Abtak Media Google News

માંગરોળમાં પેરામેડીકલ ઈન્સિટટયુટ સંસ્થા ચલાવી, જુદા જુદા સત્ર ફીની રકમ લઈ, ખોટી સહીઓ વાળા ખોટા પ્રમાણપત્ર આપી દીધાની કેશોદના તબીબ સહીત પાંચ શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે.

Advertisement

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના લીમડાચોક વિસ્તારમાં આવેલા લોખંડવાલા કોમ્પલેક્ષમાં પાયોનીયર પેરામેડીકલ ઈન્સિટટયુટ નામની સંસ્થા કાયઁરત હતી. જેમાં ડીપ્લોમા ઈન ફસ્ટઁ એઈડ, મલ્ટી પપઁઝ હેલ્થ વકઁર, ડાયાલીસીસ ટેકનિશિયન, ફિમેલ હેલ્થ વકઁર, સેનેટરી ઈન્સપેકટર સહિતના અભ્યાસક્રમો ચાલતા હતા.

જેની ૨૦ થી ૩૦ હજાર સુધી ફી ઉઘરાવવામાં આવતી હતી. શરૂઆતના એકાદ,બે વષઁ બાદ વિધાથીઁઓને સ્કોલરશીપ નહીં મળી હોવાની તેમજ સટીઁફિકેટ સરકારી ભરતીઓમાં માન્ય ન હોવાનો આક્ષેપ કરી યુવાનોએ સંસ્થાની ઓફીસે થોડા સમય પહેલાં હંગામો મચાવ્યો હતો. પરંતુ મેનેજમેન્ટે સરકારમાંથી તેની ગ્રાન્ટ જ આવી ન હોવાનો અને આ બાબતે અનેકવાર લેખિત રજુઆત કરી હોવાનો ખુલાસો કયોઁ હતો. ગત વષઁથી આ સંસ્થા બંધ કરી દેવાઈ હોવાનું જાણવા મળેલ છે.

દરમ્યાન તાલુકાના નગીચાણા ગામની સુમિતાબેન વીરમભાઈ પીઠીયાએ પેરા મેડીકલ ઓફ ગુજરાત પાયોનિયર પેરા મેડીકલ ઈન્સિટ. ચલાવી જુદા જુદા સત્ર ફીના પૈસા લઈ ખોટા પ્રમાણપત્રો આપવા સબંધે ડો.અજય સાંગાણી(રહે. કેશોદ), માનસીંગભાઈ સીસોદીયા(રહે.પાણખાણ), સંજયભાઈ ઇસુડા(રહે.કેશોદ), જેન્તીભાઈ ધુડા(રહે.કેશોદ) અને વિરેન્દ્રભાઈ મકવાણા(રહે.શેરીયાજ) વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. પોલીસે આઈ.પી.સી. ૪૦૬,૪૬૩,૪૬૪,૪૬૫,૪૬૮,૪૭૦,૪૭૧,૧૨૦(બી)(૩૪) મુજબ ગુનો દાખલ કરી પી.એસ.આઈ. આર.એમ.ચૌહાણે વધુ તપાસ હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.