Abtak Media Google News

માછીમારોની સમસ્યા હલ કરવા, વાસ્તવિક સ્થિતિ જાણી કેન્દ્ર સરકારને રિપોર્ટ કરશે

ગઈકાલે નાપાક. પાક મરીન દ્વારા ૩૦ માછીમારોનું અપહરણ કરાયાની ઘટના બાદ વિદેશ વિભાગની ટીમ સોમનાથ અને પોરબંદરનાં માછીમારોની મુલાકાત લેવાની છે. આ ટીમ વાસ્તવિક પરિસ્થિતિ જાણી કેન્દ્ર સરકારને રીપોર્ટ કરે છે.ગુજરાતના લાંબા દરિયા કિનારે મોટાપાયે માછીમારીનો વ્યવસાય વિકસેલો છે અને તેના કારણે અબજો રૂપિયાનું ટર્નઓવર ાય છે પરંતુ માછીમારોને લગતી વિવિધ સમસ્યાને હલ કરવા હવે કેન્દ્ર સરકારના વિદેશ વિભાગ તરફી સાંસદોની એક ટીમ દિવ અને ગુજરાતમાં ૪ અને પાંચ મે એ મોકલીને વાસ્તવિક સ્િિત જાણવામાં આવશે. ખાસ કરીને ભારત-પાકિસ્તાનના માછીમારોને લગતા મુદ્દે માહિતી મેળવશે. પાકિસ્તાનના મરીન દ્વારા માછીમારોને બોટ સો પકડી જવાય છે. અવારનવાર મોટી સંખ્યામાં માછીમારો દિવસો સુધી પાકિસ્તાનની જેલમાં હોય છે અને તેમની લાખો રૂપિયાની કિંમતી બોટ પણ પરત અપાતી ની. તે અંગે કેન્દ્રીય ટીમ સોમના અને પોરબંદર વિસ્તારમાં પાંચમીએ માછીમારોની રૂબરૂ મુલાકાત લઇને ખરેખર શું કરવાની જરૂર છે તેની જાણકારી મેળવીને કેન્દ્ર સરકારને દિલ્હી જઇને રિપોર્ટ આપશેભારત અને પાકિસ્તાનના સંબંધ હાલ નાજુક સ્િિતમાં છે ત્યારે ગુજરાતની દરિયાઇ સરહદે ઇન્ડો-પાક વચ્ચે કેવા સંબંધ છે તેની જાતતપાસ માટે ૧૨ સાંસદોની ટીમ દિવ ઇને ગુજરાત આવશે. સોમના અને પોરબંદરના માછીમાર, તેમના કુટુંબ, માછીમારોના સંગઠનના પ્રતિનિધિઓ અને રાજયના મત્સ્યોદ્યોગ વિભાગને લગતા ઉચ્ચ અધિકારીઓ પાસેી વિવિધ મુદ્દે માહિતી મેળવશે. ગુજરાતના માછીમારોને જળસીમાએ અવારનવાર પાકિસ્તાનના મરીન કમાન્ડો દ્વારા કેમ ઉપાડી જવામાં આવે છે અને તેની પાછળનું કારણ શું છે તે મુદ્દે તેઓ માછીમારો સો વાતચીત કરશે. માછીમારો ખરેખર વધુ માછલી પકડવાની લાલચમાં આંતરરાષ્ટ્રીય સરહદનું ઉલ્લંઘન કરીને જાય છે કે પછી પાકિસ્તાન દ્વારા સામેી ભારતીય જળસીમામાં ઘૂસીને નિયમોનું ઉલ્લંઘન કરીને માછીમારોને બોટ સો પકડી જાય છે તે જાણવા માટે પ્રયાસ કરવામાં આવશે. માછીમારોને નિકાસને લગતા વ્યવસાયમાં પડતી મુશ્કેલી, તેમની જરૂરિયાતો, ખલાસીઓના મુદ્દા, સુરક્ષાની જરૂર, અત્યાધુનિક ટેકનોલોજીની આવશ્યકતા વિગેરે અંગે પણ માછીમાર સંગઠનોને સાંસદોની ટીમ મળશે. કોંગ્રેસના નેતા શશી રૂર આ સમિતિના અધ્યક્ષ છે. રાજયના પ્રવાસ દરમિયાન વિગતો જાણ્યા બાદ કેન્દ્ર સરકારને વિવિધ મુદ્દે શું કરવું જોઇએ તેના સૂચન સો એક અહેવાલ આપવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.