Abtak Media Google News

આઝાદીની લડતના અમર ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને ર૩ માર્ચ ૧૯૩૧ના રોજ અંગ્રેજી સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઇ. તેની વેદનામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીએ હ્રદયસ્પર્શી કાવ્ય ફૂલમાળ રચેલું ફાંસીને દિવસે જેલની કોટડીની સફાઇ કરતા વાલ્મીકી સમાજનના વયોવૃઘ્ધ સફાઇ કામદારભાઇની હાથની બનેલી રોટી ખાવાની અંતિમ ઇચ્છા શહીદ ભગતસિંહે વ્યકત કરેલી હતી.

પિનાકી મેધાણી અને તેમના માતા કુસુમબેન મેધાણી, વાલ્મીકી સમાજના અગ્રણીઓ જયંતિભાઇ સોલંકી, રમેશભાઇ સોલંકી, ધનજીભાઇ વાઘેલા, જગદીશ વાઘેલા, કિશોર સોલંકી, ચંદ્રકાંત સોલંકી, હિતેષ સોલંકી, ગંગારામ વાઘેલા, કે.સી. વાઘેલા, ગીરીશ વાઘેલા, સુરેશ વાઘેલા, નીતીન વાઘેલા, દેવેન્દ્ર વાઘેલા,  ગૌતમ સોલંકી, નયન વાઘેલા, ભાવેશ વાઘેલા, બાબુભાઇ ચૌહાણ, જૈન સમાજમાંથી દેવેનભાઇ બદાણી અને જતીનભાઇ ધીયા, શીખ સમુદાયમાંથી મલકિંતસિંહએ પુષ્પાજલી અર્પણ કરી હતી. યુવા પેઢીની સવિશેષ ઉ૫સ્થિતિ રહી હતી.

મેધાણી સાહિત્યમાં આલેખીત વાલ્મીકી સમાજના શૌર્ય, શીલ, સ્વાર્પણની ગૌરવગાથાઓની હ્રદયસ્પશી રજુઆત પિનાકી મેધાણીએ કરી હતી. અંતિમ સમયે શહીદ ભગતસિંહે ખાધેલી વાલ્મીકી સમાજની રોટીનું ઋણ અને મૂલ્ય કયારેય વીસરાશે નહી તેમ પિનાકી મેધાણીએ લાગણીભેર જણાવ્યું હતું. આવો સાત્વિક અને નિર્મલ કાર્યક્રમ સહુને સ્પર્શી ગયો હતો. નવી પેઢીમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાનું સંસ્કાર-સિંચન તથા ગુજરાતની ગૌરવવંતી સંસ્કૃતિ સાહિત્ય તેમ જ માતૃભાષાને જીવંત રાખવા માટે િ૫નાકી મેધાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સવિશેષ પ્રયત્નશીલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.