Abtak Media Google News

પાલિકાની હદમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનો ખુલી રહી શકશે, ૫૦ ટકા કારીગરો જ રાખી શકાશે: માસ્ક-સેનેટાઇઝર સહિતની વ્યવસ્થા ફરજીયાત

કોવિડ-૧૯ ના ઝડપી સંક્ર્મણને અટકાવવા તકેદારીના ભાગરૂપે જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે કલેકટર  રેમ્યા મોહનએ જાહેરનામા દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કેટલાક પ્રતિબંધાત્મક  હુકમો જારી કર્યા છે.

Advertisement

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી કામ વગર ઘરની બહાર નીકળવું નહીં કે અવરજવર કરવી નહીં અને જિલ્લાની હદ વળોટવી નહીં તેમજ લોકડાઉનની ચુસ્તપણે અમલવારી કરવી, સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત/ ગેરકાયદેસર રીતે ચાર કે ચારી વધુ વ્યક્તિઓ એક સો કોઈ પણ જગ્યાએ એકઠા વું નહીં, સભા-સરઘસ સંમેલન મેળાવડા કે લોકમેળાના આયોજન કરવા નહીં કે આવા આયોજનમાં લોકોએ હાજર રહેવું નહીં, જાહેર સ્થળોએ કે સરકારી કચેરીઓએ કે તેની આસપાસ, જેલોમાં કે તેની આસપાસના વિસ્તારોમાં શેરી-બંધ ગલીકે એવા કોઇ સ્થળોએ ધરણા કે અંદોલનો કરવા નહીં. મોલ,મલ્ટીપ્લેક્સ, સિનેમા, નાટ્યગૃહો, જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, ડાન્સ ક્લાસીસ, ગેમ ઝોન, ક્લબ હાઉસ, અમ્યૂઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી, હાટ બજાર,ઓડીટોરિયમ, એસેમ્બલી  અને જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર તી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા, તમામ પ્રકારની શૈક્ષણિક સંસઓ/ ટ્યુશન કોચિંગ ક્લાસ વગેરે જગ્યાએ તમામ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા, સરકારી તા ખાનગી હોસ્ટેલ,  જાહેર બાગ-બગીચા તા ધાર્મિક મેળાવડા, પાન માવાના ગલ્લાઓ અને દુકાનો તા આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો, બંધ રાખવા.

તમામ હોટેલો, રેસ્ટોરન્ટો, ખાણીપીણીના સ્થળો, મીઠાઇ ફરસાણની દુકાન, ભોજનાલય વગેરે ખાતે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, કોઈ પણ વ્યક્તિ/સંસ કોરોના વાયરસ અંગે ખોટી અફવા/માહિતી કોઈપણ પ્રકારના મીડિયા મારફત પહેલા આવશે તો તે ગુનો ગણાશે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઇ નાગરિક જાહેર યેલ કોરોના વાયરસ પોઝિટિવ વિસ્તાર દેશમાંથી આવ્યો હશે તો તેમના અંગે નજીકની સરકારી હોસ્પિટલ અવા શહેર-જિલ્લાના કંટ્રોલરૂમ નંબર ૧૦૪ પર અંગે ફરજિયાત જાણ કરવાની તા જરૂરી તમામ માહિતી આપવાની રહેશે વહીવટીતંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, અન્યા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હા ધરવામાં આવશે. જાહેર રસ્તાઓ પર કોઈ વ્યક્તિ થકીને કે અન્ય રીતે ગંદકી ફેલાવશે તો તેમની પાસેી નિયમ અનુસાર દંડ વસૂલ કરવામાં આવશે, કતલખાના બંધ રાખવા તેમજ માંસનું વેચાણ ન કરવું. આવશ્યક ન હોય તો ૧૦ વર્ષી ઓછી ઉંમરના બાળકોઘ ૬૫ વર્ષી મોટીઉંમરના વ્યક્તિઓ અને બીમાર વ્યક્તિઓ તેમજ ગર્ભવતી મહિલાઓએ બહાર નીકળવું નહીં

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં માત્ર સરકારી મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત સેવા, દૂધ, શાકભાજી, ફળફળાદી, કરિયાણું, પ્રોવિઝન સ્ટોર, મેડિકલ સ્ટોર, દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી , દવા-મેડિકલ સાધનોની ઉત્પાદક કંપની તા તેમની રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ફાર્મસી, આરોગ્યલક્ષી તા વીજળી અંગેની સેવા, વીમા કંપની, ઇન્ટરનેટ, ટેલિફોન તા આઈટી અને આઇટી સંબંધિત સેવાઓ, માલ-સામાનની હેરફેર માટે રેલ્વે અને ટ્રાન્સપોર્ટેશન સેવા, મીડિયા, સમાચાર પત્રો, પેટ્રોલ પંપ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ તંત્ર, બેન્ક, એટીએમ, બેન્કનું કલીયરીંગ હાઉસ, સ્ટોક એક્સચેન્જ, તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન તા અન્ય અતિ આવશ્યક સેવાઓ, ખાદ્ય પર્દાો તા ખાદ્યસામગ્રી, પેસ્ટ ક્નટ્રોલ અને આવશ્યક સેવાઓના ઉત્પાદન પરિવહન અને પુરવઠા વ્યવસ અને તેને લગતું ઇ-કોમર્સ, વગેરે ચાલુ રહેશે. પોલીસ કમિશ્નર, રાજકોટ શહેર રાજકોટની હકુમત સિવાયના રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ઉપરોકત હુકમો લાગુ પડશે અને તેની અમલવારી તા. ૧૭/૦૫/૨૦૨૦ સુધી કરવાની રહેશે, જેનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.