Abtak Media Google News

ભાઇઓમાં ઋત્વીક ભાજીવાલા અને બહેનોમાં મોનીકા નાગપુરે પ્રથમ સ્થાને વિજેતા

અરબી સમુદ્રમાં યોજાયેલી ૩૧મી વીર સાવરકર અખિલ ભારતિય સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાઇઓમાં ત્ર્શ્રત્વીક ભાજીવાલા ૭ કલાક ૦૪ મીનીટ અને ૩૮ સેક્ધડનાં સમય સાથે અને બહેનોમાં મોનીકા નાગપુરે  ૪ કલાક ૩૯ મીનીટ અને ૦૨ સેક્ધડના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયા હતા.

ભાઇઓ માટે આ સ્પર્ધા ચોરવાડથી વેરાવળ બંદર ૨૧ દરિયાઇ નોટીકલ માઇલ અને બહેનો માટે આદ્રીથી વેરાવળ બંદર ૧૬ દરિયાઇ નોટીકલ માઇલ સુધીની આ સ્પર્ધામાં ભાઇઓમાં ઉન્મીત સુરતી બીજા સ્થાને ૭  કલાક ૧૦ મીનીટ અને  ૫૩ સેક્ધડ, તૃતિય સ્થાને કપીલ ભાવસાર  ૭ કલાક ૧૩ મીનીટ અને ૨૨ સેક્ધડ તેમજ બહેનોમાં બીજા સ્થાને દર્શના સેલર  ૫ કલાક ૨૪ મીનીટ અને ૪૯ સેક્ધડ તથા તૃતિય સ્થાને મેહાલી ભાજીવાલા  ૫ કલાક ૩૧ મીનીટ અને ૧૯ સેક્ધડનાં સમય સાથે વિજેતા થયા હતા.

કમિશ્રર યુવક સેવા અને સાંસ્કૂતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર, જિલ્લા વહિવટીતંત્ર અને હરિઓમ આશ્રમ સુરત/નડીયાદ પ્રેરિત વીર સાવરકર અખિલ ભારતિય સમુદ્ર તરણ સ્પર્ધા દર એકાંતરા વર્ષે ચોરવાડ થી વેરાવળ વચ્ચેના અરબી સમુદ્રમાં યોજવામાં આવે છે. આ સ્પર્ધામાં ૧૨ ભાઇઓ અને ૭ બહેનો મળી કુલ ૧૯ સ્પર્ધકો સહભાગી થયા હતા. ચોરવાડ ખાતેથી ભાઇઓ માટે ૭ કલાક અને આદ્રીથી બહેનો માટે ૭:૩૦ કલાકે દરિયા દેવની પુજા સાથે માળીયા હાટીના મામલતદાર ગોહિલ, સરપંચ મયુર જોટવા, જિલ્લા રમત-ગમત અધિકારી વિશાલ જોષી, જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણા, સિનિયર કોચ કાનજીભાઈ ભાલીયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.

આ સ્પર્ધામાં મહારાષ્ટ્રમાંથી બહેનો-૪, ભાઈઓ-૨, ગુજરાત માંથી બહેનો-૦૭, ભાઈઓ-૫ અને પશ્રિમ બંગાળમાંથી ભાઈઓ-૧ મળી કુલ ૧૯ સ્પર્ધકોએ સમુદ્ર સાથે બાથ ભીડી હતી. મહારાષ્ટ્રના સ્પર્ધક બળવે સાગરને સંપૂર્ણ બહેરાપણુ અને આંખની ઓછી દ્રષ્ટિ હોવા છતા તેઓ સહભાગી થયા હતા.

વેરાવળ ખારવા સમાજના સહયોગથી બપોર બાદ ખારવા સમાજની વાડી વેરાવળ ખાતે યોજાયેલ સમાપન સમારોહમાં રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાએ જણાવ્યું હતું કે, તરણ સ્પર્ધામાં ભાગ લેવો તે જ મહત્વનું છે. સ્પર્ધકોના તંદુરસ્ત આરોગ્ય માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી. ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ તમામ તરવૈયાઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, સમુદ્રમાં તરવું ખુબ મુશ્કેલ હોવા છતા સ્પર્ધકો ઉત્સાહ પુર્વક જોડાયા હતા. કલેકટર અજયપ્રકાશે કહ્યું કે, લાંબા અંતરની તરણ સ્પર્ધામાં ભાગ લેનાર તેમામ સ્પર્ધકો વિજેતા છે. આ સ્પર્ધામાં ભાગ લઈ સ્વીમીંગ કરવું એ જ વિજેતા છે. મહાનુભાવોના હસ્તે વિજેતા અને તમામ સ્પર્ધકોને રોકડ રકમ, પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન જાલોંધરા, નિવૃત મામલતદાર દેવકુમાર આંબલીયા, અગ્રણી ડાયાભાઈ જાલોંધરા, જીતુભાઈ કુહાડા, ગોપાલભાઈ ફોફંડી અને હીરાભાઈ તેમજ મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સ્પર્ધાને સફળ બનાવવાં જિલ્લા કલેકટરનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત-ગમત કચેરી ઉપરાંત રેફરી મેહુલ મીસ્ત્રી, વીપુલ ભટ્ટ, અર્જૂન પરમાર, યોગેશ ચાવડા સહિત વ્યાયામ શિક્ષકો ઉપરાંત હરિઓમ આશ્રમનાં રૂટ માર્ગદર્શક હેમલતાબેન અને એમની ટીમ સહભાગી થયા હતા. કાર્યક્રમનું સંચાલન શિક્ષક નિમાવતે કર્યું હતું.

મોનીકા નાગપુરેની અખિલ ભારતિય સમુદ્ર તરણ સ્પર્ધામાં હેટ્રીક

સુરતની મોનીકા એમ.નાગપુરે ૩૧મી વીર સાવરકર અખિલ ભારતિય સમુદ્ર તરણ સ્પર્ધામાં સતત ત્રીજીવાર પ્રથમ સ્થાને વિજેતા થઇ હતી. મોનીકાએ આદ્રીથી વેરાવળ બંદર સુધી ૧૬ દરિયાઇ નોટીકલ માઇલનું અંતર ૪ કલાક ૩૯ મીનીટ અને ૦૦  સેકેન્ડમાં પૂર્ણ કર્યું હતું. મોનીકાએ જણાવ્યું હતું. કે, આજે સમુદ્ર શાંત હોવાથી સરળતાથી સ્વીમીંગ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ તરણ સ્પર્ધામાં વધુમાં વધુ સ્પર્ધકોએ ભાગ લેવા માટે અનુરોધ કર્યો હતો. મોનિકાનો જુસ્સો જોઇ વેરાવળનાં સાગરપુત્રોએ તાળીઓનાં ગડગડાટથી તેને વધાવી લઇ ગૈારવની લાગણી વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.