‘ભાઈ ભાઈ’ ગીત ‘ભુજ’ ફિલ્મમાં લીધું પણ અરવિંદ વેગડાને ન મળી ક્રેડિટ

ટી-સિરીઝ તરફ અરવિંદ વેગડાએ સોશિયલ મીડિયા કમ્પેન દ્વારા નારાજગી દર્શાવી !!

‘ભાઇ-ભાઇ, ભલામોરી રામા’  આ ગીત તો કોઇ ગુજરાતીએ ના સાંભળ્યું હોય એવું બની જ ના શકે ! આપણા ગુજરાતી ગીતોની તો વાત જ કંઇ અલગ છે. હાલ મોર્ડન ઘણા નવા ગીત પણ ગુજરાતી ભાષામાં જોવા મળી રહ્યા છે. ત્યારે જો ‘ભલા મોરી રામા..’ જેવા ગીતની વાત કરીએ તો એ તો સદાય જીવંત જ રહેશે. આપણા ગુજરાતી ગીતોની ઝલક તો હવે હિંદી સીનેમા એટલે કે બોલીવુડમાં પણ જોવા મળે છે. ‘નયન ને બંધ રાખીને’ દર્શન રાવલનું જે રીમેક્ષ ગીત છે એ તો ઓરીજનલ ગીત કરતાં પણ વધુ દેશભર નહીં પરંતુ વિશ્ર્વભરમાં લોકોએ પસંદ કર્યુ છે.

ભલામોરી રામા ગીત સાથે સામ્યતા ધરાવતું સોંગ
‘ભુજ-પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં છે!!

હાલ એક દિવસ પહેલા જ હિન્દી સિનેમાના પ્રખ્યાત મ્યુઝીક પ્રોડકશન કંપની ટી સીરીઝ પોતાની ફીલ્મ ‘ભુજ – ધ પ્રાઇડ ઓફ ઇન્ડીયા’ માં સંજય દત જેમાં પોતાની કારકીર્દી બનાવી રહ્યા છે.  તેઓનું ગીત ‘ભાઇ-ભાઇ ’ લોન્ચ થયું છે. લોકોએ આ ગીતને જબ્બર પ્રતિસાદ પણ આવ્યો છે. જયારે આ વાત અમુક લોકોને જ ખબર છે. કે આ ગીતના ઓરીજનલ કમ્પોસર અરવિંદ વેગડા છે અને આ ગીત જેનું રીમેક બોલીવુડની ફીલ્મમાં હાલ જોવા મળ્યું છે.

તેમાં કયાંય ઓરીજન મ્યુઝીક કમ્પોસર ક્રેડીટસ દેવામાં આવી નથી ! આ બાબતને લઇ અરવિંદ વેગડા પોતાની નારાજગી ઇન્ટ્રાગ્રામમાં એક વિડીયો અવલોક કરી લોકલ કલાકારને પણ પૂર્તિ ક્રેડીટસ અને સન્માન મળયો જોઇએ એવું વ્યકત કર્યુ છે. સાથો સાથ આ મેસેજ તમામ લલકો સુધી પહોંચે તે માટે તેઓએ સોશ્યલ મીડીયા કેમ્પેન justice4bhai કરીને શરુ કર્યુ છે. જેમાં ધીરે ધીરે લોકો પણ જોડાય પોતાનો સહકાર બતાવ્યો છે.