Abtak Media Google News

નંદીઘર શરૂ કરાયું, 20 આખલાઓને આશરો

સવાર નાં સુમારે કાશીવિશ્ર્વનાથ રોડ રામજી મંદિર ચોક માં એક આખલો ભુરાયો થતા આઠ થી નવ વ્યક્તિઓ ને ઢીંકે ચડાવતા નાનીમોટી ઇજા થવા પામી હતી.ભુરાયા આખલાએ દોઢ થી બે કલાક આ વિસ્તાર ને બાન માં લીધો હતો.આખરે નગરપાલીકા ના સેનીટેશન વિભાગે આખલાને દોરડા થી નાથી થાંભલે બાંધી દીધો હતો.

પ્રાપ્ત વિગત મુજબ રામ સાર્વજનિક હોસ્પિટલ નજીક રામજી મંદિર ચોક માં સવારે આખલો ભુરાયો થતા રાહદારીઓ ને આડેધડ હડફેટે લઇ ઢીંકે ચડાવતા નાસભાગ મચી જવા પામી હતી.રામજી મંદિર ચોક,અરુણકોલોની અને કડવાણી નગર માં આખલો ભુરાયો બની દોડાદોડી કરતો હોય આઠ થી નવ વ્યક્તિઓ હડફેટે ચડી ઇજાગ્રસ્ત બની હતી.આખલાએ દોઢ થી બે કલાક આતંક મચાવતા આ વિસ્તાર માં કર્ફ્યુ જેવી હાલત સર્જાઇ હતી.દરમિયાન નગરપાલીકા ના સેનિટેશન સ્ટાફે ટ્રેક્ટર અને ક્ધટેનર ની મદદથી આખલા ને મહાત કરી થાંભલા સાથે બાંધી દીધો હતો.

ગોંડલ માં આખલા ની ઢીંકે ચડી અત્યાર સુધીમાં એક ઉદ્યોગપતિ સહીત ચાર વ્યકિતઓ એ જીવ ગુમાવ્યા છે.આખલા યુધ્ધ રોજીંદી ઘટના બની હોય અને ચોરે ને ચૌટે આખલાઓ જમાવડો કરી બેઠા હોય રાહદારીઓ  પસાર થતા ડર અનુભવતા હોય લોકો ની રોજીંદી પરેશાની ને લઈ ને નગરપાલીકા દ્વારા ભગવતપરા જુની મામલતદાર કચેરી ની જગ્યા માં નંદીઘર નુ આયોજન કરી ગઈ કાલે જ કાર્યરત કર્યુ છે.નગરપાલિકા ના કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યુ કે ગત રાત થી નંદીઘર મા આખલા પુરવાનું શરુ કરાતા વીસ આખલા નંદીઘર માં પુરાયા છે.જ્યાં આખલાઓ માટે ઘાસચારો,પાણી સહીત સગવડો ઉભી કરાઇ છે.હવે શહેરીજનો ને આખલાઓ ની પરેશાની થી છુટકારો મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.