Abtak Media Google News

બોદર પરિવાર દ્વારા કાળીપાટ ગામે ગુરુવારે સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવ: કરીયાવરમાં બાવનથી વધુ જીવન જરૂરી ચીજવસ્તુઓ અપાશે: મંત્રી જયેશ રાદડીયા કરશે ઉદ્ઘાટન

બીજો પુત્ર શિવમ અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા જવાનો હોવાથી તે ખુશીમાં સમાજને આઈસીયુ સહિતની અદ્યતન સુવિધા ધરાવતી ટ્રોમા એમ્બ્યુલન્સ અર્પણ કરાશે

દુધીબેન જસમતભાઈ બોદર ચેરીટેબલ ટ્રસ્ટ, ટ્રસ્ટી અને જાહેરજીવનના મોભી ભુપતભાઈ બોદર અને તેમના પરિવારે તેમના વ્હાલસોયા કુળદિપક ચિ.જેમીનના ૧૮માં જન્મદિવસની ઉજવણી નિમિતે તા.૨૫ને ગુરુવારના રોજ રાજકોટ પાસેના કાળીપાટ ગામે એક સાથે ૧૮ દિકરીઓના સમુહજ્ઞાતિય સમુહ લગ્નોત્સવનું કદકેરું આયોજન કર્યું છે.

સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવમાં ૨૫ લાખના ખર્ચે ‘ટ્રોમા એમ્બ્યુલન્સ’ પણ બોદર પરિવાર તરફથી સમાજને અર્પણ કરવામાં આવશે. આ અંગે વિગત આપવા ભુપતભાઈ બોદર સહિત આયોજક ટીમ અબતકની શુભેચ્છા મુલાકાતે આવી હતી.

ભુપતભાઈ બોદર, રામજીભાઈ બોદર તથા જગદીશભાઈ બોદરે વધુમાં જણાવ્યું છે કે તેઓના માતુશ્રી દુધીબેન જસમતભાઈ બોદરના આર્શિવાદ અને પ્રેરણાથી આ ટ્રસ્ટની સ્થાપના સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં પ્રકલ્પો કરવા માટે જ કરવામાં આવી છે. શોભનાબેન બોદર તથા ભુપતભાઈ બોદરનો યુવાન પુત્ર ચિ.જેમીન આગામી તા.૨૫એ તેની બાલ્યાવસ્થાની ૧૭ વસંત પૂર્ણ કરી યુવાનીના ૧૮માં વર્ષમાં પ્રવેશી રહ્યો છે ત્યારે પોતાના વ્હાલસોયા પુત્રના જન્મદિવસની ઉજવણીને જીવન પર્યત યાદગાર બનાવવા નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર માતા કે પિતાની છત્રછાયા ગુમાવનાર કે પછી ખુબ જ આર્થિક રીતે નબળા પરિવારની એક સાથે ૧૮ દિકરીઓના સંગે સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન રાજકોટ શહેરના ભાગોળે ભાવનગર હાઈવે ઉપર આવેલ મહાદેવ જીન કાળીપાટ ગામે કરવામાં આવ્યું છે.

ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાતિ ધર્મના રીત-રીવાજ મુજબ પરંપરાગત રીતે આયોજીત આ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવમાં ૧૮ ક્ધયાઓને કીયાવરમાં બાવનથી વધુ ચીજવસ્તુઓ હર્ષથી આપી ક્ધયાદાન કરી વિદાય આપવામાં આવશે. જેમાં સોનાનું મંગલસુત્ર, સોનાની બુંટી, સોનાનો નાકનો દાણો, ચાંદીના સાંકળા, ચાંદીની ગાય, ચાંદીનો તુલસી કયારો, પલંગ, કબાટ, ડ્રેસિંગ ટેબલ, ખુરશી, ટીપાઈ, ગાદલું, ઓશીકા, પાનેતર, સાડી, ડ્રેસ, કપડાની જોડી સહિતની ઘર સંસારની તમામ જ‚રી ચીજ વસ્તુઓ આપવામાં આવશે.

