Abtak Media Google News

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાનું શિક્ષણ મંત્રીના હસ્તે અનાવરણ કરાયું: સુરેન્દ્રનગર ખાતે શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા દશાબ્દિ મહોત્સવ યોજાયો

રાજય સરકારે સાર્વત્રિક શિક્ષણની પરિભાષાને ચરિતાર્થ કરી છે તેમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સુરેન્દ્રનગર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાના અનાવરણ અને દશાબ્દિ મહોત્સવ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્વબોધન કરતા જણાવ્યું હતું.

Advertisement

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓમાં ૧૦૦ ટકા નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાયુકત શિક્ષણના સંવર્ધન માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. શિક્ષણનું સ્તર ઉંચુ આવે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ હોવાનું પણ વધુમાં ઉમેર્યું હતું તેમણે આ ઘરતી સુકા પ્રદેશ ધરાવતી છે, પણ જો મારા પ્રાણવાન શિક્ષકો વર્ગખંડમાં વિદ્યાર્થીઓને શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે પ્રતિબધ્ધ બનશે તો સુરેન્દ્રનગર જિલ્લો સમગ્ર રાજયમાં આગવી છાપ ઉભી કરશે. તેમ આશા પણ વ્યકત કરી હતી.

મંત્રીએ ઝવેરચંદ મેઘાણીને યાદ કરી આઝાદીની લડત  માટે તેમણે આપેલ સાહિત્યીક યોગદાનને બીરદાવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીના હસ્તે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાંગણમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેન, ગૌતમભાઈ ગેડીયા, ગુજરાત શૈક્ષણિક અને સંશોધન અને તાલીમ પરિષદના નિયામક ડો.ટી.એસ.જોષી, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એન. બારડ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય સી.ટી.ટુંડીયા અગ્રણી સર્વ પિનાકીન મેઘાણી, અભેસંગ રાઠોડ, દિલીપભાઈ પટેલ, જગદીશભાઈ મકવાણા સહિત ઉપસ્થિત રહયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.