Abtak Media Google News

જેટી બનવામાં દરેક કામની અંદર કમિશન અને ટકાવારી પ્રમાણે કામ થયાની આશંકા

માંગરોળ બંદરના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા ફેઝ-3ની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. દરીયાના પાણીને રોકવા કરોડોના ખર્ચે બની રહેલી નવી જેટીના બ્રેકવોટર વોલમાં ગાબડું પડ્યા બાદ ગણતરીના દિવસોમાં  આરસીસીનો બનાવાયેલ રોડ પણ તુટી ગયો છે. નબળી કામગીરી સબંધે અગાઉ થયેલી રજુઆતો પછી ભ્રષ્ટાચારની ચાડી ખાતા આ કામમાં તટસ્થ તપાસની માંગ બળવતર બની છે.

હોડી અને બોટોની સંખ્યાની સરખામણીમાં નાની પડતી જેટી તેમજ મત્સ્યોધોગ માટે સુવિધાઓ ઊભી કરવા અનેક રજૂઆતો બાદ સરકાર દ્વારા માંગરોળ બંદર માટે હાર્બર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ મંજુર કરાયો હતો.

Untitled 1 340

કામગીરી શરૂ થયાના કેટલાક માસ બાદ જ તેની ગુણવત્તા અંગે ફિશરીઝ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, મુખ્યમંત્રી સહિત લાગતા વળગતાને રજુઆતો પણ કરવામાં આવી હતી. ચાર લેયરમાં બનતી જેટીમાં બંને સાઈડની દિવાલો, અંદરનું પેચિંગ તથા ટ્રેટાપોલના સપોર્ટ માટે ટેન્ડરમાં દર્શાવાયેલા વજન અને લંબાઈ ધરાવતા પથ્થરો અને મટીરીયલ ન વપરાયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. દરમ્યાન તાજેતરમાં દરીયામાં ઉદભવેલા સામાન્ય કરંટમાં જ જેટીની કામગીરીની પોલ ખૂલી ગઈ છે. બ્રેકવોટર વોલમાં ગાબડું પડતા દરીયાના મોજા જેટીની આરપાર નીકળી રહ્યા છે. તો કાળમીંઢ પથ્થરો ખડકીને ઉપર તૈયાર કરવામાં આવેલો સીસીરોડ પણ મોજાની થપાટો સામે ઝીંક ઝીલી ન શકતા ભાંગીને કટકા થઈ ગયો છે. નવી જેટીની હાલત જોઈ માછીમારોમાં પણ રોષની લાગણી પ્રવર્તી રહી છે. ત્યારે ભવિષ્યમાં વાવઝોડા કે મોટા તોફાનો સમયે માછીમારોની સલામતીનું શું ? તેવો પ્રશ્ન ઉઠાવી સરકાર દ્વારા કમિટીની રચના કરી આ કામની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

“જેટીના કામમાં દરિયામાં નાખવામાં આવેલ કાળા પથરો એગ્રીમેન્ટ કરતા અલગ નાના અને લેબ રિપોર્ટ કરતા અલગ જગ્યા એથી નાખવામાં આવેલ છે”

માંગરોળ જેટીના કામમાં રેતી કાકરી અને કાળા પથ્થરો લેબ થયેલ રિપોર્ટ કરતા અલગ નાખવામાં આવેલ છે “

” માંગરોળ જટીના પથ્થરો નોમ્સ અને કન્ડિશન કરતા હલકા અને નાના વજનમાં ફોરા અને લંબાઈ પહોળાઈ માફ કરતા નાની હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે ” માંગરોળની આખી જેટી બનવામાં દરેક કામની અંદર કમિશન અને ટકાવારી પ્રમાણે કામ થયેલ છે અને આ ટકાવારીનો સ્લેબ  10 / 20 તેમજ 30 ટકાટકા સુધી કોન્ટ્રાક્ટર તેમજ એન્જિનિયરો પાસેથી નબળી ગુણવત્તાના માલના બિલોમાં જવાબ ભરાવવામાં આવ્યા છે અને નબળા માલનો એન્જિનિયરો પાસે ખોટા બીલો બનાવી વસૂલ કરવામાં આવેલ છે  તેવું પણ જાણવા મળી રહ્યું છે ્ ?

માંગરોળ બંદરની જેટી બનાવવા બાબતે તપાસની માંગ

માંગરોળ બંદરે ફેઈઝ-3 અંતર્ગત 224 કરોડના ખર્ચે એક હજાર ફીસીગ બોટો રાખી શકાય તેટલી કેપેસીટીની ગુજરાત મેરી ટાઈમ બોર્ડની સીધી દેખરેખ અને વડોદરાની ray (રે) ક્ધસકટ્રસન ની થર્ડ પાર્ટી ઇન્સપેક્શન નિચે CWRS પુના અને WAPCOS એ તૈયાર કરેલ ડીઝાઇન મુજબ 1100 મીટર લંબાઈ ના સ્લેબ, 11 લાખ ટન બ્લેક સ્ટોન,તથા દરીયાના મોજાની થપાટો થી બચવા  પ્રોટેક્શન માટે ટીઆકારના સીમેન્ટ ના બે ટન,ચાર ટન અને બાર ટન વજનના કુલ 16350  (જેનુ કુલ વજન1,59688 ટન) નંગ ટેટ્રાપોલ, આખા પ્રોજેક્ટમાં ત્રણ કરોડ પંચાણું લાખ પચાસ હજાર કીલો સીમેન્ટ,7,50,00 કીલો લોખંડ, 73,29,149 કીલો રેતી તથા 10 થી 40 ખખ ની એક કરોડ તેતાલીસ લાખ ત્રીસ હજાર એકસો કીલો કપચી  વાપરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિદના હસ્તે થયેલ ખાત મુહુર્ત વાળી 224 કરોડના બજેટવાળી બની રહેલ ગોદી નુ કામ પુર્ણ થાય તે પહેલાં જ કામમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓ  ખુલ્લી પડી, ગુજરાત મેરી ટાઈમ બોર્ડના દેખરેખ રાખતા અધિકારીઓ, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરતી કંપની અને કોન્ટ્રાક્ટ રાખી કામ કરતી એજન્સી (પેટા કોન્ટ્રાક્ટરો) ની મીલીભગતથી નબળી ગુણવત્તા વાળું મટીરિયલ વાપરી લાખો રૂપિયા તારવી લેવાનુ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ વાયુ વેગે પ્રસરી જતાં  ઉચ્ચ કક્ષાએ પત્ર પાઠવી ફરીયાદ કરી કવોલીટી ક્ધટ્રોલ પાસે કામની ગુણવત્તા ચકાસવા સહિત તપાસની માંગ કરી જવાબદારો સામે તપાસ અને કાર્યવાહી ની માંગ કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.