Abtak Media Google News

17 સપ્ટેમ્બર , 1948 નો દિવસ ભારતીય સ્વાધીનતા સંગ્રામના ઇતિહાસમાં વાસ્તવમાં એક નિર્ણાયક વળાંક સાબિત થયો.હૈદરાબાદની જનતાની સામૂહિક ઇચ્છાશક્તિએ ફકત આ ક્ષેત્રને (તેલંગાના , મરાઠવાડ,ઉત્તર કર્ણાટક અને વિદર્ભનો કેટલોક ભાગ) ભારતથી એક અલગ દેશ બનતા અટકાવ્યો પરંતુ નિઝામના ભારત વિભાજનના પ્રયાસને નિષ્ફળ કર્યો અને હૈદરાબાદને ભારતનો અભિન્ન હિસ્સો બનાવ્યો.15 ઓગસ્ટ , 1947 ના દિવસે દેશ જયારે સ્વાધીનતા પર્વ મનાવી રહ્યો હતો , ત્યારે હૈદરાબાદની પ્રજા નિઝામના ’માણસો’ દ્રારા આચરવામાં આવેલા  ક્રુર અત્યાચારનો ભોગ બની રહી હતી.તેમનો દોષ હતો કે એમણે હૈદરાબાદ રાજયને ભારતનો અભિન્ન હિસ્સો બનાવવુ હતુ.આવા ક્રુર અત્યાચારો સામે પણ નિડર અને અદમ્ય સાહસનો પરિચય આપનારી આ ભારતભક્ત પ્રજાએ લાંબા સંઘર્ષના અંતે હૈદરાબાદ નિઝામના બદઇરાદાઓને પરાસ્ત કરિ આ દિવસે પોતાના પ્રચંડ સંઘર્ષના પરિપાકરુપે હૈદરાબાદને ભારતમાં વિલીન કરાવવામાં સફળતા મેળવી.આ તકે લોહ પુરુષ સરદાર વલ્લભભાઇની કુનેહ , પુલીસ કાર્યવાહીનો સાહસી નિર્ણય અને લોખંડી ઇચ્છાશક્તિના પરિણામ સ્વરુપ નિઝામને આત્મસમર્પણ માટે મજબુર થવુ પડયુ.

Advertisement

હૈદરાબાદ નિઝામના સંદર્ભમાં એ સમયના ત્રણ મહાન રાષ્ટ્રીય નેતાઓની ભૂમિકા સમજવી અત્રે મહત્વપૂર્ણ છે.આ ત્રણ નેતાઓમાં ડો.બાબાસાહેબ આંબેડકર ,ગાંધીજી અને વિર સાવરકર. ગાંધીજી સાથે સૈદ્ધાંતિક રુપથી મતભેદ હોય એવા આ નેતાઓ માં ડો.આંબેડકર અને વિર સાવરકરે કયારેય કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ ન કર્યો છતા પોત-પોતાના ક્ષેત્રમાં મૌલીક અધ્યયન-ચિંતન અને રાષ્ટ્ર વિષેના પોતાના વિચારોનાં કારણે અપાર જન-સમર્થન મેળવ્યુ.

ગાંધીજીની ભૂમિકા

ન માત્ર હૈદરાબાદ નિઝામ પરંતુ અન્ય 562 રજવાડાના વિલીનીકરણમાં ગાંધીજી આરંભથી જ એક દર્શકની ભૂમિકામાં રહ્યા.8 જાન્યારી , 1925 ના દિવસે ભાવનગરમાં આયોજિત ત્રીજી રાજનીતિક પરિષદના અધ્યક્ષીય પ્રવચનમાં કહ્યુ કે હિન્દુસ્તાનની રિયાસતોના પ્રશ્ર્નો સંદર્ભે કોંગ્રેસે અહસ્તક્ષેપની નિતી અપનાવવી જોઇએ.બ્રીટનને અધીન ભારતની જનતા જ્યારે પોતાની સ્વતંત્રતા માટે લડી રહી હોય ,ત્યારે એમનું હિન્દુસ્તાનની રિયાસતોના ઘટનાક્રમમાં હસ્તક્ષેપ કરવો ખુદની અસહાયતા દેખાડવા જેવો હશે.( ધ કલેક્ટેડ વર્ક ઓફ મહાત્મા ગાંધી ,ખંડ 25, પબ્લીકેશન ડિવીઝન , સુચના અને પ્રસારણ મંત્રાલય , ભારત સરકાર 1967, પૃ.551)

