Abtak Media Google News

રાજકોટ જિલ્લાના ગોલીડા ગામે ૪ સ્વચ્છાગ્રહીઓનું જાહેર સન્માન કરાયું

ઉજ્જવલા દિવસની ઉજવણી અન્વયે એસઇઇસી તથા પીએમએવાયના૧૦લાભાર્થીઓને નવા ગેસ કનેકશનો અને ચુલા અર્પણ કરાયા

પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)ના લાભાર્થીઓને કળશ અને ચાવી અર્પણ કરી ગૃહપ્રવેશ કરાવાયો

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ એટલે કે ૧૪મી એપ્રીલ -૨૦૧૮ થી તા.૫ મી મે ૨૦૧૮ દરમિયાન ખાસ “ગ્રામ સ્વરાજ અભિયાન” અંતર્ગત વિવિધ ઉજવણીઓ રાજયના કુલ ૧૭ જિલ્લાના ૯૬ ગામોમાં ચાલી રહી છે. જેના દ્વારાકેન્દ્ર સરકાર અને રાજય સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ ગામડાઓના છેવાડાના માનવીઓને ઘરબેઠા ઉપલબ્ધ કરાવવામાં આવી રહયો છે.

આ અભિયાન અન્વયે આજરોજ તા. ૨૦મી એપ્રીલના રોજ રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના ગોલીડા ગામે સ્વચ્છ ભારત દિવસ અને ઉજ્જવલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમનો દિપપ્રાગટય કરી શુભારંભ કરાવતાં જિલ્લા ભાજપ પ્રમુખશ્રી  ઙી..કે.સખિયાએ અભિયાનનો ઉદેશ સમજાવતાં જણાવ્યું હતું કે, ગામડામાં શહેર જેવીજ સુખ સુવિધા જેવી કે વિજળી, પાણી,  સ્વચ્છ આવાસ, ગેસ કનેકશન વગેરે ઉપલબ્ધ કરાવી ગામડાનું શહેર તરફનું સ્થળાંતર અટકે તે માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રતિબધ્ધ છે. તેમણે આ તકે લોકોને સંગઠીત બનવા અને સહભાગિતાથી ગામને સ્વચ્છ અને ૧૦૦ ટકા ઓ.ડી.એફ. બનવા અનુરોધ કર્યો હતો.

આ સાથે લોકોએ જાગૃત બની સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ ઉઠાવી સ્વાવલંબી અને સ્વર્નિભર બનવા સાથે કુટુંબના સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટે કટ્ટીબધ્ધ બનવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત નાયબ જિલલા વિકાસ અધિકારીશ્રી મકવાણાએ લોકોને સ્વયંભૂ સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતાની શરૂઆત ઘરના આંગણાથી કરવા જણાવ્યું હતું. જેથી આપોઆપ ગામ સ્વચ્છ બનશે. આ માટે ગ્રામ પંચાયત દ્વારા વિશેષ પગલાં અને જનજાગૃતિની આવશ્યકતા પર તેઓએ ભાર મુકયો હતો. તેઓએ આ તકે ગામમાં કેાઇપણ યોગ્ય લાયકાત ધરાવનાર બી.પી.એલ. લાભાર્થી આવાસ યોજનાના કે અન્ય યોજનાના લાભથી વંચિત જ રહી જાય તે બાબતે સતર્કતા કેળવવા ગ્રામજનોને સુચિત કર્યા હતા.

રાજકોટ તાલુકા પંચાયતના સદસ્ય અને રાજકોટ માર્કેટીંગ યાર્ડના ઉપપ્રમુખ શ્રી હરદેવસિંહ જાડેજાએ ગામના આગેવાનોઅને હોદેદારોએ ગામના વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવવા અને ગામમાં તમામ વિકાસના કાર્યો થાય તે માટે સતત પ્રયત્નશીલ અને જાગૃત રહેવા તથા ગામના દરેક કુટુંબના જિવંત સપર્ક માં રહેવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ઉજજવલા દિવસ ની ઉજવણી નિમિત્તે ગોલીડા તથા આજુબાજુના ગામના કુલ ૧૦ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)ના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે કળશ અને ચાવી અર્પણ કરી ગૃહપ્રવેશ કરાવાયો હતો. જયારે ૧૦ જેટલી એસઇસીસીના તથા પીએમએવાય યોજનાનાલાભાર્થીગરીબ મહિલાઓને ચુલાઓના ધુમાડાથી મુકત કરવા ઉજ્જવલા યોજના અંતર્ગત નિઃશૂલ્ક નવા ગેસ કનેકશન અને ચુાલઓનું વિતરણ પણ કરાયું હતું. આ ઉપરાંત ચાર સ્વચ્છાગ્રહીઓ કે જેઓ બિહાર ખાતેથી વિશેષ તાલીમ મેળવી ગામમાં સ્વચ્છતા માટે ઉતકૃષ્ટ કામગીરીબજાવી રહ્યા છે. તેઓને વિશેષ શિલ્ડ એનાયત કરી  સન્માનવામાં આવ્યા હતા. આ સાથે પ્રધાનમંત્રી વિમા યોજના, જનધન યોજના, ઇન્દ્રધનુષ આરોગ્ય યોજના સહિત રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી ઉપસ્થિત ગ્રામજનોને વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા અપાઇ હતી.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી પૃથ્વીસિંહ  જાડેજા, રાજકોટ તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી વિનુભાઇ દેસાઇ, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ભાનુભાઇ મહેતા, ભાજપ અગ્રણીશ્રી વલ્લભભાઇ સહિત હોદેદારો અધકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા વિકાસ અધિકારીશ્રી જાડેજા અને સરપંચશ્રી સાંન્તુભાઇ ખાચરે ભારે જહેમત ઉઠાવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.