Abtak Media Google News

ગિફ્ટ સિટી માટે રાજ્ય સરકારની વાઇન એન્ડ ડાઇન પોલિસી રાજ્યમાં વિકાસને પુરપાટ દોડાવશે કે કેમ તેને લઈને રાજ્યભરમાં ચર્ચા જાગી છે. બીજી તરફ દારૂની છતને પરિણામે છેલ્લા ચાર દિવસમાં કોમર્શિયલ અને રહેણાંક મિલકતોની પૂછપરછમાં વધારો થયો છે. ડેવલપર્સનું કહેવું છે કે જાન્યુઆરીમાં રિવિઝન સાથે પ્રોપર્ટીના ભાવમાં વધારો જોવા મળશે.

છેલ્લા 4 દિવસમાં પ્રોપર્ટીની ઇન્કવાયરીમાં ધરખમ વધારો, હવે જાન્યુઆરીમાં પ્રોપર્ટીના ભાવમાં વધારો લાગુ કરવા ડેવલપર્સ સજ્જ

નવી નીતિ સાથે, ગિફ્ટ સિટી સિંગાપોર, દુબઈ અને અન્ય કોઈપણ આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ સિટી સાથે સ્પર્ધા કરશે, તેવું નિષ્ણાતો માને છે.  કેન્દ્ર સરકારે ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીની સ્થાપના કરી છે જે હેઠળ અત્યાર સુધીમાં 470 થી વધુ એન્ટિટીએ નોંધણી કરાવી છે.

“ગ્લોબલ બેંકો અને ફંડ્સ ગિફ્ટ સિટીમાં આવ્યા છે. નવી દારૂની નીતિ સાથે, ઘણી સ્થાનિક અને વૈશ્વિક ફાઇનાન્સ અને ટેક કંપનીઓ ઓફિસો સ્થાપશે,” તેમ એક સૂત્રએ જણાવ્યું હતું.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ગિફ્ટ સિટીમાં 18 ઇમારતો કાર્યરત છે, 30 બાંધકામ હેઠળ છે અને અન્ય 14 આયોજન તબક્કામાં છે.  અત્યાર સુધીમાં, ગિફ્ટ સિટીએ 2.2 કરોડ ચોરસ ફૂટ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ રાઇટ્સ ફાળવ્યા છે. જો કે, ડેવલપર્સે ગણતરીપૂર્વકનું જોખમ લીધું હતું અને અનેક પડકારોનો સામનો કર્યો હતો. માર્જિન પણ મધ્યમ હતા. જો કે, માંગમાં વધારો થવાથી હવે ભાવમાં સુધારો થવાની અપેક્ષા છે,” એમ એક ડેવલપરે જણાવ્યું હતું.

ગિફ્ટ સિટીમાં પ્રોજેક્ટ્સ વિકસાવી રહેલી રિયલ એસ્ટેટ કંપનીના એમડી ચિત્રક શાહે જણાવ્યું હતું કે, “છેલ્લા ચાર દિવસમાં પૂછપરછમાં નોંધપાત્ર વધારો થયો છે. નવી દારૂ નીતિની જાહેરાતથી લોકોમાં ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમને સમજવામાં રસ વધ્યો છે. અમે 9 પ્રોજેક્ટ્સ વિકસાવી રહ્યા છીએ.  ડોમેસ્ટિક ઝોનમાં લાખ ચોરસ ફૂટનો કોમર્શિયલ પ્રોજેક્ટ છે અને જાન્યુઆરીમાં કિંમતો સુધારવા જઈ રહી છે.”  શાહે ઉમેર્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી રેસિડેન્શિયલ સેગમેન્ટમાં સારી માંગ જોવા મળી છે.

ગિફ્ટ સિટીમાં પ્રોજેક્ટ ધરાવતી અન્ય એક રિયલ એસ્ટેટ કંપનીના સ્થાપક યશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારે દારૂની નીતિ જાહેર કરી ત્યારથી પૂછપરછ ખૂબ વધી રહી છે. અમે આ અઠવાડિયે દરોમાં થોડો સુધારો કર્યો છે અને જાન્યુઆરીમાં વધુ વધારા અંગે નિર્ણય લઈશું.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.