નિઝામના વિષયમાં ગાંધીજીની ભૂમિકા એમની રાષ્ટ્ર અને રાષ્ટ્રીયત્વની ભૂમિકાના પરિપાકરુપ હતી. 13 ઓકટો , 1940 ના રોજ પ્રકાશિત ’ હરિજન’ના એક લેખમાં ગાંધીજી લખે છે પરકીય અનુશાસનબદ્ધ  શાસનની તુલનામાં શું હું અરાજકતાને પ્રાધાન્ય આપુ ?? એવુ તમે મને અગ્રિમતાથી પુછશો તો હું તમને અરાજકતાને પ્રાધાન્ય આપવાનું જણાવીશ.ઉદા.રુપ માંડલીક સરદારો યા સિમાવર્તિ મુસ્લીમ કબીલાઓના સમર્થનથી ટકેલી નિઝામી રિયાસત મારા મત મુજબ એ સતપ્રતિશત દેશી છે.સ્વરાજ્યથી ઘણી ભિન્ન હોવા છતા એ દેશી શાસન હશે.

(ધ કલેક્ટેડ વર્ક ઓફ મહાત્મા ગાંધી ,ખંડ 73, પબ્લીકેશન ડિવીઝન , સુચના અને પ્રસારણ મંત્રાલય , ભારત સરકાર 1978 , પૃ.89) બ્રિટીશ સરકાર દ્રારા સત્તા મુસ્લીમ જનતા કે મુસ્લીમ લીગને સોંપવા પર કોઇ આપત્તિ ન હતી.એટલુ જ નહી એમણે આશ્ર્વાસન આપેલુ કે મુસ્લીમ લીગ દ્રારા સ્થાપિત શાસનને કોંગ્રેસનું સમર્થન તો હશે જ ઉપરાંત કોંગ્રેસ સરકારમાં સામિલ પણ થશે.(પટ્ટાભિ સીતારામ્મયા,ધ હિસ્ટ્રી ઓફ કોંગ્રેસ ,ખંડ 2 , એસ.ચાંદ  કુ.નવિ દિલ્હી,1969,પૃ.349-350)

14-16 ડિસે.,1938 મા ગાંધીજીની દેખરેખમા કોંગ્રેસની કાર્યકારણીની બેઠક વર્ધામાં થયેલી.જેમા કોંગ્રેસે એના સંવિધાનની ધારા પાંચ (ક) અનુસાર જાતિયતા સંબંધીત પ્રસ્તાવ પસાર કર્યો.જેમા જાતિય સંસ્થાને વર્ણીત કરતા કહેવાયુ કે જે સંસ્થાનું આંદોલન રાષ્ટ્રીય અને કોંગ્રેસથી વિસંગત હોય એને જાતિય સમજવુ.જેના આધારે હિન્દુ મહાસભા અને મુસ્લીમ લીગને જાતિય ગણાવાયુ.એષજ સમયે મૌલાના આઝાદ અને હૈદરાબાદ રાજયના દિવાન સર અકબર હૈદરિના મધ્ય હૈદરાબાદ પર પ્રશ્ર્ન પર વિમર્શ ચાલી રહ્યો હતો.જેમા હૈદરાબાદ કોંગ્રેસ દ્રારા થનાર સત્યાગ્રહ સ્થગિત રાખવાનુ નક્કી થયુ.જેમા 22 ડિસે.,1938 ના દિવસે ગાંધીજીએ એ સલાહ આપી કે સ્ટેટ કોંગ્રેસનું આંદોલન આર્યન ડિફેન્સ લીગ ,હિંદુ નાગરિક સંઘ  વગેરે જાતિય સંસ્થાઓનું આંદોલનની સાથે મળી જવાની થોડી પણ સંભાવના હોય તો આંદોલન સ્થગિત રાખવુ.(કેસરિ ,23 ડિસે.1938) આ વિષયક દિવાન હૈદરીને 26 ડિસે.1938 ના પત્રમા ગાંધીજી લખે છે કે હૈદરેબાદની ઘટના પર આપને જાણીબુઝી અને પરેશાની મે ટાળી છે , હૈદરાબાદ સ્ટેટ કોંગ્રેસમા મારી ભૂમિકા મહત્વની હોય આપને જણાવી રહ્યો છું.આશા છે આ સમજદારિને આપ સમજી અને ઉદાર પ્રતિક્રિયા આપશો.(કલેકટેડ વર્કસ ઓફ મહાત્મા ગાંધી, ખંડ 68,1977 ,પૃ.248)