જેમીનના જન્મદિવસની સાથો સાથ પુત્ર શિવમ કે જે આગામી તા.૨૭ જાન્યુઆરીએ અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા જવાનો હોય બોદર પરિવારમાં બમણી ખુશીનો માહોલ છે. ત્યારે આ પ્રસંગે સમાજને પણ બેવડી ભેટ આપવા માટે સમુહ લગ્નોત્સવમાં માંગલિક પ્રસંગે બોદર પરિવાર દ્વારા આશરે ૨૫ લાખથી વધુના ખર્ચે આઈ.સી.યુ. જેવી અદ્યતન સુવિધા ધરાવતી ઈમરજન્સી સારવારની સુવિધાથી સજજ ‘ટ્રોમા એમ્બ્યુલન્સ’ સમાજને અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે. જેનો લાભ રાજકોટ શહેરની આજુબાજુના ૩૦ કિ.મી.ના વિસ્તારમાં આર્થિક રીતે નબળા ગરીબ પરીવારના લોકો ઈમરજન્સી સમયે વિનામૂલ્યે લાભ લે તેવા આશયથી આ પ્રસંગે સમાજને અર્પણ કરાશે. આ શુભ પ્રસંગે કાળીપાટ ગામે શિવમ-જેમીન પેટ્રોલિયમ તથા હોટલ શિવમ-જેમીનનું મંગલ ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.

તા.૨૫ને સવારે ૫:૦૦ વાગ્યે જાનનું આગમન થશે અને શુભ પ્રસંગનો પ્રારંભ થશે. આ સમગ્ર પ્રસંગમાં ચાર હજારથી વધુ લોકો લાભ લેવાના છે. બહારગામથી આવતા લોકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ લોકો માટે સવારનો નાસ્તો અને ભાવતા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. લગ્ન સમયે લગ્ન પ્રસંગને દીપાવવા લગ્ન ગીત ગાવા માટે હિન્દી અને ગુજરાતી ફિલ્મોના જાણીતા ગાયીકા સંગીતાબેન લાબડીયાના ગ્રુપને નિમંત્રીત કરાયું છે. આ પ્રસંગે લોક સાહિત્યકાર સુખદેવભાઈ ધામેલીયા પણ વિશેષ ઉપસ્થિત રહેશે. લગ્નોત્સવનું ઉદઘાટન ગુજરાત રાજયના અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આશવે. કાર્યક્રમમાં અભયભાઈ ભારદ્વાજ, કિરીટભાઈ ગણાત્રા, સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, અંજલીબેન ‚પાણી, પરેશભાઈ ગજેરા, અજયભાઈ પટેલ, જુનાગઢના મહંત લાલજીબાપુ, રામચરણદાસજી બાપુ, કાળુબાપુ, મહંત પાલા ભગત, મહંત મનુબાપુ, નવા સાધ્વી જયશ્રીદાસ માતાજી વિશેષ ઉપસ્થિત રહેશે.

બોદર પરિવારના આંગણે શુભ અવસર આવ્યો છે ત્યારે સમગ્ર કાર્યક્રમને અનુલક્ષીને પરિવારના વડિલ રામજીભાઈ બોદર, નિર્મળાબેન બોદર, પરિષા બોદર, જય બોદર, જગદીશભાઈ બોદર, સંગીતાબેન બોદર, પ્રિયાંશી બોદર, હિત બોદર, તેમજ જયશ્રીબેન જયંતીભાઈ ઠુંમર સહિતના તમામ પરિવારજનોમાં ઉત્સાહ અને ઉમંગનો અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે. કાર્યક્રમને સફળ બનાવવા ભુપતભાઈ બોદર અને જગદીશભાઈ બોદરની આગેવાની હેઠળ ભાવેશભાઈ પોપટ, વિજયભાઈ દુધાત્રા, પ્રવિણભાઈ કયાડા, સી.ટી.પટેલ, નિલેશભાઈ ખુંટ, રવિભાઈ બોદર, હરેશભાઈ બોદર, જીતુભાઈ બોદર, રાજુભાઈ કિકાણી, વલ્લભભાઈ પટેલ, નિરવ ઠુંમર, દિવ્યેશ મોલીયા, સંદિપ ઢાંકેચા, સુરેશભાઈ વસોયા સહિતના કાર્યકરો અણમોલ સેવા આપી રહ્યા છે. કાર્યક્રમમાં મેયર, ચેરમેનો, ધારાસભ્યો, કલેકટર, ડે.કલેકટર, પોલીસ કમિશનર, મ્યુનિ.કમિશનર તેમજ ઉધોગપતિઓ હાજર રહેશે.8 2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.