Abtak Media Google News

સદનસીબે બોમ્બ ફૂટયો નહી: બોમ્બ સ્કોર્ડે બોમ્બ ડીફયુઝ કર્યો

એસ.પી., આઈ.જી. અને એફ.એસ.એલ. સહિતની ટીમોના ઉપલેટામાં ધામા

પોરબંદર રોડ ઉપર જલારામ મંદિરથી આગળ જતા કિશ્ર્ના શૈક્ષણીક સંકુલ આવેલ છે આ સંસ્થા વલ્લભભાઈ રત્નાભાઈ ડોબરીયા ચલાવે છે.તે સંસ્થાની સાથે સાથે કોલેજમાં પાર્ટ ટાઈમ પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવે છે. તેમને અને તેમના સમગ્ર સંકુલને હેરાન કરવા કે નૂકશાન કરવાના ઈરાદે પાર્સલ બોમ્બ મોકલીતેઓને પતાવી દેવાનું કોઈએ કાવત્રુ કર્યાનો બનાવ બનતા આ બનાસ ટોક ઓફ ટાઉન બનેલ છે.Photogrid 1539833579056 3

Advertisement

આ બનાવની વિગત એવા પ્રકારની છે કે ક્રિશ્ર્ના શૈક્ષણીક સંસ્થામાં તા.૧૨.૧૦.૧૮ના શુક્રવારના બપોરનાં ૪ વાગ્યા કોઈ આંગડીયાવાળાએ આવીને પ્રો.વલ્લભ ડોબરીયાના નામનું પાર્સલ હોય તેમને બોલાવવાનું કહેતા પ્રો. ડોબરીયા કલાસમાં હોય તેઓએ આવીને પાર્સલ સ્વીકારેલ અને મોબાઈલ ફોનમાં ડીઝીટલ સહી કરી આપેલ હતી.

ત્યારબાદ પાર્સલ ઉપર રહેલ કવરમાં લખેલ હતુકે આ પાર્સલ તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ મોકલેલ હતુ. તેમાં લખેલ હતુ કે મને દિલ્હીમાં સારી પોસ્ટ મળી ગયેલ છે. આ પાર્સલમાં એક મૂર્તિ અને ચેક આપને મોકલુ છું આ પાર્સલ રવિવારે સાંજના ૬.૧૦ કલાકે તમારા સમગ્ર પરિવાર સાથે મળીને ખોલજો અને તમારા પુત્ર ના હાથે ખોલાવજો આવો મેસેજ સાથેના કવરમાં હોય પ્રો.ડોબરીયાએ પાર્સલ ઓફીસમાં રાખી દીધેલ હતુ.

ત્યારબાદ રવિવારના આ પાર્સલ બોમ્બ ખોલવાનાં હતા પણ પ્રો.ડોબરીયાના જણાવવા મુજબ તેઓ ભૂલી ગયા હતા અને સોમવારના મોડેથી ધ્યાનમાં આવતા પાર્સલ હાથમાં લેતા તેમને શંકા જતા ઉપલેટા પોલીસને જાણ કરવામાં આવેલ હતી.

આ રીતે પાર્સલની જાણ થતા ઉપલેટાના પી.આઈ. પલ્લાચાર્ય તથા ટીમ ક્રિશ્ર્ના શૈક્ષણીક સંકુલ ખાતે દોડી ગયેલ હતી. અને પાર્સલ બોમ્બ જોતા શંકાજતા સંસ્થામાંથી દૂર પાર્સલ ખૂલ્લા ગ્રાઉન્ડમાં લઈ જઈને સલામત જગ્યાએ રાખી દઈને આ પાર્સલ અંગે એસ.પી.ને જાણ કરી હતી.

આ બનાવની જાણ એસ.પી.તથા આઈ.જી.ને થતા ગઈકાલે રાત્રે આર.આર.સેલ અને એલ.સી.બી.ની ટીમે પણ સંસ્થામાં આવી હતી અને એફ.એસ.એલ.ની ટીમ તથા જૂનાગઢની બોમ્બ ડીફયુઝ કરી શકે તેવા નિષ્ણાતોની ટીમ બોલાવી હતી.

