Abtak Media Google News

આરોગ્યના તમામ કર્મચારીઓની અચોકકસ મુદતની હડતાલનો ૧૧મો દિવસ, ૧૩ પડતર પ્રશ્ર્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત

આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્ર્નોથી ગુજરાત રાજયના પંચાયત વિભાગના આરોગ્યના તમામ કર્મચારીઓ અચોકકસ મુદતની હડતાલનો આજે ૧૧મો દિવસ છે. રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્યના કર્મચારીઓએ જિલ્લા પંચાયત ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરેલ. પ્રાર્થના સાથે અમારા વિવિધ ૧૩ પડતર પ્રશ્ર્નોનું તાત્કાલીક ધોરણે નિરાકરણ લાવી એવી અમારી ભગવાનને પ્રાર્થના છે. હાલમાં ગ્રામ્ય કક્ષાએ આરોગ્યની તમામ સેવાઓ સંપૂર્ણ બંધ છે. ગરીબ તથા મધ્યમ વર્ગના દર્દીઓને સારવારના પુરતા રૂપિયા ન હોવા છતાં પણ પ્રાઈવેટ દવાખાનાઓમાં બહારગામ ભાડા ખર્ચીને સારવાર માટે જવું પડતું હોય છે અને માતા અને બાળકોને રસીકરણ તથા રેગ્યુલર ચેકઅપ માટે પણ પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર માટે તેમના ગામથી દૂર ધકકા ખાવા પડતા હોય છે.

મહત્વનું છે કે, અચોકકસ મુદતની હડતાલનો ૧૧મો દિવસ છે. હજુ સુધી સરકાર દ્વારા માંગણીઓ બાબતે કોઈપણ જાતની પ્રતિક્રિયાઓ કે વાર્તાલાપ કરવામાં આવેલ નથી તે ગંભીર બાબત છે અને કર્મચારીઓ આરોગ્ય સેવાના પાયાના કર્મચારીઓ છીએ તો પણ સરકાર અમારી માંગણીઓ માન્ય રાખવામાં આવેલ નથી.

પ્રશ્ર્નોનો કોઈ ઉકેલ નહીં આવે ત્યાં સુધી અચોકકસ મુદતની હડતાલ ચાલુ રાખવામાં આવશે એવી યાદીમાં જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ નરીન પી.ડઢાણીયાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.