Abtak Media Google News

સવર્ણોના બાળકો માટે વિનામુલ્યે હોસ્ટેલ, સ્વરોજગાર માટે સોફટ લોન, વિદેશ અભ્યાસ માટે એજયુકેશન લોન, લગ્ન માટે નાણાકીય સહાય, મહિલાઓ માટે આર્થિક કલ્યાણ યોજનાઓ તેમજ આર્થિક પછાત માટે પેન્શન યોજના અને સરકારી નોકરી માટે વયમર્યાદામાં છૂટછાટ મળશે

કેબીનેટ બેઠકમાં યોજનાઓની મંજૂરી માટે તખ્તો

ગુજરાતના આર્થીક પછાત સવર્ણો માટે રાજય સરકાર ૨૫ જેટલી જુદી જુદી યોજનાઓ તૈયાર કરી ચૂકી છે. જેને આજે કેબીનેટ બેઠકમાં મુકવામાં આવશે. રાજય સરકારે સવર્ણોના ઉતન માટે રૂ.૫૩૨ કરોડ બજેટમાં ફાળવ્યા હતા. જો કે, હજુ યોજનાઓની જાહેરાત હજુ બાકી છે.

સવર્ણો માટેની નવી યોજનાઓ પૈકીની કેટલીક યોજનાઓ એસસી/એસટી અને ઓબીસી સમાજ માટેની યોજનાઓ જેવી જ હશે. પાટીદાર અનામત આંદોલન બાદ સવર્ણો માટે કલ્યાણકારી યોજનાઓ ઘડવાની તૈયારીઓ રાજય સરકારે કરી હતી. જેના ભાગરૂપે નોન રિઝર્વ કાસ્ટ વેલફેર કમિશનની રચના પણ થઈ હતી. અગાઉ આ યોજનાની અમલવારી ૧લી એપ્રીલી થશે તેવી ધારણા જે વિધાર્થીઓએ તા.૧લી એપ્રીલ બાદ પણ યોજનાનો લાભ મેળવવા અરજી કરી હશે તેમને પણ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

સરકારની નવી યોજનાઓ હેઠળ સવર્ણો વર્ગના વિધાર્થીનીઓ અને વિધાર્થીઓ માટે વિનામુલ્યે હોસ્ટેલ સુવિધા, રોજગાર માટે સોફટ લોન, વિદેશ અભ્યાસ માટે એજયુકેશન લોન, લગ્ન માટે સહાય, આર્થિક પછાતો માટે પેન્શન તેમજ સરકારી નોકરીમાં વય મર્યાદામાં છૂટછાટની ભલામણ થઈ હતી.

સરકાર આજની કેબીનેટ બેઠકમાં આ યોજના મુદ્દે અંતિમ નિર્ણય લેશે. અહીં ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન બાદ સવર્ણોને પણ અનામતના લાભ મળવા જોઈએ. તેવો મત સરકાર પાસે વ્યકત થયો હતો. ત્યારબાદ સરકારે ૩૦ મેના રોજ જીઆર જાહેર કર્યો હતો. સરકારે નોન-રિઝર્વ કાસ્ટ વેલ્ફેર કમીશનની રચના કરી હતી. તેણે સરકારને રિપોર્ટ કર્યો હતો કે, આ પ્રકારના લાભ સવર્ણોને આપવા જોઈએ. ત્યારબાદ સરકારે ૫૩૨ કરોડનું ભંડોળ બજેટમાં ફાળવ્યું હતું.

રાજયના સમાજિક, કલ્યાણ અને ન્યાય વિભાગના મંત્રી ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, રાજય સરકારે સવર્ણો માટે ૨૫ કલ્યાણકારી યોજનાઓ તૈયાર કરી છે. જેને કેબીનેટમાં મુકી મંજૂર કરવામાં આવશે. કેબીનેટમાં આ યોજનાના લાભ માટે આવક મર્યાદાનો માપદંડ નક્કી થશે જે લગભગ ૬ થી ૮ લાખની મર્યાદામાં રહી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.