Abtak Media Google News

ગંગાસ્નાનપિતાની ગેરહાજરીમાં યુવાને નિભાવ્યો પુત્રધર્મ: દાદા-દાદી સહીત અનેક વૃઘ્ધોને સ્વખર્ચે કરાવી હરિદ્વાર યાત્રા

ઉપલેટાના આહિર શિક્ષિત યુવાને આજના યુગના શ્રવણનું ઉદાહરણ પુરુ પાડી પોતાના દાદા-દાદી સહીત વૃઘ્ધોને હરિદ્વારમાં ગંગાસ્નાનમાં સ્નાન કરાવી દાદા-દાદીની આરતી ઉતારી પોતાના સ્વ. પિતાનું ઋણ અદા કરેલ હતું.

Advertisement

ઉપલેટાના પૂર્વ નગરપતિ ગોવિંદભાઇ સુવાના મોટા પુત્ર અને ઉપલેટા નગર પ્રાથમીક શિક્ષણ સંઘના પ્રમુખ ભાવેશ સુવા પોતાના પિતાના માતા-પિતા એવા પરબતબાપા અને મનુ માને ૯૦ વર્ષની જૈફ વયે પોતાના પિતાની ગેરહાજરી તેના દાદા-દાદીને ન સતાવે તે માટે તેની ઇચ્છા મુજબ પોતાના દાદા-દાદીને હરિદ્વાર સહીતના સ્થળે લઇ જઇ દાદા પરબત બાપા અને દાદી મનુ માં ને હરિદ્વારમાં આવેલ ગંગા નદીમાં સ્નાન કરાવી ભાવેશભાઇએ પોતાના દાદા-દાદીને ભગવાન સમાન માની આરતી ઉતારેલ હતી. આ દાદા-દાદી સ્વામી નારાયણ સંપ્રદાય માં અતુટ શ્રઘ્ધા ધરાવતા હોય ત્યાં આવેલ સ્વામી નારાયણ આશ્રમમાં દાદા-દાદીના હસ્તે હવન સહીતની વિધિ કરાવી હતી. ભાવેશભાઇ સુવાની આવી સેવા જોઇને દાદા-દાદીએ આવનાર ભવમાં પણ આવા પૌત્ર રુપી પુત્ર મળે તેવી ઇશ્ર્વરને પ્રાર્થના કરી હતી. આજના યુવાનો તે પ્રેરણા આપતો આ પ્રસંગ છે માતા-પિતા દિકરા પાસે આશાઓ રાખે છે પણ આજના દિકરાઓ મા-બાપની આશાઓ સમજતા નથી ત્યારે ભાવેશભાઇ સુવાએ પોતાના દાદા-દાદીની તમામ ઇચ્છાઓ પોતાના પિતાની ગેરહાજરીમાં પુરી કરી હતી.

ભાવેશ સુવા છતાં પુત્ર-પુત્રીનો કોઇ ભેદ રાખયા વગર તેમની ઘેરે બે-બે દીકરીઓને પુત્રની જેમ ઉછેરા રહ્યા છે. ભાવેશ સુવા પોતાના દાદા-દાદીની જેમ અન્ય વૃઘ્ધાઓને પણ ઘણી વખત પોતાના સ્વખર્ચે જાત્રાએ લઇ જઇ પુત્ર ધર્મ નિભાવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.