’સંજીવની’ નામક સ્ટેટ કોંગ્રેસનું હૈદરાબાદને સમર્પિત મુખપત્રમાં દામોદરદાસે એક લેખમાં આર્યસમાજના આંદોલનને સ્થગિત કરવાની વાત લખી છે.સ્ટેટ કોંગ્રેસના આંદોલન સ્થગિત માટે જે કારણો વ્યક્ત થયેલા એ જ કારણો આ માટે અપાયા જે આર્યસમાજીઓને પાછળથી સમજાયુ.જાતિય આંદોલનની સમર્થક હિન્દુ મહાસભા ,આર્યસમાજના આંદોલનની સમર્થક હતી.એ સમર્થન આર્યસમાજે નકાર્યુ ન હતુ.આથી સ્ટેટ કોંગ્રેસને આર્ય સમાજ પ્રત્યે સંદેહ નિર્માણ થયો.પરિણામ સ્વરુપ શુદ્ધ ધાર્મિક સંગઠનની છાપ જાળવી રાખવા માટે આંદોલન સ્થગિત કરવુ અનિવાર્ય થયુ.આંદોલન સ્થગિત કરવાની જવાબદારી લેવાનું મનોબળ આર્ય સમાજીઓમાં ન હતુ ઉપરાંત હિન્દુ મહાસભા સાથે સંબંધ વિચ્છેદ પણ સંભવ ન હતો.જેનો બીજો અર્થ એ કે હિન્દુ મહાસભાથી પૃથક અસ્તિત્વ આર્ય સમાજ માટે સંભવ ન હતુ.આંદોલન વિશુદ્ધરુપથી ધાર્મિક છે એવુ ડીંગ હાંકવી હવે સંભવ ન હતુ.હૈદરાબાદ રાજ્યમાં ચાલુ આંદોલન ઉપર ઉપરથી ભલે લોકપ્રિય દેખાય પરંતુ એ બૃહદ મહારાષ્ટ્રના એક વર્ગ વિશેષ પૂરતુ જ સિમિત છે.જે ફકત મહારાષ્ટ્ર જ નહી પણ હૈદરાબાદ માટે ઘાતક સિદ્ધ થશે.આ આંદોલનથી સંભવત: તમામ વ્યક્તિઓએ પોતાને પૃથક રાખવી જોઇએ., એવુ અમને સદ-બુદ્ધિથી સ્પષ્ટ પ્રતિત થાય છે.

જેથી અમે અમારો આ સદ વિચાર આપ સર્વ જનતાઓને ચેતવવા માટે આ લેખના માધ્યમથી જણાવી રહ્યા છીએ એને અમારુ પરમ કર્તવ્ય સમજીએ છીએ.

સમાજમાં અસમંજસ ,વિચ્છેદ અને સંદેહ ઉતપન્ન કરનારા આવા અખબારી લેખની ઝાટકણી 17 માર્ચ , 1939 ના ’ત્રિકાલ’ નામના અખબારમાં સેનાપતિ બાપટે કાઢતા જવાબમાં લખ્યુ કે મારા જેવાની સદવિવેક બુદ્ધિ આગળ દામોદરદાસનો સદવિવેક બુદ્ધિ બહુ પાંગળી અને દુર્બુદ્ધિ પ્રતિત થાય છે.ફક્ત એક પક્ષનો સ્વાર્થયુકત હિત સાંચવવા સમગ્ર માનવતાથી પરે જઇ અને સ્વાર્થી વિચાર એ અવનતીની પરાકાષ્ઠા છે.હિન્દુઓ માટે હિન્દુ મહાસભાની પ્રત્યેક માંગ ઉચિત છે. આર્યસમાજીઓની પણ માંગ ન્યાયપૂર્ણ છે.બંન્ને પર વર્ષોથી દમન થઇ રહ્યુ છે.

આમ થવા છતા કોંગ્રેસીઓએ હિમાયતીના રુપમાં આર્યસમાજીઓ અને હિન્દુઓને ઉંડી ગર્તામા ધકેલાય અને તેમનુ પતન થાય એની રાહ જોઇ રહ્યા છે.ત્યારબાદ અમે (કોંગ્રેસ) રાષ્ટ્રીય આંદોલન કરિશુ એ એક આસુરી માનસિકતા છે.જે રાષ્ટ્રવાદીઓમા માનવતા નથી એમને એમનુ રાષ્ટ્રીયત્વ મુબારક.હૈદરાબાદ અને સંપૂર્ણ મહારાષ્ટ્રના જનમાનસની નઝરમા આવી રાષ્ટ્રઘાતક પક્ષાંધતા આવે અને ધીક્કારની ભાવના જન્મે.(કેસરી , 21 માર્ચ-1939).

આગળ આપણે આજ ઘટનાક્રમમાં વિરસાવરકર અને બંધારણ નિર્માતા બાબાસાહેબ ડો.આંબેડકરનો દ્રષ્ટીકોણ કેવો હતો ?? હૈદરાબાદ વિષયક અને નિઝામ વિષયક એની તથ્યાત્મક , આધાર સાથેની વાત કરિશુ. (ક્રમ:શ)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.