Abtak Media Google News

કમિશનર બંછાનિધિ પાનીએ સહકાર મેઈન રોડ પર શાળા નંબર-૫૨ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્તિ રહી ઇન્ટરેક્ટિવ બોર્ડ અને પ્રોજેક્ટરનું કાર્ય જાતે નિહાળ્યું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળ વિવિધ પ્રકલ્પો પર કાર્યવાહી હા ધરવામાં આવનાર છે ત્યારે આગામી સપ્તાહમાં એક મહત્વપૂર્ણ કદમમાં શૈક્ષણિક ક્ષેત્રને આવરી લેવાનું નક્કી કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારના જ્ઞાન કુંજ પ્રોજેક્ટ હેઠળ આજે શિક્ષક દિન જેવા પાવન અવસરે કુલ ૧૮ પ્રામિક શાળાઓને સ્માર્ટ સ્કૂલમાં તબદિલ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની ૧૮ પ્રામિક શાળાઓમાં ઇન્ટરેક્ટિવ બોર્ડ અને પ્રોજેક્ટર ઇન્સ્ટોલ કરી કાર્યરત્ત કરી દેવામાં આવેલ છે તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.કમિશનર બંછાનિધિ પાનીએ આજે સહકાર મેઈન રોડ પર શાળા નંબર-૫૨ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્તિ રહી ઇન્ટરેક્ટિવ બોર્ડ અને પ્રોજેક્ટરનું કાર્ય જાતે નિહાળ્યું હતું. તેમજ શાળાના છાત્રોને પણ તેના વિષે સમજ આપી હતી.  આ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી આપતા એમ જણાવ્યું હતું કે, આજતા. ૫-૯-૨૦૧૭ ને મંગળવારી આ ૧૮ પ્રામિક શાળાઓને સ્માર્ટ સ્કૂલમાં ક્ધવર્ટ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ આ દરેક સ્કૂલમાં લેટેસ્ટ પ્રોજેક્ટર ઉપરાંત ઇન્ટરેક્ટિવ બોર્ડની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવેલ છે. ધો. ૭ અને ૮ માટે સ્કૂલને એક એક લેપટોપ પણ આપવામાં આવેલ છે. બંછાનિધિ પાનીએ વિશેષમાં ઉમેર્યું હતું કે, ઉપરોક્ત સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે એક સ્કૂલ દીઠ આશરે રૂ. ૨ લાખ ( બે લાખ ) નો ખર્ચ શે. તમામ ૧૮ પ્રામિક સ્કૂલોને ઉપરોક્ત મોડર્ન ફેસિલિટી આપવા માટે નાર કુલ આશરે રૂ. ૩૬ લાખની રકમ રાજ્ય સરકારના જ્ઞાન કુંજ પ્રોજેક્ટમાંી મળી રહેશે. આમ રાજકોટ મહાનગરપાલિકા ઉપર વધારાનો કોઈ ર્આકિ બોજ પણ નહી આવે અને સ્કૂલેને આધુનિક સાધનો પ્રાપ્તયેલ છે.કમિશનર બંછાનિધિ પાનીએ ઇન્ટરેક્ટિવ બોર્ડ વિશે ોડી જાણકારી આપતા એમ કહ્યું હતું કે, વિશાળ કદના આ ઇન્ટરેક્ટિવ બોર્ડમાં મોબાઈલ ફોનની ટચ સ્ક્રીનની માફક જ હોી ટચ કરી અલગ અલગ કમાન્ડ આપી શકાય છે. વિવિધ પ્રકારની લાક્ષણીકતાઓ ધરાવતા આ બોર્ડમાં વિડીયો પણ પ્લે કરી શકાય છે. કેલ્ક્યુલેટરની જેમ દાખલા ગણી શકાય છે. ચિત્રો દોરી શકાય એવી વગેરે જેવી અનેક પ્રવૃતિઓ ઇ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.