Abtak Media Google News

આજે ગુજરાત શિક્ષણ બોર્ડની મહત્વની બેઠકપેપરની પુન:ચકાસણીમાં હવે માત્ર ટોટલ નહીં પરંતુ આખા પેપરની તપાસ કરવા સહિતના એજન્ડા પર ચર્ચા થશે

ગુજરાત સેક્ધડરી એન્ડ હાયર સેક્ધડરી એજયુકેશન બોર્ડ (જીએસએચએસઈબી)ની આજે મહત્વની બેઠક મળવાની છે. આ બેઠકમાં શિક્ષણ ક્ષેત્રે અતિમહત્વના મુદાઓ વિશે ચર્ચા થશે. ધો.૧૨ના બોર્ડની પરીક્ષાના પેપરોની પુન:ચકાસણી ત્વરીત હાથ ધરવા અંગે સરકાર વિચારણા કરી રહી છે જે વિશે પણ આ બેઠકમાં ચર્ચા થશે.

Advertisement

ઘણાં નિષ્ણાંતોનું કહેવું છે કે, અન્ય રાજયોના શિક્ષણ બોર્ડની જેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પણ પેપરની પુન: ચકાસણી પઘ્ધતિ હોવી જોઈએ. જેમાં સુધારાની જ‚રીયાત છે. જણાવી દઈએ કે, હાલ કોઈ વિદ્યાર્થીને બોર્ડના પેપરની પુન:ચકાસણી કરાવવી હોય તો તે માત્ર કુલ માર્કસ જ ચકાસી શકે છે. આખું પેપર કે પેપર ચકાસવાની પઘ્ધતિ અંગે તેઓ કંઈ માહિતી મેળવી શકતા નથી.

આથી વિદ્યાર્થીઓને ન્યાય મળી રહે અને સંતુષ્ટ થાય તે હેતુથી શિક્ષણવિદોનું કહેવું છે કે, પેપરની પુન:ચકાસણીમાં માત્ર ટોટલ નહીં પણ આખા પેપરની ચકાસણી કરવામાં આવે. આજે મળનારી બેઠકમાં આ મુદા ઉપરાંત ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ પરનો બોજો હળવો કરવા પર પણ ચર્ચા થશે.

ધો.૧૦માં હાલની પઘ્ધતિ એવી છે કે, બોર્ડની પરીક્ષામાં પેપરના ૭૦ માર્કસમાંથી ૨૩ અને ઈન્ટરનલ માર્કસ એટલે કે શાળા તરફથી ૩૦ માંથી ૧૦ માર્કસ એમ પાસ થવા માટે કુલ ૩૩ માર્કસ વિદ્યાર્થીએ મેળવવાના હોય છે પરંતુ હવે આ માર્કસ પઘ્ધતિમાં ફેરફાર થાય તેવી શકયતા છે. શાળા તરફથી અપાતા ૩૦ ઈન્ટરનલ માર્કસમાંથી ૨૦ માર્કસ નકકી કરાશે. જેથી પેપરમાં માત્ર ૧૩ માર્કસ મેળવનાર વિદ્યાર્થી પણ પાસ થઈ શકશે. આ મુદા વિશે આજની બોર્ડ બેઠકમાં ચર્ચા થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.