Abtak Media Google News

ફોર્મ વિતરણ શરૂ : ૨૦૦ થી વધુ ઉમેદવારી નોંધાયા: આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રાજકોટ ખાતે તા. ૧૭-૨ ના રોજ જૈન અપરીણીત યુવક-યુવતિઓ માટે યુવા મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

જેમાં કોઇપણ અપરીણીત યુવક-યુવતિઓ ભાગ લઇ શકશે. જેમાં હાલના તબકકે ર૦૦ થી વધુ યુવક-યુવતિઓના ફોર્મસ આવી ગયેલ છે.

આ યુવા મેળાના ફોર્મ ભરવાની છેલ્લી તા. ૩૦-૧-૧૯ , આ યુવા મેળાના ફોર્મ રાજકોટમાં ૯ જગ્યાએથી મળી રહેશે.

આ માટે દિશીત મહેતા ૩૧૧, સોમનાથ કોમ્પલેક્ષ, સમ્રાટ હોટલની સામે, કનક રોડ જુના બસ સ્ટેન્ડની પાછળ, રાજકોટ મોં. ૯૩૨૭૪ ૫૦૧૫૨, નિલેશભાઇ ભાલાણી અંબાઆશ્રીત દિવાનપરા મેઇન રોડ, રાજકોટ મો. ૯૮૨૪૪ ૨૯૭૦૦, તુષારભાઇ મહેતા ૪ર, ન્યુ જૈનચાલ, ગોંડલ રોડ, સ્વામીનારાયણ ગુરુકુળની સામે રાજકોટ, મો. ૯૪૨૮૨ ૭૬૦૪૧, નિલેશભાઇ શેઠ પૂજા મારબલ એન્ડ ટાઇલ્સ મોદી સ્કુલ સામે, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ મો. નં. ૯૩૭૭૭ ૧૯૫૫૫ નો સંપર્ક કરવો.

આ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં જેમ કે સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, બોટાદ, ગોંડલ, જુનાગઢ, ભુજ, મોરબી, પોરબંદર, રાપર-કચ્છ, મુકામે પણ ફોર્મ કલેકશન સેન્ટરો રાખવામાં આવેલ છે.

આ યુવાન મેળાને સફળ બનાવવા માટે જૈન જાગૃતિ સેન્ટર, રાજકોટના દિવ્યેશભાઇ દોશી (પ્રમુખ), ભરતભાઇ પારેખ (પૂર્વ પ્રમુખ) નીતીનભાઇ કાગદી (ઉપપ્રમુખ) દિવ્યેશભાઇ બાવીશી (મંત્રી) દિશીતભાઇ મહેતા (મંત્રી) દિવ્યેશ ગાંધી (ખજાનચી) ધર્મેશ મહેતા (સહ ખજાનચી) હિરેનભાઇ સંઘવી (સહ મંત્રી) કીરીટભાઇ પારેખ (પૂર્વ પ્રમુખ) તથા કારોબારી સભ્યો સંજયભાઇ ઉદાણી, તુષારભાઇ મહેતા, હેમેનભાઇ કોઠારી, સોહીલભાઇ મહેતાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.