Abtak Media Google News

કાળુભાર પાણી પૂરવઠા બોર્ડની કચેરીના કાળા કારોબાર અંગે ધારાસભ્ય ઠુંમરને વિઝીટ કરવી સ્થાનીક અગ્રણીઓની માંગ

દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી નો કાળો કારોબાર સ્વચ્છતા અભિયાન ના લીરા ઉડાવતું તંત્ર દિવા તળે જ અંધારું લાખો લોકો ના આરોગ્ય સાથે ચેડાં  ગટર કરતા ગંદુ પાણી વિતરણ કરતું પાણી પુરવઠા બોર્ડ દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ હેઠળ મહીંપરીયેજ યોજના નું પાણી લીલુ કાચ ગટર કરતા ગંદુ ખુલ્લા સંપ માં તળિયે પડેલ કાટમાળ દૂર કર્યા વગર ત્રણ માસ થી તૂટેલ સંપ ની સફાય નો કોન્ટ્રાકટ અપાયો કાર્યપાલક ની અદભુત  કળા હેઠળ ચાલતી યોજના જન આરોગ્ય રામ ભરોસે  ખૂબ મોટી વિશાળ વસ્તી ને પાણી પૂરું પાડતી કચેરી મોટી જાનહાની ની રાહ માં હોય તેમ ધોર બેદરકારી  સંપ તૂટ્યો કે તોડયો તપાસ જરૂરી છે

દામનગર  કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી નો કાળો કારોબાર ત્રણ માસ પૂર્વે તૂટેલ નવ લાખ લીટર પાણી શુદ્ધ કરવા ની ક્ષમતા વાળા સંપ માં ગટર કરતા ગંદુ પાણી ઢાંકણા વગર ખુલ્લા સંપ માં તૂટી પડેલ કાટમાળ દૂર કર્યા વગર પાણી વિતરણ કરતું તંત્ર સ્વચ્છતા અભિયાન ના લીરા ઉડાડતું તંત્ર  ગટર કરતા ગંદુ પાણી ચાલીસ કિમિ સુધી ના ગ્રામ્ય વિસ્તારો માં બિન્દાસ વિતરણ કરાય છે કાર્યપાલક ઈજનેર ની કૃપા હેઠળ તૂટેલ સંપ નો કાટમાળ દૂર કરવા કોન્ટ્રક અપાયો પણ કાટમાળ સંપ માં પડયો છે

નેધરલેન્ડ સરકાર ના આર્થિક સહયોગ થી નિર્માણ થયેલ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ મારફતે મહીં પરીયેજ યોજના નું પાણી સાવરકુંડલા ના ખારાપાટ ના અનેકો ગ્રામ્ય માં ફ્લોરાઈડ યુક્ત પાણી થી થતા રોગો અટકાવવા બનેલ આ કાળુભાર યોજના ની કચેરી માં કોઈ દેખરેખ નહિ દલા તરવાડી ની વાર્તા માફક ચાલે છે

આ તૂટેલ સંપ ના તળિયે પડેલ કાટમાળ મૃત પશુ પક્ષી ઓ સહિત અનેક પ્રકાર ના કચરા વાળા સંપ ના પાણી ની લેબોટરી કરવી જરૂરી છે ઘણી ધોરી વગર ની પાણી પુરવઠા બોર્ડ ની કચેરી માટે પાણી બતાવતા નેતા ઓ એ સ્થળ વિઝીટ કરવી જરૂરી અંગે ધારા સભ્ય એ પાણી પુરવઠા બોર્ડ ની મુલાકત માટે સ્થાનીક અગ્રણી ઓ એ ઠુંમર ને વિગતે પત્ર પાઠવી સ્થળ વિઝીટ ની માંગ કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.