Abtak Media Google News

ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન સેન્સેક્સ ૪૦૪૦૦ પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી નજીક: ટીસીએસ, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી

ભારતીય શેરબજારોમાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક તેજીની ચાલ સતત છઠ્ઠા દિવસે આગળ વધવા સાથે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન સેન્સેક્સ ૪૦૪૦૦ પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી નજીક સરક્યો હતો. શેરબજારોમાં આજે પણ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ ૫૦૦ અંક વધીને ટ્રેડ થયો હતો. જ્યારે નિફ્ટી ૧૩૮ અંક વધી ૧૧૮૭૭ પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ટીસીએસ, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે.

ટીસીએસ ૪.૮૦ ટકા વધી ૨૮૬૮.૭૫ પર કારોબાર કરી રહ્યો છે. એચસીએલ ટેક ૫.૧૬ ટકા વધી ૮૭૦.૬૫ પર કારોબાર કરી રહ્યો છે. જોકે ઘગૠઈ, બજાજ ઓટો, એશિયન પેઈન્ટ્સ, પાવર ગ્રીડ કોર્પ, આઇટીસી સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓએનજીસી ૦.૮૫ ટકા ઘટી ૬૯.૯૦ પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ઓટો ૦.૪૮ ટકા ઘટી ૩૦૬૨.૬૫ પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સના સતત સુધારામાં રિલાયન્સનો સિંહફાળો રહ્યો હતો.

યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ ચૂંટણી પૂર્વે રાહત પેકેજ જાહેર કરે તેવો આશાવાદ સેવાય છે. તે ઉપરાંત વિશ્વમાંથી ધીરે ધીરે કોવિડ-૧૯ ક્રાઇસિસ હળવી થઇ રહી છે. ઘરઆંગણે સર્વિસ પીએમઆઇમાં સુધારા ઉપરાંત આરબીઆઇ વ્યાજદરમાં ૨૫ બીપીએસનો ઘટાડો કરે તેવી ધારણા સેવાય છે. સપ્ટેમ્બરના અંતે પુરાં થયેલા ત્રિમાસિક માટે બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ પ્રોત્સાહક પરીણામો જાહેર કરે તેવી શક્યતા છે. તે ઉપરાંત ઓટો, રિયાલ્ટી, એફએમસીજી સહિતના સેક્ટર્સ પણ દિવાળી સુધીમાં પાક માર્કેટમાં આવતાં ગ્રામિણ વિસ્તારોની ખરીદી વધવાના આશાવાદથી સુધરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.