Abtak Media Google News

તા. ૮.૩.૨૦૨૩ બુધવાર

સંવંત ૨૦૭૯ ફાગણ વદ એકમ,

નક્ષત્ર: ઉત્તરાફાલ્ગુની

યોગ: શૂળ

કરણ: બાલવ

આજે સવારે ૮.૫૩ સુધી જન્મેલાંની  ચંદ્રરાશિ  સિંહ (મ,ટ) ત્યારબાદ કન્યા (પ ,ઠ ,ણ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે.

વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

મિથુન (ક,છ,ઘ) :  તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય,આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો.

કર્ક (ડ,હ) :
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય,મિત્રોની મદદ મળી રહે.

સિંહ (મ,ટ) : તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો,સામી વ્યક્તિ પાસે થી કામ લઇ શકો ,શુભ દિન.

કન્યા (પ ,ઠ ,ણ): તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો, તમારા કાર્યની સરાહના થાય.

તુલા (ર,ત): ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય, યોગ્ય જગ્યા એ નાણાં રોકી શકો .

વૃશ્ચિક (ન ,ય): વેપારીવર્ગને મધ્યમ રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ ):
નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે, વેપારીવર્ગને લાભ થાય,ધંધા રોજગાર માં સારું રહે,પ્રગતિ થાય.

મકર (ખ,જ) : ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.

કુંભ (ગ ,સ,શ) : ભ્રમની સ્થિતિઓમાં થી હવે બહાર આવવાની જરૂર છે, તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

મીન (દ,ચ,ઝ,થ): આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.