Abtak Media Google News

ચાર દિવસ ચાલનાર રંગારંગ કાર્યક્રમો દેશ વિદેશોના અનેક નામી કલાકારો સાંસ્કૃતિક કલાના દર્શન કરાવશે

આજથી લંડન ના રાજવી પરીવાર ના મહારાણી એલિઝાબેથ ને બ્રિટેન ની ગાદી સંભાળે 70 વર્ષ થઈ રહ્યા છે એ નિમિતે બ્રિટેન શાહી ખાનદાન પ્લેટેનિયમ જ્યુબીલી વર્ષ મનાવવી રહ્યું છે ત્યારે ચાર દિવસ ના રંગારંગ કાર્યક્રમો સાથે ઉજવવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર ભારત અને ગુજરાત માટે ખાસ કરી ને મહત્વ ના સમાચાર એ આવી રહ્યા છે લંડન પેલેસ પ્રીમાઇસિસ એરીયા માં વિન્ડસર કેસલ ખાતે મુળ કચ્છ નારાણપર હાલે લંડન ની સિંગર પ્રીતિ વરસાણી કે જુઓ શાહી પરિવાર ના ખાસ મહેમાનો અને કુટુંબીજનો અને બ્રિટન ની મહારાણી

એલિઝાબેથ ની ઉસ્થિતિમાં ગુજરાતી ગીત ” ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિચ લેવી સે ” સમક્ષ ગુજરાત ના ગરબા નું પરફોર્મન્સ આપશે.

અત્રે ખાસ ધ્યાન દેવાની વાત એ છે કે ચાર દિવસ ચાલનારા આ પ્લેટિનમ જ્યુબીલી કાર્યક્રમ માં દુનિયાભર ના ખ્યાતનામ એક હજાર કલાકારો ની વચ્ચે બોલીવૂડ કો એ મૂળ ઇન્ડિયન હાલે લંડન એવા સિંગર ના કચ્છ ની પ્રીતિ વરસાણી ની પસંદગી કરવામાં આવી છે અન્ય એક બોલીવુડ પ્લબેક સિંગર જાઝ ધામીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે  શાહી પરીવાર તરફથી દુનિયા ના ખ્યાતનામ ફેમસ ફોરેન્શ ( ગોરા લોકો ) એ  આ ગીત ને સંગીત આપ્યું છે

છેલ્લા ઘણાં વર્ષો થી લંડન માં ગુજરાતી કલ્ચર અને સંસ્કૃતિ ને લઈ ને યુવાનો માં ઉદાસીનતા દેખાતી હતી તેવા માં પ્રીતિ વરસાણી , મ્યુઝીક પ્રોડ્યુસર પર્લ પટેલ અને કથક અદાકારા મીરાં સલાટ આ ત્રણે જણાં એ 2016 માં લંડન ખાતે ” રંગીલો ગુજરાત ” ના  શિર્ષક તળે ગુજરાત માંથી 60 થી 65 ઉમદા કલાકારો લંડન બોલાવીને ત્યાં ગુજરાતી લોકો ને પોતાની સંસ્કૃતિ અને કલા ના દર્શન કરાવ્યા હતા, ત્યારબાદ રેગ્યુલર નવરાત્રી તેમજ ” સૂર સંગમ ”  સાથે રહીને અનેક સ્ટેજ પોગ્રમો અને વીડિયો આલ્બમ બનાવીને  લંડન ના ગુજરાતી સમાજ ના યંગ જનરેશન ને કલા સેત્રે આગળ લાવવા સતત પ્રયત્નશીલ કાર્ય કરી રહ્યા છે,

વિશેષ માં મીડિયા સાથે વાત કરતાં પ્રીતિ વરસાણી એ જણાવ્યું હતું કે, ગુજરાત ની કલા ના વારસો ને જાળવવાના સુંદર પ્રયાસો ના ફળ સ્વરૂપે બ્રિટનશાહી પરીવાર તરફથી યોજાનાર આ કાર્યક્રમ માં પરફોર્મન્સ આપવા નિમંત્રણ આપવામાં આવેલ , આ કાર્યક્રમ નું હોસ્ટ હોલિવુડ ના સુપર સ્ટાર હોલીવુડ સ્ટાર ટોમ ક્રુઝ, હેલેન મિરેન કરશે

ગુજરાત માટે એક ગૌરશાળીપળ હશે કે ” ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે ” આ ગીત નું જે રીતે વિદેશી ઓર્કેસ્ટા ના કલાકારો એ કમ્પોઝ કર્યું છે જે રીતે આ ગુજરાતી ગીત નું  કમ્પોઝ કરવામાં આવ્યું છે તે ગુજરાતી ગીત

મહારાણી એલિઝાબેથ , ઉપસ્થિત ખાસ મહેમાનો અને સમગ્ર લંડન ના રહેવાસીઓ ને ચોક્કસ ગમશે તેવું પ્રીતિ વરસાણી એ જણાવ્યું હતું

ચાર દિવસ ચાલનાર આ કાર્યક્રમ માં અનેક દેશ અને વિદેશોના અનેક નામી કલાકારો પોત પોતાના દેશ ની સાંસ્કૃતિક કલાના દર્શન કરાવશે , આ કાર્યક્રમ ના અંતિમ દિવસે રવિવારે મહારાણી એલિઝાબેથ ઉપસ્થિત રહી બ્રિટન ના લોકો ને પ્રોત્સાહિત કરશે,  દેશ અને દુનિયા અનેક ચેનલો આ કાર્યક્રમ નું  જીવંત પ્રસારણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.