Abtak Media Google News

સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેમણે  ગુરૂ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો, યજ્ઞના તપોબળે પુત્ર જન્મ થયો બાદમાં આ પુત્ર મંધાતાએ ત્રિનેત્રેશ્વર મદિર બંધાવ્યું હોવાની લોકવાયકા

મંદિરનો ર્જીણોધ્ધાર નામદાર લખતર ઠાકોર સાહેબ કરણસિંહજી બાપુએ કરાવ્યો

તરણેતર ના મેળા નો શુભારંભ આગામી ૧૨મીથી થનાર છે આ મેળો પોતાની આગવી ઓળખ ધરાવે છે અને ભાતીગર સંસ્કૃતિ ની જાખી કરાવતો વિશ્વ ભરમાં પ્રસિદ્ધ છે.

Advertisement

આ મેળો ભારતના મોટા મેળાઓ માનો એક છે અને તે જે ધરતી પર ભરાય છે તે ધરતી એટલે પાંચાળ એના વીશે અનેક દુહાઓ લોક સાહિત્ય માં પ્રસિદ્ધ છે.

“નદી ખડકે નિર્જરા, મલપતા પીએ માલ ;

ગાળે કસુંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ.

ખડ પાણીને ખાખરા, ધરતી લાંપડીયાળ;

વગર દીવે વાળુ કરે, પડ જોવો પાંચાળ.”

આમ આ પાંચાળનો મોટો ભાગ જેના રાજ્યની હદમાં હતો એવા ઝાલાકુળ ભૂષણ લખતરના ધણી દેવાયાતી અને પવિત્રપુરુષ નામદાર ઠાકોર કરણસિંહજી કે જેમનું ગૌરવ સમસ્ત ક્ષાત્રસમાજ લઇશકે, ઠાકોર  કરણસિંહજી પાંચ મહિનાની બાળવયે લખતરની ગાદી પર તખ્તનશીન થયા હતા ત્યારે તા. ૧૫-૬-૧૮૪૬નો દિવસ હતો અને ઈ.સ. ૧૯૨૪ નારોજ તેમનો કૈલાશવાસ આ દરમિયાન એમનું પવિત્ર જીવન અને પવિત્ર કર્યો.

તેમણે સંવત ૧૯૪૦ના ફાગણ વદથી ૧ના રોજ લખતર કિલ્લો બંધાવવો શરૂ કરેલો. જે સંવત ૧૯૫૦ના આસો સુદી ૧૦ના દિવસે પૂરો થયો હતો, જેમાં રૂ. ૧ લાખનો ખર્ચ થયો હતો. આ સિવાય તેમણે અનેક લોક ઉપયોગી કર્યો કર્યાં હતા..

ભારતભર માં ત્રિનેત્રેશ્વર મહાદેવ ના માત્ર બે મંદિરો છે. તરણેતર નું ત્રિનેત્રેશ્વર મહાદેવ, અને  હિમાલય માં બદ્રીકાશ્રમ પાસેનું ત્રીનેત્રતીર્થ. બંને શિવાલયો પ્રાચીન તેમજ પૂજનીય છે.

તરણેતર મંદીરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો જેનું નામ મંધાતા હતુ. અને આ તરણેતરનું મંદીર મંધાતા એ બંધાવેલ હતું.Img 20180907 082605 તે ઉપરાંત આ મંદીર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારતકાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદી નો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો.

અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.ઐતિહાસિક રીતે જોઈએ તો તરણેતરનું મંદીર દસમી સદીનું હોવાની શકયતા મંદીરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે. કારણકે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા

. જેથી તેઓએ આ મંદીરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદીર છે પ્રાચીન મંદિરનો જીણોદ્ધાર લખતર ના રાજવી કરણસિંહજી એ ઇ.સ.૧૯૦૨ની સાલમાં ઓગષ્ટ મહિનામાં કરાવ્યો હતો.

તરણેતર અને થાન પંથક તે વખતે લખતર રાજની હકુમત નીચે હતા.પુત્રી કરણબાના સ્મરણાર્થે રૂ.૫૦ હજારના ખર્ચે કરણસિંહજીએ નવું મંદિર બંધાવ્યું હતું.નવનિર્માણ પામેલું મંદિર એટલે અત્યારનું શિવાલય.મંદીરનો ઘાટ જુનો છે. તેના ઉપર નવા મંદીરની બાંધણી થઈ છે. આ મંદીરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદીર પાસે ૧૦૦ વીઘા જેવી ખેતીની જમીન છે જે લખતર રાજ્ય દ્વારા આપેલ હતી.Screenshot 2018 09 07 08 25 11 203 Comતરણેતરના મંદિરમાં બે શિવલિંગ છે.જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે.તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની કરણસિંહજી એ જીણોદ્ધાર કર્યો ત્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.મંદિરના ઘુમ્મટની ચારે દીવાલે નવગ્રહની મૂર્તિઓ કોતરેલી છે.છતમાં એક અદભુત શિલ્પ છે.તેમાં વચ્ચે માત્ર એક મસ્તક અને તેની આસપાસ પાંચ ધડ વર્તુળાકાર માં ગોઠવાયેલાં છે.

કોઈપણ બાજુથી જોઈએ તો પાંચે ધાડના મસ્તક દેખાય.શિલ્પના લાલિત્ય અને અંગભાગીમાં મોહક તથા મનોહર છે.મંદીરની ત્રણ બાજુ કુંડ છે.તેને વિષ્ણુકુંડ,શિવકુંડ અને બ્રહ્મકુંડ એમ ત્રણ આધ્યદેવો ના નામ જોડ્યા છે.મંદિરની ચોતરફ ઉંચો ગઢ છે.એક માન્યતા પ્રમાણે પ્રાચીન મંદિરોના અવશેષોને આ ગઢમાં ચાની લેવામાં આવ્યા છે.એક એકર જમીન પર ઉભેલું મંદિર પ્રમાણમાં નાનું છે,પણ તેની કોતરણી અનુપમ છે.

ચારેબાજુ ઉંચો ગઢ અને વચ્ચે મંદિર જમીન નીચે ઉતાર્યું છે,તેથી સુકી હવા અને પવનની થપાડો સામે સુરક્ષિત રહી શકે તથા મંદિરની બાજુમાં ગૌમુખી બારી પણ છે.શિખર પર ત્રણ દિશામાં તરાપ મારીને નીચે ઉતરતા સિંહોના શિલ્પમાં જાણે કે શિલ્પીઓએ જીવરેડી દીધો હોય તેવું અદભુત છે.

આપ રાજપૂતો ની કીર્તિ અને ધર્મરક્ષક ના દાઈત્વ ને ચરિતાર્થ કરતુ આ મંદિર ખરેખર નિહાળવા જેવું છે અને ત્યાનો મેળો પણ અદભુત છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.