Abtak Media Google News

વિપક્ષે પ્રશ્નોની જડી વરસાવતા સત્તાધારી પક્ષ જવાબ આપવામાં થોથવાયું

મનપાના કર્મચારીઓના પગાર ધોરણ, વેરામાં વ્યાજ માફીની મુદ્તનો વધારો, નિવૃત્ત સેક્રેટરીની છ માસની મુદ્ત વધારા સામે વિપક્ષે ઉઠાવ્યા સવાલ

જામનગર મહાનગર પાલિકાની મળેલી સામાન્ય સભામાં વિપક્ષના કોર્પોરેટરોએ રીતસરની સત્તાપક્ષ ઉપર પ્રશ્નો ની ઝડી વરસાવી હતી. અને અનેક મુદ્દે આક્રમક રજૂઆતો કરી એ  સી હોલ માં પણ સતાં પક્ષ ને પરસેવો વાળી દીધો હતો. જેમાં મુખ્યત્વે જી.જી. હોસ્પિટલમાં ફાયર મુદ્દે, એક અધિકારીને સસ્પેન્ડ કરવા સહિત ના સેક્રેટરીને ફરી એક વખત 6 માસની મુદ્દત માટે નોકરીમાં રાખવા સહિતના મુદ્દાઓની આક્રમક રજૂઆતો કરતા સત્તાધીશો જવાબ આપવામાં થોથવાયા હતાં.

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને ધીરૂભાઈ અંબાણી વાણિજ્ય ભવન માં મળી હતી. બેઠકના પ્રારંભમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સલીમભાઈ દુરાની અને પૂર્વ કોર્પોરેટર અસગરઅલી કપાસીના નિધન થતા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારપછી જામનગરના મેયર ઈલેવન ચેમ્પિયન થતા સમગ્ર ટીમને અભિનંદન પાઠવાયા હતાં.

મહાનગરપાલિકાના કર્મચારીઓને 10, 20 અને 30 વર્ષ ઉચ્ચતર પગાર ધોરણ આપવાની દરખાસ્તને સર્વાનુમત્તે મંજૂરી આપવામાં આવી હતી. સર્વ પ્રથમ વિપક્ષના આનંદ રાઠોડે રજૂઆત કરી હતી કે, કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, કાર્યપાલક ઈજનેર સહિતની જગ્યાઓ ખાલી ક્યાં સુધી, ઈન્ચાર્જથી ગાડું ગબડાવવામાં આવશે. આ સત્તાપક્ષની નબળાઈ છે. સક્ષમ અધિકારીને બઢતી આપવી જોઈએ. ધ બોમ્બે નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ અન્વયે ઘડવામાં આવેલા પેટા કાયદાને મંજૂરી આપવાની દરખાસ્તને સામાન્ય ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી હતી.

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અક્ષયપાત્ર ફાઉન્ડેશનનું મધ્યાહન ભોજન યોજના અન્વયે મેગા કિચન બનાવવાના મુખ્ય દાતા તરીકે સહયોગ આપવા બદલ આભાર પ્રગટ કરવા તથા મહાનગરપાલિકાની હદમાં બાવન પ્રાથમિક શાળામાં રિલાયન્સ ફાઉન્ડેશન અંતર્ગત સરકારની સબસીડી ઉપરાંત મધ્યાહન ભોજનની રકમનો સહકાર આપવા અંગેની દરખાસ્તને સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવી હતી.

સાત રસ્તા સર્કલ પાસેના સ્વામી વિવેકાનંદ મિલ્ક અને મિલ્ક પ્રોડકટસ રિટેઈલ આઉટલેટ માટે જગ્યાને પાંચ વર્ષ માટે લીઝ ઉપર આપવાની દરખાસ્ત પણ મંજુર કરવામાં આવી હતી. મિલકતવેરા-વોટર ચાર્જની બાકી રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી યોજનાની મુદ્દત 30-4-ર3 સુધી વધારવાની દરખાસ્તને પણ મંજુરી અપાઈ હતી.આ પછી વિપક્ષના અલ્તાફ ખફીએ જણાવ્યું હતું કે બે માસમાં એક વખત મળતી સામાન્ય સભામાં ચીલાચાલુ એજન્ડા જ હોય છે. શું કોઈ વિકાસ કામ નથી ? જો વ્યાજ માફી યોજનાની વિપક્ષની રજુઆતને પહેલાં જ માન્ય રાખી હોત તો વધુ ફાયદો મળ્યો હોત. મેં પોતે આ યોજનામાં આશરે પ0 લાખ રૃપિયા ભરાવ્યા છે.નળ જોડાણ એક જ હોવા છતાં 3 થી 4 બીલો મળે છે આ શાટે ? તેના જવાબમાં જણાવાયું હતું કે આ માટે કામગીરી ચાલી રહી છે.

આ બાબતે મેયરે જણાવ્યું હતું કે, આ કામગીરી જલદી કરો જેથી લોકોને વ્યાજ માફીનો લાભ મળી શકે.આ પછી અધ્યક્ષ સ્થાનેથી દરખાસ્ત રજુ થઈ હતી જેમાં સેક્રેટરી અશોક પરમાર ની મુદ્દત વધુ છ માસ માટે વધારવાની દરખાસ્ત વિપક્ષના વિરોધ સાથે મંજુર કરવામાં આવી હતી. આ તકે વિપક્ષના સભ્યોએ ટકોર કરી હતી. કે, અશોક પરમારને પાંચ વર્ષ માટે જ રાખી લો એટલે કામ પતે. અત્રે ઉલ્લેખનીય છે કે અશોક પરમાર નિવૃત્ત થયા પછી તેની મુદત છ – છ માસ વધારવામાં આવી રહી છે.

આજે પાંચમી વખત તેને સત્તા પક્ષ નાં આશીર્વાદ થી રીપિટ કરવામાં આવ્યા હતાઆ પછી વિપક્ષના સદસ્ય અસ્લમ ખીલજીએ કહ્યું હતું કે, પાનવાળા આરોગ્ય કેન્દ્રને શા માટે બંધ કરવામાં આવ્યું?  જો પંદર દિવસમાં પુન: શરૃ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમણે આરોગ્ય અધિકારી સદંતર નિષ્ફળ ગયા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેઓ કોઈ ના ફોન ઉપાડતા નથી જવાબ પણ આપતા નથી તેમ પણ જણાવ્યું હતું. જો કે, ઈન્ચાર્જે નાયબ કમિશનરે જવાબ આપ્યો હતો કે, 15 દિવસમાં આરોગ્ય કેન્દ્ર પુન: શરૃ કરી દેવામાં આવશે. વિપક્ષના અલ્તાફ ખફી એ કહ્યું હતું કે, આરોગ્ય અધિકારી પ્રજાનો નોકરિયાત છે. છતાં કોર્પોરેટર ને પણ ગાંઠતા નથી. શા માટે તેમને છાવરવામાં આવે છે ?

આ પછી વિપક્ષના રાહુલ બોરીયા એ કોમ્પ્યૂટર શાખા ના એનાલિસ્ટની જગ્યા અંગે નો સવાલ ઉઠાવતા ઈન્ચાર્જ નાયબ કમિશનરે જવાબ આપ્યો હતો કે તેમાં બધું નિયમ મુજબ થયું છે. વ્યક્તિગત આરોપ કરવાની કોઈ જરૂર નથી. રાહુલ બોરીયા એ કહ્યું હતું કે, બઢતી ની કોઈ જોગવાઈ નથી પણ સીધી ભરતી માંથી રાખવાનો નિયમ છે. આ માટે મેયરે આ મુદ્દે તપાસ કરવા નો આદેશ આપ્યો હતો. આ પછી વિપક્ષ જેનબબેન ખફી એ ફાયર શાખા ને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, અમારી રજૂઆતો સંભળાતી નથી. આથી તેઓ ઘંટ વગાડી ને નાટકીય રજૂઆતો કરવી પડે છે. સિવિલ શાખા રોજબરોજનું કામ નબળું કરે છે.છતાં વર્ષ માં 1 કરોડ 40 લાખ નો ખર્ચ કરવામાં આવે છે.આ મુદ્દે ડી. એમ. સી એ  કહ્યું હતું કે આક્ષેપો ખોટા છે . કામ થાય તેનું પેમેન્ટ જ થાય છે. જી.જી. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે આપવામાં આવેલ એનઓસી અંગે ખાસ તેમને સવાલો ઉઠાવ્યા હતા. અને તદ્દન હલકી ગુણવત્તાનું મટિરીયલ ઉપયોગ થયો હોવા છતાં એનઓસી કેમ મળ્યું ? આ મુદ્દે અધિકારી એ દોષ નો ટોપલો પીઆઈયુ વિભાગ ઉપર ઢોળ્યો હતો.

આ ઉપરાંત હોસ્પિટલમાં જરૃર નથી ત્યાં પણ સ્મોક ડિટેક્ટર લગાવાયાનો આરોપ કર્યો હતો. સેવા સદન 1 થી 3 પાસે એન.ઓ.સી. જ નથી તેમ પણ જેનબબેને  જણાવાયું હતું.  આજની સામાન્ય સભામાં વિપક્ષના રચનાબેન નંદાણીયા, સંવિધાન ના વેશ માં પ્રવેશ્યા હતાં. અને પોસ્ટર દર્શાવી   અધિકારી નંદાણીયા ને સસ્પેન્ડ કરો તેવી માંગ કરી હતી.તેમને કહ્યું હતું કે નંદાણીયા પાસે બધાજ પાવર છે.તેઓ આઉટસોર્સ કર્મચારી નાં પગાર રોકે છે.અમીધારા નાં પૈસા પણ રોકી રાખ્યા છે. વિપક્ષના નેતા ધવલ નંદા એ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે ડોર ટુ  ડોર કચરા કચરાના કલેકશન માં વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે.

વે બ્રિજ ઉપર કોઈ અધિકારી હાજર હોતા નથી. આથી કચરા ની કોઈ ગાડી પકડાતી નથી. શા માટે જવાબદાર પાર્ટી ને  બ્લેકલિસ્ટ કરવામાં આવતી નથી ? તો વિપક્ષના હાલતા ખપીએ પણ કહ્યું હતું કે એક પણ ગાડી ઓમ સ્વચ્છતા પાર્ટી ની નથી. પરંતુ પેટા માં કામ ચાલે છે. અને કેરણ ભરી ને ખોટા બીલો બનાવવામાં આવે છે. મેયર બર્ધન ચોકમાં ચેક કરવા જાય છે. પરંતુ ક્યારેક કચરાની ગાડીઓનું પણ ચેકિંગ કરે તેવી ટકોર કરી હતી.

વોર્ડ નં.12નાં આરોગ્ય કેન્દ્રનાં સ્થળાંતર મુદ્દે -ધરણાં-સુત્રોચ્ચાર

Img 20230419 Wa0131

જામનગર ના વોર્ડ નં. 1ર મા પાનવાળા આરોગ્ય કેન્દ્ર કાર્યરત હતું જેનું સ્થળાંતર વોર્ડ નં. 9 માં કરવામાં આવતા વોર્ડ નં. 1ર ના કોંગ્રેસના કોર્પોરેટર અસલમ ખીલજી એ આજે જનરલ બોર્ડ ની બેઠક સમયે સભા સ્થળની બહાર ધરણાં-સૂત્રોચ્ચાર સાથે પાનવાળા આરોગ્ય કેન્દ્રને પુન: વોર્ડ નં. 1ર મા જ કાર્યરત કરવા માંગણી કરી હતી. આ અંગે તેમણે મ્યુનિ. ઈન ચાર્જ નાયબ મ્યુનિ. કમિશનર  ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.આ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે પાનવાળા આરોગ્ય કેન્દ્ર છેલ્લા 30 વર્ષથી કાર્યરત હતું. ત્યાં દરરોજ આશરે ર00 થી રપ0 ગરીબ દર્દીઓ આરોગ્ય સારવાર મેળવતા હતાં.

