાનને ઉત્થાપન સાથે થતા ભોગ પૈકીમાં મંગળ ભોગની સામગ્રી જેમ કે ભગવાનને પ્રિય પાન બીડા માખણ મિશ્ર, સુકામેવા, ફળફુલ સહિતનો ઉત્થાપન ના ભોગ સાથે વૈશ્ર્ણવોને મંગળા આરતીના દર્શન કરાવાશે.
મંગળા આરતીના નિતક્રમ બાદ સવારે સાડા નવ કલાકે ભગવાન દ્વારકાધીશજીને કુંડલા ભોગ સાથે ઉત્સવ આરતીમાં દર્શન થશે. ત્યારબાદ અગ્યાર વાગ્યે અન્નકુટ મનોરથ ના દર્શન થશે અને સાંજે પ કલાકે ભગવાનના ઉત્થાપન સાથે જ ફરીથી દ્વારકાધીશજીને અન્નકુટ મનોરથ ઉત્સવ આરતી સાથે અર્પણ થશે ત્યારબાદ ફરીથી સાડા સાત કલાકે મેવા ભોગના દર્શન બાદ રાત્રે સાડા આઠ કલાક ઠાકોરજી ની શયન આરતીના દર્શન સાથે નવમો મેવા ભોગ દ્વારકાધીશજીને અર્પણ થશે.
આમ દ્વારકાધીશજીના નિત્ય સેવા ક્રમમાં ભગવાનને રોજ ચાર ભોગ અને ચાર આરતી દર્શન સિવાય એક જ દિવસ માં ભગવાન ને વૈશ્ર્વવ સંપ્રદાય સહયોગ થી એક જ દિવસમાં નવ વધારાના મનોરથ ઉત્સવ થતી દ્વારકામાં મંદિર પરિસર તથા નિજ મંદિર માં આખો દિવસ ઠાકોરજીની અલગ જ ઝાંખી ત્થા ઉત્સવ આરતીના વિષેશ દર્શન થશે.
પુજારી જયેશભાઇ ઠાકર દ્વારા ગુગળી જ્ઞાતિની બ્રહ્મપુરામાં તા.8 ના ગુરુવારે બપોરે તથા સાંજે (ભોજન) પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ દ્વારકાધીશ (રાજાધિરાજ) ને સપુર્ણ દિવસ દરમ્યાન ખાસ પ્રકારના ઉત્સવ દર્શન ના વસ્ત્રો તથા અંલકારો સાથે ઔલોકીક દર્શન વૈશ્ર્ણવોને કરાવવામાં આવનાર છે.