ત્રણ દિવસ થયા આ કામગીરી પોલીસ છૂપી રીતે કરતી હતી એટલું સીક્રેટ રાખેલ હતુ કે પત્રકારોને પણ માહિતી આપતા નહોતા કે જે જગ્યાએ પાર્સલ રાખેલ હતુ ત્યાં જવા દેતા નહોતા.Photogrid 1539833579056 2

ગઈકાલે રાત્રે કોઈ સમયે એફ.એસએલની ટીમ અને બોમ્બ વિરોધ સ્કવોડે આવીને આ બોમ્બ નિષ્ક્રીય બનાવી નાખ્યો હતો.

આજે આ બનાવનાં સ્થળની મુલાકાતે રેન્જ આઈ.જી. સુભાષ ચૌહાણ આવેલ હતા તેઓ માહિતી આપતા જણાવેલ હતુ કે તા.૧૨મી આવેલ પાર્સલ બોમ્બ જ હતો જેમાં ૮ જીલેટીનની સ્ટીકને ૯ ફયુઝ હતા તથા ઈલેકટ્રોનીકસ સરકીટથી ફીટ કરેલ હતો અનેપેકેટમાં રહેલ ચાપ દબાતાજ વિસ્ફોટ થાય તેવો હતો.

આ બોમ્બ પ્રો. ડોબરીયાના પરિવારને નુકશાન કરવા કે ખતમ કરવા મોકલવામાં આવેલ હતો. પ્રો.ડોબરીયાના કોઈ દુશ્મન હોય તો તેઓ અંગેની માહિતી તા.૧૨મીએ પાર્સલ આવ્યા બાદ ૪ દિવસ પછી પોલીસને જાણ કરવામાં મોડુ કેમ થયું તે તથા અન્ય ઘણા બધા મુદા ઉપર પોલીસ ચુપકીથી તપાસ ચલાવી રહી છે. જાણવા મળ્યામુજબ પ્રો. ડોબરીયાનું બ્રેકગ્રાઉન્ડમાં પોલીસ ઉંડાણ પૂર્વક તપાસ ચલાવી રહી છે.

જોકેઆલખાઈ રહ્યું છે ત્યાર સુધીમાં આ બનાવમાં કોઈ સગડ પોલીસને મળ્યા નથી. પોલીસે આજ ઉપલેટાના તમામ આંગડીયા વાળાને બોલાવી આ પાર્સલ કયા આંગડીયા મારફત અને કયાંથી આવેલ હતુ તે અંગે જાણવા પ્રયત્ન કરેલ હતો.

ઉપલેટામાં ૨૦ વર્ષ પહેલા બોમ્બ ધડાકો થયો હતોયારે બેના મોત થયા હતા: હજુ ભેદ ઉકેલાયો નથી

ઉપલેટામાં મંગળવારે રાત્રે શહેરની શૈક્ષણીક સ્કુલમાંથી બોમ્બનું પાર્સલ મળ્યાબાદ જીલ્લા પોલીસ વડા જીણવટ ભરીતપાસ કરી રહ્યા છે. ત્યારે આજથી ૨૦ વર્ષ પહેલા શહેરના ગાંધી ચોકમાં પણ અજાણ્યા માણસ મારફત કુરીયર નામે બોમ્બનું પાર્સલ આવ્યું હતુ આ પાર્સલ ગાંધીચોકની મંડી ઉપર ખોલતા ગીરીશભાઈ લક્ષ્મણભાઈ પાદરીયા અને રતીલાલ જીવાભાઈ પાદરીયા નામના બે શખ્સોના મોત થયા હતા ૨૦ વર્ષ થયા હોવા છતાંઆ બોમ્બ કાંડના ભેદ અકબંધ રહેવા પામેલ છે. ત્યારે ફરી પ્રજમાં પ્રશ્ર્ન ઉઠી રહ્યો છેકે શૈક્ષણીક સંકુલમાં મળી આવેલ બોમ્બના ભેદ પોલીસ ઉકેલી શકે કે નહી? તેના મુળ સુધી પહોચવામાં સફળ થશે તેવા પ્રશ્ર્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.