Abtak Media Google News

સોમનાથમાં ૪૫ કરોડના ખર્ચે નિર્માણનાર યાત્રિ વોક-વેનું ભુમિપુજન કરતા અમીત શાહ

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારતીયજનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહે સોમનાથ દાદાના દર્શન-પુજન કરી સોમનાથ ચોપાટી વાઘેશ્ર્વર મંદિર ખાતેભારત સરકારના પર્યટન મંત્રાલય દ્રારા પ્રસાદ યોજના અંતર્ગત નિર્માણ નાર રૂા.૪૫ કરોડના ખર્ચે ૧૫૦૦ મીટર લંબાઇના અને ૭ મીટર પહોળા યાત્રિપનું ભૂમિપુજનકર્યું હતું.

Advertisement

વર્ષો પહેલા સોમનાથ મંદિરને ૧૭ વખતખંડિત કરાયું હતું. પરંતુ દરેકવખતે તેનો જીર્ણોધ્ધાર થયો છે અને પહેલા કરતા વધુ સુંદર નિર્માણ થયું છે. આ વિધ્વંશ સામે વિકાસ અને સ્વધર્મ-સન્માન-સંઘર્ષનું સમગ્ર દુનિયામાં અજોડ દ્રષ્ટાંત સોમનાથ મંદિર છે. પ્રથમ જ્યોતિલિંગ સોમનાથની પુન:સપના માટે અનેક લોકોએ બલિદાનઆપ્યા છે અને તેના પરિણામે આજનું ભવ્ય સોમનાથ મંદિર આજે આપણી સમક્ષ છે તેમ શાહે ઉમેર્યું હતું.

સોમનાથ મહાદેવ પ્રત્યે અતુટ શ્રધ્ધાવ્યક્ત કરી શાહે કહ્યું કે, પુરાણોમાં કહેવાયુ છે કે, સોમનાથ મંદિર સુર્વણી મઢેલુ હતું. સૌના સહયોગી મંદિરની પુન:સપના સાથે મંદિરના તમામ કળશ સુર્વણમંડિત બનશે તેવી શ્રધ્ધા તેમણે વ્યક્ત કરી હતી. તેમણે અહીં દરવર્ષેએક કરોડ જેટલા ભાવિકો દર્શર્નો આવે છે તેમના માટે સોમનાથ ટ્રસ્ટ દ્રારા કરાયેલ સુચારૂ વ્યવસ્થાની સરાહના કરી તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Walk Wey Khatmahurat 06 12 18 7

સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ કહ્યું કે, વોક-વે પ્રોજેક્ટ નિર્માણયા બાદ સોમનાથ મંદિરે આવતા યાત્રાળુઓની સોમનાથ મુલાકાત જીવનનું એક યાદગાર સંભારણું બનીરહેશે. સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પ્રવિણભાઈ લહેરીએ શાબ્દીક સ્વાગતકરતા કહ્યું કે, આઈકોનીક સ્થળમાં ગુજરાત માંથી માત્ર બે સ્થળની પસંદગી કરવામાં આવી છે જેમા સોમનાથ મંદિરનો સમાવેશ કરાયો છે. તેમણે સોમનાથ ટ્રસ્ટ દ્વારા હાથ ધરાતા વિવિધ પ્રોજેક્ટોની પણ વિગતો આપી હતી.

આ યાત્રિ વોક-વે સાગર દર્શની શરૂ થઈને ત્રિવેણી સંગમ સુધી રહેશે. યાત્રાળુઓ આ પથ ઉપર ચાલતા સમુદ્ર દર્શન,શ્રી સોમનાથ મંદિરના દર્શન, શ્રી રામ મંદિરના દર્શનતેમજ ત્રિવેણી સંગમની અલૌકીક અનુભુતિ થશે. આ પથ પર ૨૦૦ મીટરના અંતેકલાત્મક બેઠક વ્યવસ્થા ઉભી કરવમાં આવશે. ભક્તિમય સંગીતની સુરાવલીઓ સાથે રાત્રીના આ પથ ઉપર આધુનિક લાઈટીંગની વ્યવસ્થા કરવામાં આવશે. અત્રેઉલ્લેખનીય છે કે, પ્રસાદ યોજના અંતર્ગત કુલ રૂા.૧૦૦ કરોડના યાત્રાધામ વિકાસના કામો સોમનાથ ખાતે નિર્માણ થશે.

સોમનાથ મહાદેવની પુજા અર્ચન કરતા ભાજપ અધ્યક્ષ અમીત શાહ

Dsc 6228 1

શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહ સોમનાથ મંદિરે ધર્મપત્ની, પુત્ર, પુત્રવધુ પૌતરી સાથે દર્શન કર્યા હતા. તેઓએ અભિષેક તથા પૂજા સામગ્રી અર્પણ કરી હતી આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઈ લહેરી, જીતુભાઈ વાઘાણી, ભીખુભાઈ દલસાણીયા, રાજેશભાઈ ચુડાસમા, ચુનિભાઈ ગોહેલ, ઝવેરીભાઈ ઠકરાર, રાજશીભાઈ જોટવા, કિશોરભાઈ કુહાડા, જશાભાઈ બારડ, ગોવિંદભાઈ પરમાર, દિનુભાઈ સોલંકી, ડોલરભાઈ કોટેચા, શિવાભાઈ સોલંકી, રાજુભાઈ ધ્રુવ સહિત સ્થાનીક આગેવાનો જોડાયા હતા અમિતભાઈએ તત્કાલ મહાપૂજન અને ધ્વજાપૂજન કરેલ હતુ. આ પ્રસંગે પૂજાચાર્ય ધનંજયભાઈ દવે એ પુષ્પહાર પહેરાવી તેઓનું સન્માન કરેલ હતુ. ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઈએ શાલ તેમજ સ્મૃતિભેટ આપી અમિતભાઈ, તથા અન્ય પરિવારજનો અને મહાનુભાવોનું સન્માન કરેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.