Abtak Media Google News

આજે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ

સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ નક્કી કર્યા મુજબ વર્ષ 2000થી આ દિવસની ઉજવણી કરાય છે : આ વર્ષે ઉજવણીની થીમ “ટ્રાન્સફોર્મિંગ ફૂડ : યુથ ઇનોવેશન ફોર હ્મુમન એન્ડ પ્લેનેટરી હેલ્થ”

આજે આંતરરાષ્ટ્રીય યુથ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી થઇ રહી છે ત્યારે આપણો દેશ સમગ્ર વિશ્વમાં સૌથી યુવાનો ધરાવતો દેશ હોવાથી સમગ્ર વિશ્વની નજર આપણાં પર છે. શિક્ષણ થકી આજનો યુવાન પોતાનો સંર્વાંગી વિકાસ કરીને પૃથ્વી ગ્રહને ફરી પુન:સ્થાપિત કરે તેવો આજનો ઉદ્દેશ છે. બધા માટે સારા ભવિષ્યના નિર્માણ માટે યુવાનોની આગેવાની અને ભૂમિકા અતિ આવશ્યક છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસભાએ નક્કી કર્યા મુજબ વર્ષ 2000થી આ દિવસની ઉજવણી થઇ રહી છે. આજના દિવસ વિશ્વ વ્યાપી યુવાનોના પ્રશ્ને વૈશ્ર્વિક ધ્યાન દોરવા દર વર્ષે આકર્ષક સૂત્રો પણ આપવામાં આવે છે.

Advertisement

બધા માટે વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે યુવાનોની ભૂમિકા અતી આવશ્યક : શિક્ષણ થકી આજનો યુવાન સંર્વાંગી વિકાસ કરીને આ પૃથ્વી ગ્રહને પુન:સ્થાપિત કરે

આજે સમગ્ર વિશ્વની સાથે આપણા દેશમાં યુવાનોની દશા અને દિશા બદલાય ચુકી છે. આધુનિક યુગની આજની પવર્તમાન સદીમાં યુવાન સોળે કલાએ નિખરી રહ્યો છે. તાજેતરમાં ઓલ્મ્પીકમાં પણ વિવિધ સ્પર્ધામાં આપણા યુવાનો મેડલો મેળવીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેચ્યું છે. આધુનિક યુગના વિજ્ઞાનના નવા આવિષ્કારો, ઉપકરણો, ગેઝેટોમાં રચ્યા-પચ્યા રહેતા યુવાનો વિદેશી સંસ્કૃતિના આંધળા અનુકરણો પણ બેહાલ જોવા મળી રહ્યો છે આપણી સંસ્કૃતિ પણ યુવાધન ભૂલી ગયો છે. આજે દેશની સાચી સંપતિ યુવાધન જ ગણાય છે પણ મોટા ભાગે યુવાનો વ્યસનોનું ગુલામ બની ગયું છે. આપણાં દેશ માટે આ એક મોટી ચિંતા છે.

આપણા દેશમાં નેશનલ યુથ ડે 12 જાન્યુઆરી 1863માં જન્મ થયેલ યુથ આઇકોન સ્વામી વિવેકાનંદની યાદમાં ઉજવાય છે. વૈશ્ર્વિક સ્તરે આજે યુથ ડે ઉજવાય છે. શિકાગોની ધર્મ સંસદમાં સમગ્ર દુનિયા સમક્ષ ભારતની એક મજબૂત છલી પ્રથમ રજૂ કરી હતી. માનવ વિકાસના કાર્યોમાં આજના યુવાઓનું નવિનીકરણ કરીને તેની રાહબરીમાં સમગ્ર વિશ્વ શ્રેષ્ઠ વિશ્વ બને તેવો આજનો વિશ્વ વ્યાપી હેતુ છે.

આજના યુવાનોને પડતી મુશ્કેલીમાં સહયોગ આપવો જ પડશે. બેરોજગારીની તેમની સમસ્યા, જીવન નિર્વાહ માટેની સમસ્યા, ગરીબી વિગેરેમાં સરકારે મદદરૂપ થવું જ પડશે. શિક્ષણ લઇને તે આત્મનિર્ભર બને તે માટે તેને તેના તમામ માર્ગે મદદ કરવી પડશે. તેમની લાઇફ સ્કીલને પ્રોત્સાહીત કરીને તેને સતત આગળ વધારવો પડશે. આજે કોરોના કાળમાં યુવાધને તેના અંકુશના પગલાંમાં ‘વોરીયર’ તરીકે શ્રેષ્ઠ કાર્ય કર્યું હતું. આજનો યુવાન શિક્ષણ સાથે ઇત્તર પ્રવૃતિઓ સંગીત, ચિત્ર, સ્પોર્ટ્સ, ઇન્ફરર્મેશન ટેકનોલોજી વિવિધ  સંશોધનોમાં રસ લઇને તેમાં પ્રવિણ થઇ ગયો છે ત્યારે તેમને તેમનામાં રહેલી ક્ષમતા મુજબ પ્રોત્સાહન મળવું જ જોઇએ.

