Abtak Media Google News

ગોંડલ મહારાજા સર ભગવતસિંહજીનું પોટ્રેટ અને તેમના દ્વારા લિખિત પુસ્તકો હજુ લંડનની ઓક્સફર્ડ લાઇબ્રેરીમાં રખાયા છે

ગોંડલ વર્તમાન મહારાજા સાહેબ જ્યોતેન્દ્રસિંહજી, મહારાણી સાહેબ કુમુદકુમારીજી તેમજ યુવરાજ સાહેબ હિમાંશુસિંહજી હાલ લંડનના પ્રવાસે હોય ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડેલીયન લાઇબ્રેરીની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓનું દબદબાભેર સ્વાગત કરી સન્માનિત કરાયા હતા.

ગોંડલ રાજવી પરિવારના સેક્રેટરી ભાવેશભાઈ રાધનપુરા એ જણાવ્યું હતું કે પ્રજાપતિ મહારાજા સર ભગવતસિંહજી નો શિક્ષણ પ્રેમ અને સુશાસન થી સમગ્ર વિશ્વ પરિચિત છે જ, રાજવી કાળમાં ફ્રેન્ક બ્રુક નામના પેઈન્ટર દ્વારા મહારાજા સર ભગવતસિંહજીના બે પોટ્રેટ બનાવવામાં આવ્યા હતા, જેમાંનું એક પોટ્રેટ ગોંડલ ખાતે છે અને બીજું પોટ્રેટ લંડન સ્થિત બોડેલીયન લાયબ્રેરીમાં રાખવામાં આવ્યું છે તેમજ મહારાજા સર ભગવતસિંહજી દ્વારા વર્ષ ૧૮૮૩માં લંડનનો પ્રવાસ કરવામાં આવ્યો હતો અને તે અંગે તેઓ દ્વારા “જનરલ ઓફ એ વિઝીટ ટુ ઇંગ્લેન્ડ” પુસ્તક લખવામાં આવ્યું હતું તે પુસ્તક તેમજ વર્ષ ૧૯૩૪માં ગોલ્ડન જ્યુબિલી ઉત્સવ સમયે ગોલ્ડન જ્યુબિલી કમિટિ દ્વારા ” શ્રી ભગવતસિંહજી મેકર ઓફ મોર્ડન ગોંડલ” પુસ્તક પ્રકાશિત કરાયું હોય તેને પણ લાઇબ્રેરીમાં કાળજીપૂર્વક રાખવામાં આવ્યા છે. મહારાજા દ્વારા જ લેખિત આયુર્વેદ પરનું “હિસ્ટ્રી ઓફ આર્યન મેડિકલ સાયન્સ” નામના પુસ્તકનો પણ સમાવેશ કરાયો છે.

સ્મૃતિઓને અલભ્ય ખજાનો ગણાવ્યો હતો.  મહારાજા સર ભગવતસિંહજીએ વિદેશમાં અભ્યાસ દરમિયાન લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ડોક્ટરેટની પદવી હાંસલ કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.