Abtak Media Google News

Screenshot 11 2

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના ઉચ્ચ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને તમામ પોલીસ મથકના સ્ટાફ હરવા ફરવાના સ્થળે સ્ટેન્ડ ટુ રહ્યા

જયા પાર્વતીના વ્રતનું ગતરાતે યુવતીઓને જાગરણ હોવાથી જાગરણ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ખુદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે શહેરના હરવા ફરવાના સ્થળ પર પોલીસ બંદોબસ્તનું જાત નિરિક્ષણ કર્યુ હતું. જાગરણના બંદોબસ્તમાં ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી અને તમામ પોલીસ મથકના સ્ટાફ જોડાયા હતા. આજી ડેમ, કાલાવડ રોડ, રૈયા રોડ, ફનવર્લ્ડ, રેસકોર્ષ રીંગ રોડ સહિતના સ્થળે ક્રાઇમ બ્રાન્ચના પી.આિ. વાય.બી.જાડેજા અને એસ.ઓ.જી.પી.આઇ. જે.ડી.ઝાલા સહિતના સ્ટાફે કેટલાય લુખ્ખાઓ વિના કારણે ઉજાગરા કરવા નીકળ્યા હોવાનું ધ્યાને આવતા તેઓને તેના ઘર ભેગા કરી દીધા હતા.જયા પાર્વતી નું વ્રતઅપરિણીત છોકરીઓ યોગ્ય વરની ઈચ્છા સાથે આ વ્રત રાખે છે અને વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે જયા પાર્વતી વ્રત રાખે છે.

Advertisement

આ વ્રત પાંચ દિવસ માટે રાખવામાં આવે છે, દિવસના વ્રત બાદ કુવારીકા તેમજ વિવાહિત સ્ત્રીઓ આ વ્રતનો જાગરણ કરતી હોય છે ત્યારે રાજકોટમાં જાગરણ નિમિત્તે રેસકોર્સ ,રીંગરોડ સિનેમાઘરો આજીડેમ, તેમજ રોડ રસ્તા પર ઠેર ઠેર જગ્યાએ જાગરણ માટે નીકળયા હોય છે ત્યારે રાજકોટ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો બહેનો દીકરીઓ સુરક્ષિત રીતે જાગરણ કરી શકે અને કોઈ અણબનાવના ન બને તે માટે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ને કારણે એક પણ બનાવ બન્યો ના હતો કુમારી કા હોય મોજ મસ્તી થી ફનમાં જાગરણ પસાર કર્યું હતું.

Screenshot 12 1

વિવિધ રાઇડ્સ મોજમસ્તી માણી હતી ગઈકાલે જાગરણના આવારા તત્વો સામે કાર્યવાહી કરવા માટે ’ખુદ ગબર’એટલે કે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને તેની સાથે એસીપી ચૌધરી દ્વારા કિશન પરા ચોકમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પીઆઇ ગોંડલીયા અને ટ્રાફિક પોલીસ સહિતની ધીમો દ્વારા રાત્રીના બે વાગ્યાના આસપાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં 100 થી પણ વધુ વાહનોનું ચેકિંગ કર્યું હતું જોકે ગઈકાલે વરસાદના કારણે લોકો ઓછો માત્રામાં બહાર નીકળ્યા હતા.

તે સાથે માત્ર કિસાનપરા નહીં પરંતુ પૂરી રાત શહેર પોલીસ દ્વારા પંચાયત ચોક કોટેચા ચોક સહિતના અનેક વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહી હતી.  ઉલ્લેખનીય છે કે હરવશે જયા પાર્વતીના જાગરણ પર રેસકોર્સ ખાતે આવારા તત્વો દ્વારા બાઈક પર સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવે છે જેથી તેની સામે કાર્યવાહી કરવા માટે રાત્રિના સમયે જ પોલીસ ને કાયદાનું કામ કરાવવા માટે પેટ્રોલિંગમાં રહે છે. પરંતુ ગઈકાલે રાજકોટમાં વરસાદી હોવાથી લોકો દ્વારા પોતાના ઘરમાંથી જાગરણની ઉજવણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.