Abtak Media Google News
  • માફિપત્ર લખવા મામલે પ્રથમ કોલેજમાં ધમકાવ્યા બાદ એઇમ્સ રોડ પર લઇ જઈ માર મરાયો : ગાંધીગ્રામ પોલીસ મથકે ચાર વિરુધ્ધ ગુનો નોંધાયો

Rajkot News

શહેરની ભાગોળે પરાપીપળીયા ગામે આવેલ સોઢા નર્સીંગ કોલેજના શિક્ષકોએ જસદણના શિવરાજપુરના વતની અને હાલ સોઢા નર્સીંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર માર્યાની ઘટના સામે આવી છે. કોલેજે આવવામાં મોડું થતાં માફિપત્ર લખવા મામલે કોલેજના ચાર શિક્ષકોએ વિદ્યાર્થીને એઇમ્સ હોસ્પિટલ રોડ તરફ લઇ જઈ ઢીંકાપાટુનો માર મારી છરી બતાવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપતાં ગાંધીગ્રામ પોલીસે એટ્રોસિટી સહીતની કલમ હેઠળ ગુનો નોંધી એસીપીએ તપાસ હાથ ધરી છે.

બનાઉ અંગે હાલ જામનગર રોડ પર પરાપીપળીયા ગામ ખાતે સોઢા ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગની હોસ્ટેલમાં રહેતા મૂળ જસદણના શિવરાજપુર ગામના સુનીલ જેન્તીભાઈ પરમાર(ઉ.વ. 20)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જય જોશી, મનન જોશી, લકી અને એક અજાણ્યા સાહેબનું નામ આપતા ગાંધીગ્રામ પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી એસીપી ભાર્ગવ પંડ્યાએ તપાસ હાથ ધરી છે.

વધુમાં ફરિયાદ જણાવ્યું હતું કે, તે છેલ્લા ત્રણ મહિનાથી અભ્યાસ કરવા માટે રાજકોટ આવેલ છે. પ્રથમ વર્ષમાં જીએનએમનો અભ્યાસ કરે છે અને ત્યાં જ હોસ્ટેલમાં રહે છે. ગત તા. 20 ફેબ્રુઆરીના દસેક વાગ્યાની આસપાસ તે ક્લાસરૂમમાં હતો ત્યારે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના સાહેબ જયભાઈ જોશી આવેલ અને કહેલ કે સવારે તમે પ્રાર્થનામાં મોડા પહોંચેલ હતા તે બાબતે તથા અભ્યાસના નિયમ મુજબ એપોલોજી મેમો લખીને આપવાનો હોય. ભોગ બનનારાનો આ બીજો મેમો હોય અને જો ત્રણ મેમો થાય તો હોસ્ટેલ અને કોલેજ છોડીને જતું રહેવું પડે તેવો નિયમ છે.

જેથી ફરિયાદીએ સાહેબને કહેલ કે લખીને આપું છું.. જે બાદ જય જોશીએ ગાળ આપેલ અને કહેલ કે જિજ્ઞા મેડમ પાસે ચાલ. ત્યાં લઈ ગયા બાદ જિજ્ઞા મેડમની હાજરીમાં જય સાહેબે તેના પિતાને ફોન કરી જાણ કરતા તેના પિતાએ જણાવેલ કે હું કાલે આવું છું તેમ વાત કરી બંને રૂમમાંથી બહાર નીકળી ગયેલ હતા. બાદમાં જય સાહેબે સ્ટાફ રૂમમાં બોલાવેલ ત્યાં તેમની સાથે અન્ય સાહેબ મનન જોશીએ કહ્યું કે, સાંજે ચાર વાગે કોલેજેથી છૂટીને બહાર મળ, તને બહુ હવા છે ને તેમ કહેતા છાત્ર ત્યાંથી પરત ક્લાસરૂમમાં આવેલ હતો.

બાદમાં સાંજે ચારેક વાગ્યે ફરિયાદી તેના મિત્ર સાથે કોલેજ બહાર નીકળેલ હતો ત્યારે જય જોશી, મનન જોશી, લકી અને અન્ય એક સાહેબ બાઈક રાખી ઉભા હતા. ત્યારે જય જોષીએ બોલાવેલ અને વાત કરવા સાથે આવવાનું કહેતા છાત્ર તેના મિત્ર સાથે બાઈકમાં બેસી એઇમ્સ રોડ ઉપર પુલ પાસે ગયેલ હતો. જ્યાં વાત જય જોશી કહેવા લાગેલ કે, ત્યાં શું હવા કરતો હતો હવે બોલ કહી ચારેયે ભેગા મળી ઢીંકાપાટ્ટુનો માર મારવા લાગેલ અને ત્યારબાદ જય જોષીએ તેના બેગમાંથી છરી કાઢીને બતાવેલ અને કહેલ કે અમે તારા જેવાને બોલાવતા પણ નથી. જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.