ઉપરાંત વોર્ડ નં. 10 તથા વોર્ડ નં. 11 ના લોકો પણ આ આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા આવતા હતાં. પાનવાળા આરોગ્ય કેન્દ્ર આશરે 1પ,000 જેટલી વસતિ ધરાવતો વિસ્તાર છે.હાલમાં આ આરોગ્ય કેન્દ્ર સજુબા ક્ધયા શાળા પાસે સ્થળાંતર કરવામાં આવેલ છે. જે વોર્ડ નં. 9 નો વિસ્તાર છે. ત્યાં સારવાર મેળવવા માટે લોકોએ રૃપિયા 30 થી 60 સુધી નું  રિક્ષાભાડુ ચૂકવવું પડે છે. ગરીબ દર્દીઓ કેવી રીતે સારવાર મેળવવા ત્યાં પહોંચી શકે ? મોટી ઉંમરક્ષના દર્દી ઓ ને પણ સારવાર મેળવવા ખૂબ દૂર પડી જાય છે. જો બીજી બાજુએ આરોગ્ય કેન્દ્ર ચાલુ થયેલ છે તે સારી બાબત છે પણ આ આરોગ્ય કેન્દ્ર બંધ કરવા થી ગરીબ દર્દીઓમાં જબરો આક્રોશ છે.

આ બાબતે છેલ્લા છ માસથી લેખિત તથા મૌખિક, સામાન્ય સભામાં પણ રજૂઆત કરેલ છે તેમ છતાં આરોગ્ય શાખા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી. આરોગ્ય શાખાના જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં મસ્ત હોય એવું જણાય છે. વોર્ડ નં. 1ર નું પાનવાળા આરોગ્ય કેનદ્ર પુન: કાર્યરત કરવામાં નહિ આવે તો ના છૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી આવેદનના અંતે આપવામાં આવી છે.

જી.જી.હોસ્પિટલના ફાયરસેફ્ટીના મુદ્દે ખતરાની ઘંટી વગાડી એન્ટ્રી કરતા કોંગી કોર્પોરેટર

Img 20230419 Wa0129

જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી હતી, જેમાં વોર્ડ નંબર 12ના કોંગી કોર્પોરેટર જેનબબેન ખફી, કે જેઓ આજે હોસ્પિટલના ફાયર એન.ઓ.સી. પ્રકરણ ને લઈને વિરોધ પ્રદર્શિત કરવાના ભાગરૂપે ખતરાની ઘંટી સાથેના પોસ્ટર લઈને હાથમાં ઘંટ વગાડતા વગાડતા બોર્ડમાં પ્રવેશ્યા હતા. કોર્પોરેટર જેનબબેન ખફી, કે જેઓએ પોતાના ગળામાં લાલ કલરનું કપડું પહેર્યું હતું, ત્યારબાદ પોતાના હાથમાં ’ખતરાની ઘંટી’ નું પોસ્ટર લગાવ્યું હતું, સાથોસાથ ફાયર અધિકારી અને પી.આઈ.યુ દ્વારા જી.જી. હોસ્પિટલમાં ફાયર એન.ઓ.સી. આપવા બાબતે ભ્રષ્ટાચાર કરાયો છે, તે દર્શાવતું પોસ્ટર લગાવીને હાથમાં ઘંટ વગાડતા વગાડતા બોર્ડમાં પ્રવેશ્યા હતા, અને નવતર પ્રકારે વિરોધ કર્યો હતો. જેથી પણ બોર્ડમાં કુતુહલ પ્રસર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.