Abtak Media Google News

આઇપીએલ 2021ને લઇને ઓકશન યોજાયુ છે. આ માટે ચેન્નાઇમાં આઇપીએલને લઇને તમામ ફેન્ચાઇઝીઓ પોતાની શ્રેષ્ઠ ટીમ રચવા માટેનો પ્રયાસોની પૂર્વ તૈયારીઓમાં મંથન કર્યું હતું. ક્રિકેટ બોર્ડે એ 292 ખેલાડીઓની લીસ્ટ યાદી જાહેર કર્યા બાદ સ્પષ્ટ થઇ ચુક્યુ હતું કે, કેટલા અને કયા વિદેશી અને ઘરેલુ ખેલાડીઓ હરાજી યાદીમાં સામેલ રહેશે. ઓકશન પહેલા એ વિદેશી ખેલાડીઓની લિસ્ટ તૈયાર કરવામાં આવી હતી. જે પ્રથમ વાર જ આઇપીએલમાં રમતા જોવા મળી શકે છે તેવી ધારણા હતી. આવા ખેલાડીઓ પર આ વખતની સિઝન માટે લખલૂટ પૈસા વરસ્યા હતા. આ હરાજીમાં અનેક રેકોર્ડ સર્જાયા હતા

દરમિયાન સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે 1.2 કરોડમાં ખરીદ્યો છે. 

માધ્યમોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ તેણે 13-14 વર્ષની ઉંમરે રમવાનું શરૂ કર્યું હતું. તેના પપ્પા કાન્જીભાઈ ટેમ્પો ચલાવતા હતા અને મમ્મી વર્ષાબેન ગૃહિણી છે. ચેતન નાનપણથી ભણવામાં સારો હતો અને ફેમિલી ઇચ્છતું હતું કે તે ઉચ્ચ અભ્યાસ કરે અને આગળ જઈને અધિકારી બને. તે 12 સાયન્સ પાસ છું પણ એ પછી આગળ ભણી શક્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.