કોઇપણ સમુદાયનો વિકાસ યુવાનોની સામેલગીરીથી જ શક્ય બનશે. દેશના વિકાસ માટે આજના સમયમાં યુવાધનનો ઉપયોગ જ કાર્યને સફળત અપાવે છે. હાલના સંજોગોમાં રાજકીય પ્રવૃતિમાં યુવાનોનું જોડાણ કરવું અતિ આવશ્યક છે, જેનાથી ભવિષ્ય માટેની સારી અને ટકાઉ નીતીઓ ઘડી શકાય.

યુવાધનનો યોગ્ય ઉપયો કરાય તો દરેક દેશ પ્રગતિના પંથ પર આગળ વધી શકે તેમ છે પણ આવુ થતું નથી. ઘણા દેશોમા યુવાનો માટે અલગથી  યોગ્યતા મુજબની પ્રવૃતિઓ કરાય છે, જેથી તેમનામાં રહેલી ખૂબીને ઉજાગર કરી શકાય છે. ખાસ કરીને વિકસિત દેશમાં તેમનો ફાળો સવિશેષ બની રહે છે. યુવાનોને આગળ વધવા યોગ્ય પગલાંઓ ભરવામાં આવે તો દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાય. મજબૂત યુવા જ દેશની સાચી પ્રગતિનું પગલું બની શકે છે. જે દેશમાં યુવાનો મજબૂત હોય તે જ દેશ ભવિષ્યમાં મજબૂત બની શકે છે.

વિશાળ જગતમાં અસ્તિત્વ ધરાવતી તમામ ચીજ-વસ્તુના અસ્તિત્વ અને તેના વિકાસ પાછળ કોઇને કોઇ પરિબળનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મુખ્ આધારે રહેલો હોય છે. કુટુંબોના સમુહો-માનવ સમાજના અસ્તિત્વ અને વિકાસ પાછળ યુવાનોનું યોગદાન હોવાથી તેને તમામ પક્ષે મદદરૂપ થવું તે આપણી નૈતિક ફરજ છે. દેશની પ્રગતિ સુખ-શાંતિ અને સલામતીમાં યુવા વર્ગની આગવી ભૂમિકા હોવાથી આપણે તેને ‘યુવાધન’ તરીકે ઓળખીએ છીએ. વાસ્તવમાં એ જ આપણું સાચુ ‘ધન’ છે !! તેથી દેશની ધરોહર સમા યુવાધનને સક્ષમ, સક્રિય, સબળ અને સજાગ હોવું આવશ્યક છે. પ્રાચીન ભારતમાં યુવાનોને યોગ અને અખાડાના દાવ-પેંચથી સ્વસ્થ-સુડોળ અને સશક્ત રખાતા હતા. ભવ્ય ભારતનાં નિર્માણમાં યુવાનોનો ફાળો તેનું યોગદાન આપણે જોયું છે.

આજનો આંતરરાષ્ટ્રીય યુવા દિવસ યુવાનો માટે બહુ મોટી પ્રેરણાનો દિવસ છે. આપણે તેને માટે સતત ઉર્જા, મદદ, પ્રોત્સાહન પુરૂ પાડીએ એ જ આ દિવસનો સંકલ્પ હોય શકે છે આજનું નાનુ બાળક કાલે યુવાન થશે તો મોટી ઉંમરનો ક્યારેય યુવાન હતો જ ને સાથે 18 થી 35 વર્ષની વયનાને આપણે યુવાની વ્યાખ્યામાં સમાવેશ કર્યો છે ત્યારે તે તેના કાર્યો થકી જ ભવિષ્યના શ્રેષ્ઠ વિશ્વનું નિર્માણ કરશે. આજે યુવાનો વિવિધ શોધ, સંશોધનો, વિવિધ કલાઆ, ઉદ્યોગા વિગેરેમાં શ્રેષ્ઠ દેખાવ કરીને પોતાના દેશનું નામ વિશ્વમા રોશન કર્યું છે. વિશ્વની દરેક મોટી કંપનીમાં આપણા યુવાનો શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યાં છે.

આજની યુવા પેઢીએ કોઇ નાત-જાત કે સમાજના વાડામાં બંધાયેલી નથી. એના થકી જ સમાજમા બદલાવ આવશે. આજની યુવા પેઢ દેશ અને સમાજનું ધન છે, મુડી છે અને ગૌરવ પણ છે. તેમનું યોગ્ય માર્ગે વાળવાનું કાર્ય દરેક સમાજનું છે. આજનો યુવાન શિક્ષિત થશે તો જ આવનાર ભવિષ્ય શિક્ષિત હશે. આપણે યુવાનોનું તમામ ક્ષેત્રે જતન કરવું પડશે. આજના યુવાનોને શ્રેષ્ઠ બનાવવા મા-બાપ સાથે શિક્ષકનો ફાળો સવિશેષ છે. યુવાનોને સાચી સમજણ આપીને તેનું શારીરીક અને માનસિક ઘડત કરવાની જરૂર છે.

યુવાનો માટે શાળા-કોલેજનો સમય વિકાસ માટેનો શ્રેષ્ઠ સમય છે. ભારત દેશના શ્રેષ્ઠ નાગરિક ઘડતર માટેનો આ સોનેરી સમય છે. અહિં તેમના વિકાસમાં શિક્ષકોની અગ્રિમ ભૂમિકા છે. આજના યુવાનમાં અખૂટ શક્તિ પડી હોવાથી તે ધારે તે બની શકે એમ છે. તેમને જરૂર છે ફક્ત માર્ગદર્શનની…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.