ટુરિઝમ વિભાગની ટીમ આવશે રાજકોટ

અબતક, રાજકોટ

શાસ્ત્રી મેદાન અને ઇશ્વરીયા પાર્કના ડેવલપમેન્ટ અંગે માર્ગદર્શન આપવા ટુરિઝમ વિભાગની ટીમ રાજકોટ આવવાની હોવાનું જાણવા મળ્યુ છે. જો કે શાસ્ત્રી મેદાનને ડેવલપ કરવાનો બેઝિક પ્લાન તૈયાર છે. સિનિયર સિટીઝનો અને બાળકો માટે આકર્ષણ ઉભા કરવાનું આયોજન ઘડાઈ રહ્યું છે. સાથે ઈશ્વરીયા પાર્કમાં પણ સવલતો ઉભી કરવાનું આયોજન ઘડાઈ રહ્યું છે. રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ ફરવાના સ્થળો ઉપર કલેકટર તંત્ર દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

શાસ્ત્રી મેદાનમાં સિનિયર સિટીઝનો અને બાળકો માટે આકર્ષણ ઉભા કરવાનું ઘડાતું આયોજન,
ઈશ્વરીયા પાર્કમાં પણ સવલતો ઉભી કરાશે

ત્યારે રાજકોટ શહેરમાં મધ્યમાં શાસ્ત્રી મેદાન તરીકે ઓળખાતી વિશાળ જગ્યા આવેલી છે. જે જગ્યા અગાઉ એસટી વિભાગને હંગામી બસ સ્ટેન્ડ ઉભું  કરવા માટે આપવામાં આવી હતી. પણ ત્યારથી આ જગ્યા બદતર હાલતમાં છે. આ જગ્યા શહેરના મધ્ય ભાગમાં આવેલી હોય ઉપરાંત તેનો વિસ્તાર પણ વિશાળ હોય જિલ્લા કલેકટરની સૂચનાથી આ જગ્યાનું ડેવલપમેન્ટ કરવાની કામગીરી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. આ જગ્યા ઉપર ફરતે બાજુ દીવાલ બનાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે. જો કે આ દરમિયાન ડેવલપમેન્ટની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા માટે પણ હાલ આયોજન ચાલી રહ્યું  છે.

શાસ્ત્રી મેદાન-ઇશ્ર્વરીયા પાર્કના ડેવલપમેન્ટ અંગે માર્ગદર્શન આપવા ટુરિઝમ વિભાગની ટીમ રાજકોટ આવશે

બીજી તરફ રાજકોટની ભાગોળે આવેલી જગ્યા ઈશ્વરીયા પાર્ક પણ શહેરીજનોમાં વિશેષ આકર્ષણ ધરાવતી હોય આ જગ્યા વિશાળ હોય હજુ વધુ પ્રમાણમાં લોકો અહીં આકર્ષાય તે માટે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તેના વિકાસનું પણ આયોજન ઘડવામાં આવી રહ્યું છે. વધુમાં શાસ્ત્રી મેદાન અને ઈશ્વરીયા પાર્ક આ બન્ને જગ્યાના વિકાસ માટે કલેકટર તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ગાંધીનગરથી ટુરિઝમ વિભાગની ટીમ આગામી ૧૭મી પછી રાજકોટ આવવાની છે. આ ટીમ ઈશ્વરીયા અને શાસ્ત્રી મેદાન બન્નેની મુલાકાત લઈને ડેવલપમેન્ટ અંગે જિલ્લા કલેકટર તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે.